________________
૧૮૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
હિંદુ ધર્મનું લક્ષણ :
ધર્મનું ખરું સ્વરૂપ જાણવા માટે, પ્રથમ જગતના વિવિધ ધર્મોમાં ધર્મનું સ્વરૂપ શું છે તથા કેવા કેવા આચાર વિચાર ચાલે છે એ જાણવું અગત્યનું છે. આનંદશંકર એમ માને છે કે વિશિષ્ટ ધર્મનું વિશિષ્ટ સ્વરૂપ જાણ્યા પછી જ ધર્મનું સામાન્ય સ્વરૂપ તારવી શકાય અને એ
સ્વરૂપ આપણા અંતરને તૃપ્ત કરી શકે એમ છે કે કેમ એ વિચારી શકાય. સર્વ પ્રથમ તેમણે હિંદુ ધર્મનું લક્ષણ બાંધવાનો પ્રયત્ન કર્યો છે.
અમુક ચોક્કસ વ્યક્તિના નામથી ચાલેલા ધર્મનું - જેમ કે ઈસુ ખ્રિસ્ત પ્રવર્તાવેલો ધર્મ તે ખ્રિસ્તી ધર્મ - લક્ષણ બાંધવાની થોડી સરળતા રહે છે. પણ હિંદુધર્મમાં આ રીતે કોઈ લક્ષણ બાંધી શકાતું નથી. સૌ પ્રથમ હિંદુધર્મ કોને કહેવો ? એવા પ્રશ્નના ઉત્તરમાં આનંદશંકર હિંદુધર્મનાં વિવિધ લક્ષણો તપાસે છે. (ધર્મવિચાર- ૨, પૃ.૧, ૨) (૧) કેટલાક વેદમાં શ્રદ્ધા રાખે તે હિંદુ એવું હિંદુધર્મનું લક્ષણ બાંધે છે. આ લક્ષણની સમીક્ષા
કરતાં આનંદશંકર કહે છે કે જૈનો, જેઓ વસ્તીપત્રકના વિભાગ દાખલ થતાં પહેલાં પોતાને હિંદુઓ જ જાણતા હતા, અને તે સિવાયના વ્યવહારમાં હજી પણ જાણે છે ...તે વેદને માનતા નથી. આ ઉપરાંત હિંદુઓમાં મોટી સંખ્યા એવી છે કે જે વેદનું નામ માત્ર જ જાણે છે, અને ધર્મ તો તે-તે પંથનો જ પાળે છે. આમ, તેઓ વેદનો નિષેધ કરતા નથી એ ખરું, પરંતુ વેદમાં શ્રદ્ધા એ એમના ધર્મનું જીવાતુભૂતતત્ત્વ છે
એમ કહી શકાતું નથી. (૨) કેટલાક વર્ણાશ્રમ ધર્મને હિંદુધર્મનું તત્ત્વ ઠરાવે છે. વર્ણાશ્રમ ધર્મ અત્યારે બહુ થોડો
પળાય છે અને તેમાં પણ વર્ણવ્યવસ્થા જે એક સામાજિક વ્યવસ્થા છે તેને જ ધર્મના તત્ત્વ તરીકે ઓળખવું બરાબર નથી. આમ, વર્ણવ્યવસ્થા હિંદુધર્મમાં આવશ્યક છે એમ
માનીએ તો પણ એકલી સામાજિક વ્યવસ્થાથી સમગ્ર ધર્મનું સ્વરૂપ બાંધી શકાય નહિ. (૩).
કેટલાક સોળ સંસ્કારને હિંદુધર્મનું આવશ્યક તત્ત્વ માને છે. આ મતની સમીક્ષા કરતાં આનંદશંકર કહે છે કે, સંસ્કાર પણ અત્યારે લગ્ન, જનોઈ અને મરણક્રિયા સિવાય બહુ થોડા પ્રમાણમાં અનુસરવામાં આવે છે. તે સઘળા હિંદુઓમાં શાસ્ત્રોક્ત રીતે થતા નથી.
આથી તેને પણ હિંદુ ધર્મના હાર્દ તરીકે સ્વીકારી શકાય નહીં. (૪) કેટલાક કર્મ, પુનર્જન્મ અને મોક્ષ વિશેની માન્યતાને હિંદુધર્મનું મુખ્ય તત્ત્વ ગણાવે છે.
તો કેટલાક કુલદેવતા, પંચાયતન દેવની પૂજા, અવતારની માન્યતા અને શ્રાદ્ધની ક્રિયાઓને ઉમેરે છે. કર્મ, પુનર્જન્મ અને મોક્ષના સિદ્ધાંતો તથા શ્રાદ્ધ, પંચાયતને પૂજા વગેરે ક્રિયાઓ એ જ હિંદુધર્મનું તત્ત્વ છે એમ પણ આનંદશંકર સ્વીકારતા નથી. કારણકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org