________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૮૫
કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત એટલે આ જગતમાં નીતિનું રાજ્ય છે એવી માન્યતા. આવી એક માન્યતાને સમગ્ર હિંદુધર્મનું તત્ત્વરૂપ માનવા આનંદશંકર તૈયાર નથી. આ ઉપરાંત મોક્ષનો સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મમાં પણ છે. તેમજ બીજા કેટલાક ધર્મોમાં શ્રાદ્ધની ક્રિયાઓ પણ જોવા મળે છે. તેથી મોક્ષ અને શ્રાદ્ધની માન્યતા એ હિંદુધર્મનું વિશિષ્ટ લક્ષણ છે એમ કહી શકાય તેમ નથી. કુળદેવતાની પૂજા અર્ધસુધરેલા અને ટોળીઓ બાંધી વસતા ઘણા પ્રાચીન લોકોમાં જોવામાં આવે છે અને હિંદુઓમાં પણ બધા જ કાંઈ કુળદેવતાની પૂજા કરતા કે જાણતા નથી. વળી, પંચાયતનના પાંચ દેવની પૂજા પણ સઘળા હિંદુઓ કરે છે તેમ સ્વીકારી શકાય એમ નથી. ઘણા હિંદુઓ એમાંના એક એક દેવને જ માનનારા, અથવા તો
વિશેષનામ રહિત કેવલ પરમાત્માને જ માનનારા હોય છે. (૬) કેટલાય ગાય, બ્રાહ્મણ અને વેદ એ ત્રણ સાદા તત્ત્વોને જ હિંદુધર્મના મુખ્ય તત્ત્વો માને
છે. આ મતની સામે આનંદશંકર કહે છે કે હિંદુઓની જેમ જરથોસ્તીઓ પણ ગાયને પવિત્ર માને છે. તેમજ બ્રાહ્મણ અને વેદને જૈનો માનતા નથી. તેથી ગાય, બ્રાહ્મણ અને વેદ એ ત્રણ તત્ત્વોને મુખ્ય ગણી શકાય નહીં.
ઉપરોક્ત વિવિધ મતોની ચર્ચા પરથી જણાય છે કે હિંદુધર્મનું કોઈ એક સર્વ સ્વીકાર્ય લક્ષણ બાંધી શકાતું નથી. કારણકે તેમ કરવા જતાં અનેક મુશ્કેલીઓ આવે છે. પરંતુ આનંદશંકર આ મુશ્કેલીઓને હિંદુધર્મનું દૂષણ નથી માનતા પણ ભૂષણ માને છે, કારણકે પ્રકૃતિમાં જેમ વસ્તુ ઊંચી તેમ એની સંઘટનામાં વધારે ઝીણવટ અને વધારે ગૂંચ જોવા મળે છે. તેમજ વસ્તુ જેટલી સૂક્ષ્મ તેમ તેનું લક્ષણ બાંધવું પણ વધારે મુશ્કેલ બને છે. જગતના સર્વ ધર્મોમાં આ મુશ્કેલી એ એના જીવંતપણાની જ નિશાની છે એમ આનંદશંકર કહે છે. નિર્જીવ કરતાં સજીવ પદાર્થનું લક્ષણ બાંધવું વધારે મુશ્કેલ બને છે. એવા પદાર્થનું લક્ષણ બાંધવાનો આનંદશંકરને મન એક જ માર્ગ છે તે એ કે એના જીવનના સમગ્ર ઈતિહાસને એના લક્ષણમાં પ્રવેશ કરાવવો અને પછી એ ઈતિહાસને વર્ણવવો. આ દૃષ્ટિએ હિંદુધર્મનું લક્ષણ બાંધતા આનંદશંકર કહે છે :
જયારથી આર્યો સિંધુનદીના પ્રદેશમાં વસતા આપણા જાણવામાં આવે છે અને જયારથી અન્ય આર્યોથી પોતાની જમાવટ કરી બેઠેલા આપણે એમને જોઈએ છીએ - ત્યારના સ્વરૂપથી માંડીને એક જીવંત શક્તિ તરીકે એ ધર્મમાં જે જે ધાર્મિક વિકાસ થયો તે સર્વેને આપણે ‘હિંદુ ધર્મ' એવું નામ આપીશું. એ ઈતિહાસના એક ખંડને પણ જે કોઈ જ પોતાનો કરી માને છે તે સર્વને “હિંદુ’ કહીશું.” (ધર્મવિચાર – ૨, પૃ.૩)
જો કે આ લક્ષણ સ્વીકારવાની સાથે સાથે કેટલાક ઐતિહાસિક સંદર્ભોની તપાસ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org