________________
૧૭૬
(૨)
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
માત્ર મનુષ્ય જ ધરાવે છે. તેથી જ આનંદશંકર દુઃખને ભૂતકાળની મલિનતાનું વિશોધન અને ભવિષ્યકાળની આત્મોન્નતિનો અરુણોદય માને છે. દુઃખ એ જીવનની સુટિત ઘટના છે એવી નિશ્ચયવાળી વ્યક્તિને મન સાંસારિક દુઃખ તે પરમાત્માની કૃપા સિવાય અન્ય રૂપે કદી પણ ભાસશે નહિ.
શુભવાસના અને શુભ આત્મબળને પરમાત્માના પ્રેમની બીજી નિશાની તરીકે આનંદશંકર સ્વીકારે છે. મનુષ્ય જીવનની ક્ષણેક્ષણ કર્તવ્યથી ભરેલી છે. એ કર્તવ્યો કરવા માટે શુભવાસના અને શુભ આત્મબળની અપેક્ષા છે. તે પરમાત્મામાંથી જ મનુષ્યને પ્રાપ્ત થાય છે એમ આનંદશંકર માને છે.
" एवं तं साधु कर्म कारयति यमुर्ध्वं निनीषते "
“જેને એ ઉચ્ચ ભૂમિકાએ લઈ જવા માગે છે તેની પાસે એ સારું કર્મ કરાવે છે” - અર્થાત્ સર્વ શુભ વાસનાઓ અને તજન્ય કર્મ સ્ફુરાવનાર પ્રભુ પોતે જ છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૫૨)
(૩) સર્વ જંતુઓ ઉપર પોતાપણાના ભાવને આનંદશંકર પરમાત્માના અનુગ્રહની ત્રીજી નિશાની ગણે છે. કોઈને પણ ઉપયોગી થવાનો ઉત્કટ ભાવ તેના હૃદયમાં રહે છે.
આ રીતે પરમાત્માપ્રેમની વિવિધ નિશાનીઓનું નિરૂપણ કરી આનંદશંકર પરમાત્માની ભક્તિની શક્તિને પ્રમાણે છે અને મનુષ્ય માત્રને તે પ્રેમના અધિકારી બનવા માટેનું આહ્વાન આપે છે.
પરમાત્માના પ્રિયપાત્ર કઈ રીતે થવાય એની સમજૂતી આનંદશંકર ‘દાસ્યભક્તિ’ (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય : ૯, પૃ. ૨૯૬) નામના વાર્તિકમાં આપે છે. તેઓ જણાવે છે કેઃ “મનુષ્ય પુષ્કળ પ્રેમ, પ્રયાસ અને ચતુરાઈથી આ સંસારને સુંદર બનાવવાનો છે અને પ્રભુને ચરણે ચઢાવવાનો છે. મારી જાતને હું શુદ્ધ અને સુંદર બનાવું અને પ્રભુને અર્પણ કરું-કારણકે એવું જ અર્પણ એ સ્વીકારે છે- એટલું પણ બસ નથી. મારી જાતને શુદ્ધ અને સુંદર બનાવવાની સાથે, આ સંસારને પણ હું શુદ્ધ અને સુંદર બનાવું એવી મારી અભિલાષા અને કૃતિ હોવી જોઈએ અને તે પણ પ્રભુને અર્થે જ. જેણે સંસાર સુધાર્યો એણે પ્રભુની સેવા કરી કારણ કે... (સંસા૨)એ તો નિર્મળ કાચના જેવો છે, જેને પર તત્ત્વનું પ્રતિબિંબ ઝીલતો કરવો અથવા જેની પાર પરતત્ત્વનું દર્શન કરવું એ આપણા હાથમાં છે. જે મનુષ્ય ‘સંસારમાં સરસો' રહીને જ, તેમાં ‘સરસો’ રહીને પણ ‘મન’ ‘મારી’ - પ૨માત્માની - ‘પાસ’ રાખે છે, તે જ જીવનનું પરમ અને સંપૂર્ણ પ્રયોજન સિદ્ધ કરે છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૮૩)
જ. -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org