________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૮૩
(૪)
મૈત્રી, ,
‘દેવી સંપદુ અન્ય જ્ઞાનસાધન, જીવનમુક્તિ, સ્થિતપ્રજ્ઞ આદિના જે ધર્મ કહ્યા છે તે સર્વે, ઈત્યાદિ. મૈત્રી’ અને ‘કરુણા” એ વિચારની દશામાંથી આચારમાં પરિણમવી જ જોઈએ અને
તેમ થવા માટે “મુદિતા’ અને ‘ઉપેક્ષા” ઉપયોગી છે. (૫) યોગી પુરુષ પુણ્ય-સત્કર્મ થી નિવૃત્ત થતો નથી. અને પાપમાં પ્રવર્તતો નથી. સત્કર્મ
- નિષ્કામ સત્કર્મમાં – પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ એ યોગીનાં ખાસ લક્ષણ છે. (૬) પોતે પોતાના દોષરૂપ આત્મરોગ-અન્યના દોષવ-શોધી કાઢી, એ દૂર કરવા માટે સંન્યાસ, વિવેક આદિ યોગ્ય ઔષધ-સેવન કરવું.
(૩) હિંદુધર્મની લાક્ષણિકતા આનંદશંકર ધર્મ અને તત્ત્વજ્ઞાનને સ્વાભાવિક રીતે જ અભિન્ન માને છે. “ધર્મવિચાર -૧ અને ૨”માં સંપાદિત તેમના લેખોમાં તત્ત્વજ્ઞાનમાંથી ધર્મ તરફની અને ધર્મમાંથી તત્ત્વજ્ઞાન તરફની તેમની વિચાર દિશા જોવા મળે છે. “ધર્મ”નો આનંદશંકરને મન એક ચોક્કસ અર્થ છે. “ધર્મ”નો રૂઢ અર્થ વિવિધ ધર્મોના પરિચયમાં પ્રયોજાતો હોવા છતાં, આનંદશંકરના મતે સર્વધર્મો મૂળ “ધર્મના દેશકાલ અને વ્યવહાર નિત વિવર્તે છે. “આપણો ધર્મ' નામના તેમના એક લેખમાં ધર્મવિષયક તેમનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થાય છે. અહીં જ તે પોતાનું આપણા ધર્મ અંગેનું દૃષ્ટિબિંદુ બ્રાહ્મધર્મ રૂપે હિંદુધર્મને સમજાવે છે. તેને આધારે જ આપણા ધર્મના વ્યવહારમાં પ્રવર્તમાન સ્વરૂપની આનંદશંકર ચર્ચા કરે છે. “ધર્મવિચાર-૨'માંના હિંદુ-વેદધર્મ વિષયક તથા અન્ય લેખોમાં તેમણે હિંદુ-વેદધર્મનું વિગતવાર નિરૂપણ કરી તેના સાચા મૂળ સ્વરૂપને અને હાર્દને પ્રગટ કરી આપ્યું છે.
બુદ્ધિપ્રધાન તત્ત્વજ્ઞાન, અનુભૂતિ કે ઊર્મિપ્રધાન ધર્મ અને કર્મપ્રધાન વ્યવહાર એ ત્રણેયનો સમન્વય ભારતીય અભિગમમાં અપેક્ષિત છે. “ધર્મવિચાર-૨'ના સંપાદિત લેખોમાં આનંદશંકરની હિંદુધર્મ વિશેની વિચારણા કેન્દ્ર સ્થાને છે. તેમાં તેમણે હિંદુધર્મની શાખાઓ જેમાંથી પ્રગટ થઈ તે વિવિધ આચાર્યોના અભિગમોનો જે સારગ્રાહી અને તટસ્થ રીતે પરિચય આપ્યો છે તથા હિંદુ વેદધર્મ સિવાયના ભારતીય ધર્મો જૈન અને બૌદ્ધના પરિચયમાં તે ધર્મોની સમજ પ્રગટ કરી છે, એટલું જ નહિ પણ ઈસાઈ વગેરે ઉપરાંત વિશ્વના બીજા ધર્મો વિષે પણ તજજ્ઞતાથી વાત કરી છે તેમાં તેમની સૂક્ષ્મ ધર્મદષ્ટિ વ્યક્ત થતી જોવા મળે છે.
આનંદશંકરની ધર્મભાવનાના નિરૂપણ વખતે આપણે જોયું કે તેમની દૃષ્ટિ સમન્વયાત્મક છે. તેમણે કર્મ, ભક્તિ અને જ્ઞાન એ પરસ્પર વિરોધી લાગતા માર્ગોનો સમન્વય કર્યો છે. આનંદશંકર ધર્મને નીતિ કરતાં વધારે વિશાળ અને ઊંડો માને છે અર્થાતુ ધર્મના વ્યાપક પરિઘમાં તેઓ નીતિનો સમાવેશ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org