________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૭૭
નીતિઃ
ઈશ્વરનિષ્ઠાનું જેમ બુદ્ધિ અને હૃદયને અવલંબન રહે છે તેમ નીતિને પણ રહે છે. મનુષ્યની કર્તવ્યભાવના પણ બીજ તેમજ ફળ રૂપે ધર્મની અપેક્ષા રાખે છે. કર્તવ્યકર્મ કરવું જ જોઈએ એ વિધિ ક્યાંથી આવ્યો ? એવો પ્રશ્ન સ્વયં ઉપસ્થિત કરી આનંદશંકર તેના ઉત્તરમાં મનુષ્ય જીવનમાં ઉભવતી કર્તવ્યની ભાવનાનું શુદ્ધ સ્વરૂપ બતાવી આપે છે.
કર્તવ્ય કર્મ અંગેના વિધિ નિષેધો જન-સમાજમાંથી નથી ઉદ્ભવતા, કારણકે મહાપુરુષોના જીવનમાં જોવા મળતી ઉદાત કર્તવ્ય ભાવના જ એ બતાવે છે કે તે સામાન્ય જનસમાજમાંથી નથી ઉદ્ભવતી. વળી, વિધિનિષેધ જનસમાજમાંથી જ સિદ્ધ થતો હોય તો જનસમાજની ઉત્તરોત્તર વૃદ્ધિ જ ન સંભવે. પરંતુ જન-સમાજ સતત ઉન્નતિ તરફ જઈ રહ્યો છે. આ જનસમાજને ઉન્નત ભૂમિકાએ દોરવાનું કામ મહાપુરુષો કરે છે. મહાપુરુષોના અતંરમાં આવા વિધિનિષેધ પ્રેરનાર ચૈતન્યશક્તિ પરમાત્મા જ છે.
આમ, કર્તવ્યભાવનાને આનંદશંકર પ્રકૃતિજન્ય કે વ્યક્તિગત એ બેમાંથી એક પણ માનતા નથી. તેમજ જીવથી અત્યંત ભિન્ન એવો ઈશ્વર એ ભાવના ઉત્પન્ન કરે છે એમ કહી શકાતું નથી. તેથી આનંદશંકર કર્તવ્યભાવનાને વિલક્ષણ વિધિ કહે છે. મનુષ્ય જીવનમાં અનુભવાતી આવી વિલક્ષણ કર્તવ્યભાવનાનો ખુલાસો કરતાં આનંદશંકર કહે છે :
“આ વિલક્ષણતા એ કે કર્તવ્યભાવના વિધિરૂપ છે, ઈચ્છારૂપ નથી, છતાં પણ એ એક રાજાના હુકમ જેવો વિધિ નથી. એ વિધિ આચરવામાં આત્મા દબાણ અનુભવતો નથી પણ સ્વાતંત્ર્યનો આનંદ માણે છે, “હવે જ હું મારા ખરા તત્ત્વમાં આવ્યો’ એમ અનુભવે છે. અર્થાત્ જીવથી પર અને જીવમાં એવો કોઈક પદાર્થ આ ભાવના પ્રેરે છે. એ જ રીતે સમાજના ચાલતા નીતિનિયમો ઉપર મનન કરતાં એમાં પણ કેટલીક કર્તવ્યભાવના સિદ્ધ થયેલી છે તથા થવી બાકી રહે છે. પ્રકૃતિ પણ કર્તવ્યભાવના સિદ્ધ થવાનું સ્થાન છે. એટલું જ નહિ પણ એમાંથી પણ એ સંબંધે ઉપયોગી બોધ મળે છે. આ રીતે જેમાંથી એ ભાવનાનો અવતાર છે એ તત્ત્વ સર્વથા જીવ-સમાજ-પ્રકૃતિથી ભિન્ન નથી, પણ તરૂપ-તતથી પર છતાં તત્વ-રૂપ છે” (ધર્મવિચાર-૧,પૃ.૨૨૮)
ઈશ્વરનિષ્ઠાથી કર્તવ્યભાવનાના માર્ગે અનુસરણ કરનારી વ્યક્તિઓ ન્યાય-કર્તવ્યના માર્ગને પ્રાણાતે પણ છોડતા નથી. આવી વ્યક્તિઓના જીવનમાં તેમની આસપાસના વાતાવરણ સાથે સંઘર્ષ અનિવાર્ય થઈ પડે છે. આમ હોવા છતાં તેમની દૃષ્ટિ કર્તવ્યતાના માર્ગ ઉપર જ ઠરેલી હોય છે. સુખ-દુઃખ રૂપી પરિણામ ઉપર જરા પણ લક્ષ દેવાનું હોતું નથી. જો કે આનો અર્થ એવો નથી કે આનંદશંકરને મન કર્તવ્યપરાયણતાનો માર્ગ હંમેશાં અશાંતિથી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org