________________
૧૮૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
વેદને આનંદશંકર “બ્રાહ્મધર્મનું ઉત્પત્તિ સ્થાન માને છે. “ “વેદ” એટલે જ્ઞાન, જે “શ્રુતિ એટલે શ્રવણ કરેલું જ્ઞાન તે, એ નામથી પણ ઓળખાય છે આટલી વાત તો સર્વવિદિત છે. પણ શ્રુતિ' એ નામનું ગૂઢ તાત્પર્ય એવું છે કે વેદ પ્રતિપાદિત જ્ઞાન મનુષ્યની ગમે તેવી કલ્પનાથી ઉદ્ભવેલું નથી, પણ આ વિશ્વમાં – જગતમાં તેમજ મનુષ્ય આત્મામાં – મનુષ્ય શાંતિથી સાંભળે તો અહર્નિશ સંભળાય એવા ‘શાંત અભુત ઊંડા કંઈ ઉચ્ચ ગાનના પુકાર'ના શ્રવણરૂપ એ જ્ઞાન છે. વેદ ઈશ્વરનો પ્રકાશ છે, ઈશ્વરનું નિઃશ્વસિત છે એમ જે કહેવાય છે તેનો મર્મ પણ તેજ અને પ્રાણના ગંભીર રૂપક દ્વારા આ રીતે જ સમજી લેવાનું છે. વળી, વેદ નિત્ય છે એમ કહેવાય છે; તેનું કારણ વેદ પ્રતિપાદિત સત્યો નિત્ય છે, અને એ સત્યો આપણી આગળ મુકાય તો સૈકાલિક સત્ય રૂપે તે સ્વીકારી શકાય તેવાં છે. આ પ્રમાણે દેશકાળાદિ ઉપાધિથી અનવચ્છિન્ન સત્ય મનુષ્ય આગળ ધરીને મનુષ્યના જીવનને તન્મય કરી આપવાનું સામર્થ્ય બ્રાહ્મધર્મમાં છે” (ધર્મવિચાર - ૧, પૃ.૬) બ્રાહ્મ ધર્મનાં તત્ત્વભૂત સત્યો આનંદશંકરને મતે નીચે પ્રમાણે છે : (૧) સર્વ પ્રકારના અધિકારીઓ માટેની યોગ્યતાનો વિચાર :
આત્માની પરમશાંતિ પ્રાપ્ત કરાવવી એ ધર્મમાત્રનું સામાન્ય સાધ્ય છે તો પણ તે સાધવાના માર્ગો જુદા જુદા છે. તે ભેદ મનુષ્ય આત્માના અધિકાર પ્રમાણે એટલે કે રુચિ અને અનુકૂળતા ઉભયને લઈને પડે છે. બાલ્યાવસ્થાથી આરંભી વાકય સુધી, જંગલી દશાથી માંડી સુધારાના ચરમ સ્થાન સુધી, જડતાથી તે તત્ત્વદષ્ટિ પ્રાપ્ત થતાં સુધી અધિકારાનુસાર જેને જે જોઈએ તેને તે આપી જે ધર્મ મનુષ્યને સર્વથા સંતોષ પમાડી શકે તે જ ધર્મ સર્વોત્કૃષ્ટ છે એ ઉઘાડું છે . (ધર્મવિચાર ૧- પૃ . ૬) આ દૃષ્ટિએ પરોપકાર, વૈરાગ્ય, ત્યાગ, શ્રવણ, મનન, સમાધિ, કર્મ, જ્ઞાન, ભક્તિ આદિ સર્વનાં સાધનો દરેક ધર્મમાં વધતે ઓછે અંશે સ્વીકારવામાં આવ્યાં છે. પણ આ સર્વ સાધનના સ્વરૂપ તથા સંબંધનો વિચાર અધિકાર ભેદ અનુસાર એક જ ધર્મને અંગરૂપે બ્રાહ્મધર્મમાં જ સ્વીકારવામાં આવ્યો છે. આમ બ્રહ્મધર્મમાં અધિકારભેદ અનુસાર ધર્મ વ્યવસ્થા રજુ કરવામાં આવી છે. (૨) જીવ, જગત અને ઈશ્વરવિષયક વિચાર :
જીવ, જગત અને ઈશ્વર એ ત્રણ પદાર્થોમાં “સર્વ એટલે કે અખંડ વિશ્વનો સમાવેશ થાય છે. તે ત્રણે પદાર્થો બ્રાહ્મધર્મમાં સારી રીતે વિચારાયા છે. બ્રાહ્મધર્મ જગત મિથ્યા છે એમ કહી પરની ખોટી કલ્પના કરી મનુષ્યના આ લોકને બગાડી મૂકે છે એવો આક્ષેપ ક્યારેક કરવામાં આવે છે. આનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે કે, “પૃથ્વી ઉપર પ્રવર્તમાન સર્વ ધર્મોમાં બ્રાહ્મધર્મ જ એવો છે કે જે આ લોક અને પરલોક બન્ને ઉપર યોગ્ય દૃષ્ટિ રાખે છે.” (ધર્મવિચાર -૧, પૃ.૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org