________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૮૧
(૩) સ્વાર્થત્યાગમાં અભેદાનુભવ થઈ શકે છે. તેથી કર્તવ્યપરાયણ થવું એ તત્ત્વમસિ આદિ
વેદાંતના મહાવાક્યર્થના અનુભવને વિરોધી નથી, કિન્તુ અનુરોધી છે. મૈત્યાદિ ભાવના :
યોગવાસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠમુનિએ ધર્મભાવના અનુભવવા માટેનો સાધનાક્રમ બતાવ્યો છે. તેના ઉપર ચિંતન કરી આનંદશંકરે “મૈત્યાદિભાવના'એ નામે લેખ લખેલ છે. તેમાં કર્મત્યાગ પછી વાસનાના ત્યાગ વિષે આનંદશંકરે વિચાર્યું છે. યોગવાસિષ્ઠ રામાયણમાં નીચે પ્રમાણે સાધનાક્રમ દર્શાવેલો છેઃ (૧) બાહ્ય મલિન વાસનાનો ત્યાગ (૨) આંતર મલિન વાસનાનો ત્યાગ (૩) નિર્મળ વાસનાનું -મૈત્યાદિભાવનાઓનું ગ્રહણ (૪) વિચાર અને વિવેકરૂપી જ્ઞાનદશામાં એનો લાભ (૫) વિવેક-જ્ઞાનનો પરમાત્મસાક્ષાત્કારમાં એટલે “સમ’ અને ‘શેષ' (પ૨) પદાર્થના
વિજ્ઞાનમાં લય-સ્થિર સમાધિ
સાધનાક્રમની ઉપરોક્ત પાંચ કક્ષાઓમાંથી આનંદશંકર તૃતીય કક્ષાએ રહેલી મૈત્યાદિભાવના' કે જેની એક બાજુએ બાહ્ય અને આંતરવૈરાગ્ય, અને બીજી બાજુએ અપર અને પર જ્ઞાન રહેલાં છે તેનો વિચાર કરે છે. આ ત્રીજી ભૂમિકાને આનંદશંકર ઉપરોક્ત સાધનાક્રમનું નાભિસ્થાન માને છે, કારણકે આ કક્ષા જ તેમને મન એક તરફ વૈરાગ્યને રમણીય, રસમય અને સાર્થક બનાવે છે અને બીજી તરફ પરમાત્માના અપરોક્ષ જ્ઞાનને સુલભ અને યથાર્થ કરી આપે છે.
મહર્ષિ પતંજલી પણ “મૈત્રી', “કરુણા' આદિ ભાવનાના સદાચારને યોગના સાધન તરીકે સ્વીકારે છે. યોગસૂત્ર અનુસાર, “સુખ, દુઃખ, પુણ્ય અને પાપ વિષયક ક્રમે કરી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તપ્રસાદ થાય છે. અહીં ‘ચિત્તપ્રસાદ” એટલે ‘નિર્મળતાજન્ય આનંદ' એવો અર્થ કરી આનંદશંકર પતંજલિમુનિનો ઉપદેશ સ્પષ્ટ કરતાં કહે છે :
“સાધકે આન્તરાવલોકનથી નક્કી કરવાની બાબત એ છે કે જે આનંદ ઉત્પન્ન થયો છે તે નિર્મળ છે કે એમાં પરમાત્માથી ભિન્ન એવા કોઈ પણ મલિન પદાર્થની ગંધ રહી છે. આ દ્વિતીય પક્ષ સમજાય તો સાધકે વૃથા કૃતકૃત્યતાનો દંભ ન કરતાં આ સૂત્રમાં દર્શાવેલ માર્ગે પુનઃ પુનઃ પ્રવૃત્તિ કરવી, અર્થાત મૈચાદિભાવના આચરવી, જેથી ખરો ‘ચિત્તપ્રસાદ' નામ નિર્મળ આનંદ પ્રાપ્ત થશે એમ પતંજલિ મુનિનો ઉપદેશ છે.” (ધર્મવિચાર -૧ પૃ. ૧૦૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org