________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૭૫
જીવન એ મનુષ્યનું ખરું જીવન જ નથી. ખરું જીવન આત્માનું છે અને આત્મા જ્યારે દીપી ઊઠે છે, ત્યારે ઈન્દ્રિયો પણ એના તેજથી સળગી ઊઠી, એ તેજના સ્ફલિંગરૂપ થઈ, આસપાસ વિસ્તરી રહેલા શ્યામ અંધારાને અનુભવગોચર કરે છે. વિના તેજે – નેત્રમાં પણ તેજ ન હોય તો-અંધારાનું અસ્તિત્વ સિદ્ધ થવું અશક્ય છે. એ જ પ્રમાણે, આત્માના કિરણ વિના આ સંસાર રજનીનું અંધારું છે એટલું પણ સમજવું અશક્ય છે : માટે જ કહેવાનું કે આ વસ્તુમાં અંધ પ્રાકૃત મતિને ન અનુસરતાં, પ્રદીપ્ત આત્માજયોતિઓનો અનુભવ પ્રમાણ માનો.” (ધર્મવિચાર – ૧,પૃ.૨૪૭) ભક્તિનું સામર્થ્ય:
Our little Systems have their day They have their day and cease to be : They are but broken lights of thee
And thou, my Lord, art more than they. તાત્પર્ય કે - “મનુષ્યના અલ્પવિચારો પરમાત્માના આમંત્યને વ્યાપી શકતા નથી. પોતપોતાનો સમય ભોગવી, આખરે એ વિચારો નાશ પામે છે. એ વિચારો તે પ્રભુનો ભાંગ્યો-તૂટ્યો પ્રકાશ માત્ર છે અને પ્રભુ પોતે એ સર્વ કરતાં અધિક છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૪૯) – અર્થાત્ મનુષ્ય બુદ્ધિ પરમાત્માનો પાર પામી શકતી નથી. પરમાત્મામાં સંપૂર્ણ શરણાગતિ એને જ આનંદશંકર પ્રેમ અથવા ભક્તિ કહે છે અને તે પ્રેમલક્ષણા ભક્તિને જ તેઓ જ્ઞાન તરીકે ઓળખાવે છે. પરમાત્મા છે એમ જેને નિશ્ચય છે તેવાના હૃદયમાં શૂન્યભક્તિની શૂન્યતાનો અવકાશ જ નથી. શંકરાચાર્યને અનુસરી આનંદશંકર આ વાત સ્પષ્ટ કરી આપે છે. નિર્ગુણની ભક્તિ સંભવતી નથી. નિર્ગુણ ગુણ થઈ ભક્તને પોષે છે. પરમાત્માનો અસીમ પ્રેમ ભક્ત તરફ સતત વહેતો હોય છે. પરંતુ તેની પ્રતીતિ દરેકને થતી નથી.પરમાત્માનો આવો પ્રેમ જે ભક્તિની શક્તિ છે તેને સમજાવતાં આનંદશંકર “સન્તો રે, મધટી મારૂં” એ પંક્તિનું વાર્તિક કરી પરમાત્મપ્રેમની નિશાનીઓનું નિરૂપણ કરે છે. (ધર્મવિચાર-૧,પૃ.૨૫૧ થી ૨૫૫) (૧) સાંસારિક દુઃખને આનંદશંકર પરમાત્માના મનુષ્ય ઉપરના પ્રેમની પહેલી નિશાની ગણે
છે. પરમાત્માની જેના પર કૃપા થાય છે તેના ઉપર જ એ દુઃખ નાખે છે તેવો તેમનો મત છે. જો કે દેહદમનમાં ધર્મ સમાયેલો છે એવું માનનારાઓની તપશ્ચર્યાને આનંદશંકર ખરી તપશ્ચર્યા માનતા નથી. તેઓ કહે છે: આપણા માટે પરમાત્માએ તપશ્ચર્યાનાં અસંખ્ય સાધનો સાંસારિક દુઃખરૂપે રચી મૂક્યાં છે, એનો અનુભવ કરી પવિત્ર થવું, એ દુઃખની ‘તપ્તમુદ્રા' લઈ પરમાત્માના સાંનિધ્યમાં જવું એ મનુષ્યનો મનુષ્ય તરીકે પરમ ધર્મ અને અધિકાર છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૫૧) દુઃખોનો અર્થ કરી તેનું પ્રયોજન સમજીને પછી દુઃખો ભોગવી પવિત્ર થવાની ક્ષમતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org