________________
૧૮૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
- ચિત્તને મલિન કરનાર પદાર્થ ચાર છે : રાગ, દ્વેષ, પુણ્ય અને પાપ. આ મલિન વાસનાઓનો ત્યાગ માત્ર કર્મરહિત થઈ જવાથી થતો નથી પણ તેની વિરોધી પવિત્ર વાસનાઓ હૃદયમાં જાગૃત કરવાથી જ આ મલિન વાસનાઓ છોડી શકાય છે. પતંજલિને અનુસરી આનંદશંકર કહે છે કે, “મને સર્વ પ્રકારનું સુખ હો” એવી રાગયુક્ત ભાવનાની જગ્યાએ “સર્વ સુખો છે તે મારાં જ છે.” એ પ્રકારની મૈત્રીની ભાવના કરવાથી રાગની નિવૃત્તિ થાય છે. તે જ રીતે “આવું દુ:ખ મને કદી ન થાઓ એવી દ્વેષયુક્ત વૃત્તિને સ્થાને “મારી માફક અન્ય કોઈને પણ દુઃખ ન થાઓ’ એ પ્રકારે દુઃખી પ્રાણીઓમાં કરુણાની ભાવના કરવાથી વૈરાદિ દ્વેષની નિવૃત્તિ થાય છે અને ચિત્ત “પ્રસન્ન થાય છે.
આમ, રાગ અને દ્વેષથી ચિત્ત મલિન થાય છે. જ્યારે એ બંનેને બદલે મૈત્રી અને કરુણા સ્થાપવાથી પ્રસન્નતા નિર્મળતા અને આનંદ આવે છે. મૈત્રીની ભાવના કરવાથી રાગની સાથે સાથે અસૂયા ઈત્યાદિ દોષોની પણ નિવૃત્તિ થઈ જાય છે. તેમજ કરુણાની ભાવના કરવાથી શત્રુવધાદિ ઉત્પન્ન કરનાર દૈષની જેમ જ અન્ય દુઃખી છે અને હું કેવો સુખી છું એવા ભાવમાંથી ઉત્પન્ન થતો દર્પ પણ નિવૃત્ત થાય છે.
મૈત્રી અને કરુણાની જેમ “મુદિતા” અને “ઉપેક્ષાની ભાવનાના સ્વરૂપને પણ આનંદશંકર વર્ણવે છે. જો મનુષ્ય મુદિતાની ભાવના પુણ્યશાળી પુરુષોમાં કરે, એમના કૃત્યોથી પ્રસન્ન થાય, તો વિના પ્રમાદે એ પોતે પુણ્યભાવમાં આવે. એ જ રીતે પાપીઓ પ્રત્યે ઉદાસીનવૃત્તિ રાખે, એમનાં કૃત્યો તરફ અરુચિ રાખે તો પોતે પાપમાંથી નિવૃત્ત રહે. “ આ રીતે પુણ્યમાં ખામી ન આવવાથી અને પાપમાંથી નિવૃત્તિ રહેવાથી પશ્ચાત્તાપનું કારણ રહેતું નથી અને પશ્ચાત્તાપને અભાવે ચિત્ત ‘પ્રસન્ન' રહે છે.” (ધર્મવિચાર -૧ પૃ. ૧૦૮)
આ સંદર્ભમાં વ્યક્તિના કર્તુત્વને નિર્દેશતાં આનંદશંકર કહે છે કે, વ્યક્તિએ આત્મ પરીક્ષણ કરવું જોઈએ. તેઓ જણાવે છે કે, “દરેક જણે પોતાનું ચિત્ત પ્રથમ તપાસી, તેમાં જ્યારે
જ્યારે અને જેટલી જેટલી મલિન વાસનાઓનો ઉદય થાય ત્યારે ત્યારે અને તેટલી તેટલી એ મલિન વાસનાની વિરોધી શુભ વાસનાઓનો અભ્યાસ કરવો. ” (ધર્મવિચાર ૧, પૃ. ૧૦૯)
સમગ્ર ચર્ચાના અંતે સર્વેએ વિચાર તેમજ આચારમાં હંમેશ માટે સ્મરણમાં રાખવા જેવા કેટલાક સિદ્ધાંતો આનંદશંકર તારવી બતાવે છે : (ધર્મવિચાર ૧, પૃ. ૧૧૧) (૧) “ચિત્તપ્રસાદ એટલે કેવળ આનંદ નહિ, પણ નિર્મળતાજન્ય આનંદ. (૨) મલિન વાસનાઓનો ત્યાગ કર્મરહિત થવાથી થતો નથી, પણ તદિરોધી પવિત્ર
વાસનાનો ઉદય થવાથી થાય છે. (૩) આ પવિત્ર વાસના તે “મૈત્રી', “કરુણા’, ‘મુદિતા’, ‘ઉપેક્ષા', એ ચાર ભાવના તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org