________________
૧૮૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આમ, જગત તરફ વૈરાગ્ય અને દયા તેમજ પરમાત્મા તરફ જ્ઞાનમય પ્રેમ અને શ્રદ્ધા એ ભાગવતજનની સ્વાભાવિક વૃત્તિઓ છે. આમ છતાં વૈરાગ્યભાવના એ જીવોની પરમાત્મ પ્રાપ્તિ માટે જીવોને અત્યંત આવશ્યક છે. આ સંદર્ભમાં આનંદશંકર કહે છે : “પ્રભુ પ્રત્યે પ્રેમ એ જ વૈરાગ્યનો ખરો અર્થ છે. આ પ્રેમ અને આર્તસ્વરે શરણાગતિ એ જ સંસારરૂપી “ગ્રાહના મુખમાંથી છૂટવાનું પરમ સાધન છે. પ્રેમ, શરણાગતિ એ હૃદયનો ભાવ છે, પણ પરિણામમાં એ મનુષ્યના સર્વ સ્વરૂપને વ્યાપી નાખે છે.” (ધર્મવિચાર ૧ – પૃ.૨૧૬)
આમ, સંસારનું મોહક સ્વરૂપ, એના અંતરમાં રહેલો “મૃત્યુ'રૂપી મહાભય, એ ભયમાંથી મુક્ત થવા માટેનાં સાધનોમાં પ્રભુની સંપૂર્ણ શરણાગતિથી પ્રેરાયેલો વૈરાગ્ય એ જ ધર્મવૃત્તિમાં અત્યંત અગત્યનું પ્રસ્થાન બિંદુ છે એમ આનંદશંકરના વિચારોમાંથી સ્પષ્ટ થાય છે. પ્રભુની સંપૂર્ણ શરણાગતિથી પ્રેરાયેલા વૈરાગ્ય સંદર્ભમાં આનંદશંકર લખે છે કે “હું જે જે કરું છું તે પરમાત્માની પ્રેરણાથી જ કરું છું, હું કરતો નથી પણ પરમાત્મા જ કરે છે, એમ જો શુદ્ધ ભાવનાથી માનવામાં આવે તો મનુષ્ય હૃદયમાંથી પાપ સમૂળ નાશ પામી પુણ્યવૃત્તિ સ્વાભાવિક અને સરળ રીતે પુષ્પમાંથી સુગંધ પ્રસરે છે તેમ-પ્રસરે એમાં સંદેહ નથી.” (ધર્મવિચાર ૧ – પૃ. ૨૨૧) જ્ઞાન અને કર્મની વિલક્ષણતાઃ
સરવરાશિ પાવંત એ જ્ઞાન આત્મામાં જેમ અધિક અધિક પ્રવેશ કરતું આવે છે તેમ આત્મા એ જ્ઞાનરૂપ થતો જાય છે. અને ક્રમે ક્રમે જ્ઞાન-અજ્ઞાનનું બાધક છે એ વૃત્તિનો પણ વિલય થઈ જઈ, અંતે જ્ઞાન જ સ્વયં એકલું પ્રકાશે છે. (ધર્મવિચાર -૧ પૃ. ૧૮૬)
આવા ભગવજૂજનમાં જ્ઞાન ઉપરાંત કર્મની આવશ્યકતા છે એમ દર્શાવી આનંદશંકર જ્ઞાનીના કર્મની વિલક્ષણતા દર્શાવે છે. “જે સર્વ ભૂતમાં ભગવત-આત્માને જુએ છે અને ભગવત-આત્મામાં સર્વ ભૂતને જુએ છે.” - આ વેદાંત સિદ્ધાંતને આનંદશંકર સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત તરીકે સ્વીકારે છે.
“આમ, મન, હૃદય અને ક્રિયા ત્રણે વડે ભૂતમાત્રમાં જે આત્મસ્વરૂપ ભગવાનનું દર્શન કરે છે તે જ ખરો - સંપૂર્ણ અર્થમાં ‘ભાગવત” એટલે ભગવર્જન છે.” (ધર્મવિચાર -૧ પૃ. ૧૯૩)
સર/વરાશ માવંત ને આનંદશંકર સર્વશ્રેષ્ઠ વેદાંત સિદ્ધાંત તરીકે સ્થાપિત કરે છે અને ત્રણ સિદ્ધાંતો ફલિત કરે છે : (ધર્મવિચાર :૧, પૃ. ૧૯૮). (૧) દષ્ટિ-એટલે જ્ઞાન-શબ્દના અર્થમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેનો સમાવેશ કરવાનો છે. (૨) તિરસ્કાર-હનનાદિ ક્રિયા, જે સાધારણ રીતે જોતાં પાપરૂપ છે, તેમાં પણ કર્તવ્યબુદ્ધિ
પ્રાપ્ત થતાં ભગવસાક્ષાત્કાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org