________________
આનંદશંકરનું ધર્મચિંતન
આ ધર્મના હજારો વર્ષ ઉપર થયેલા પ્રાચીન ગ્રંથો હજી હયાત છે. આ ધર્મના આકારમાં દેશ-કાળ પ્રમાણે ઘણા ફેરફાર થયા છે, તો પણ એના મૂળ તત્ત્વ - એનું સામાન્ય બંધારણ હજી કાયમ છે. એ સિંધુ અને ગંગા-યમુનાને કાંઠે વસતા પ્રાચીન આર્યોએ પરમાત્મા વિષે જે સિદ્ધાંતો બાંધ્યા છે તે જ સિદ્ધાંતો અત્યારના હિંદુઓ સ્વીકારે છે અને તેઓ જેમ સૂર્ય સામું જોઈ એના તેજમાં પરમાત્માનું ધ્યાન ધરતા, એની સ્તુતિ કરતા એને ઉદ્દેશી અગ્નિમાં આહુતિ આપતા, તે જ પ્રમાણે અત્યારના હિંદુઓ પણ કરે છે. (હિંદુ દર્શન, પૃ.૧૦)
જ
ઐતિહાસિક અને તાત્ત્વિક બંને સંદર્ભોથી આનંદશંકર હિંદુધર્મના સ્વરૂપને તપાસે છે. તેને આધારે તેમનું હિંદુધર્મના લક્ષણ અંગેનું દૃષ્ટિબિંદુ જાણી શકાય છે. હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોનો ધર્મ તે જ આનંદશંકરને મન હિંદુ ધર્મ છે. એ આર્યો જે ધર્મ પાળતા અને એમાંથી જતે દહાડે જે ધર્મનો વિકાસ થયો તે સર્વનો આનંદશંકર હિંદુધર્મમાં સમાવેશ કરે છે. હિંદુધર્મની આનંદશંકર ત્રણ મુખ્ય શાખાઓ માને છે :
(૧) વેદ (બ્રાહ્મણ) ધર્મ
(૨) જૈન ધર્મ
(૩) બૌદ્ધ ધર્મ
૧૮૭
ઉપરોક્ત ત્રણેય ધર્મોને આનંદશંકર એક જ મહાધર્મરૂપી વૃક્ષની પેટાશાખાઓ સ્વરૂપ માને છે. જૈન અને બૌદ્ધ ગ્રંથોના આધારે એમ કહેવામાં આવે છે કે મૂળ ધર્મનો વિકાર પામીને વેદધર્મ થયેલો છે. વેદધર્મ તેમજ અત્યાર સુધી શોધાયેલ હિંદુધર્મનો પ્રાચીન ઈતિહાસ જોઈએ તો વેદધર્મમાંથી જૈન અને બૌદ્ધ ધર્મ ઉત્પન્ન થયેલા છે. આ બંને રીતે આટલું તો સિદ્ધ છે કે આ ત્રણે ધર્મો એકબીજાથી સ્વતંત્ર ઉત્પન્ન થયા નથી. આમ, વૈદિક, જૈન અને બૌદ્ધ એ એક જ હિંદુધર્મની ત્રણ શાખાઓ છે એવો આનંદશંકરનો મત છે.
હિંદુધર્મની (વૈદિકધર્મની) સર્વોપરિતા :
જીવન સાથે નિકટ સંબંધ ધરાવી જે ધર્મ વ્યાપક એટલે કે સર્વદેશી હોય તે જ ધર્મને આનંદશંકર સર્વોત્કૃષ્ટ ધર્મ માને છે. એક ઉત્તમ ધર્મમાં હોઈ શકે તે બધાં જ લક્ષણો વૈદિક ધર્મમાં છે. આપણા ધર્મને આનંદશંકર ‘બ્રાહ્મધર્મ’ તરીકે ઓળખાવે છે. ‘બ્રહ્મ’ એટલે વેદ, અને વેદથી પ્રવર્તાવેલો ધર્મ તેને જ આનંદશંકર ‘બ્રાહ્મધર્મ’ કહે છે. ‘બ્રહ્મ’ શબ્દના અર્થના સંદર્ભમાં જ આનંદશંકર ‘બ્રાહ્મધર્મ'નો અર્થ સ્પષ્ટ કરી આપે છે. ‘બ્રહ્મ’ શબ્દના અર્થમાં જ સ્તુતિ, યજ્ઞ અથવા યજ્ઞનું અંતસ્તત્ત્વ અને ચરાચર વિશ્વનો આત્મા એ ત્રણ સૂચિત થઈ જાય છે. તેને અનુલક્ષીને જ બ્રાહ્મધર્મમાં (૧) ભક્તિ, (૨) કર્મ અને (૩) જ્ઞાન એવા ત્રણે અંગો બંધાયેલા છે. આમ, ‘બ્રહ્મ’ શબ્દના અર્થમાં જ ‘બ્રાહ્મધર્મ'નાં મુખ્ય તત્ત્વોનો સમાવેશ થયેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org