________________
૧૭૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
સભર બને તેને જ આનંદશંકર જીવાત્માની ઉચ્ચતમ અને અંતિમ લક્ષ્ય-પ્રાપ્તિ માને છે. આવી પ્રાપ્તિમાં જ આનંદશંકર ધર્મભાવનાની સાર્થકતા જોઈ છે. પ્રકૃતિ-પુરુષમાં પરમાત્મદર્શન અંગે આનંદશંકર નીચે મુજબના વિચારો વ્યક્ત કરે છે: (ધર્મવિચાર ૧, પૃ.૨૨૨) (૧) પરમાત્મા છે અને તે પ્રકૃતિ -સૃષ્ટિ રચીને પછી દૂર જઈ બેઠેલો નથી. તેમ જ વખતો
વખત પ્રકૃતિના કાર્યમાં યથેચ્છ ફેરફાર કરવા વચ્ચે પડે છે એમ પણ નથી. સમસ્ત બ્રહ્માંડ પરમાત્માનું કાવ્ય છે, એમાં એનું પ્રતિક્ષણ સ્વરૂપે પ્રગટ થાય છે અને જેમ જેમ એ કાવ્યના અર્થો અનુભવગોચર થતા જાય છે તેમ તેમ એનો દિવ્ય મહિમા પ્રત્યક્ષ
થતો આવે છે. (૨).
પ્રકૃતિ-જડપ્રકૃતિ-એ પરમાત્માની “અપરા પ્રકૃતિ છે અને જીવાત્મા એ એની “પરા’ કહેતાં ચઢિયાતી પ્રકૃતિ છે, પણ એ ઉત્કૃષ્ટતાની સાથે જ જવાબદારી પણ આવે છે. જે ભાર પોતે પોતાની મેળે સહન કરી શકે એમ નથી, ત્યાં પરમાત્માના આશ્રયની જરૂર પડે છે. એ આશ્રય પરમાત્મા બહાર રહી આપી શકે નહિ. બહાર (વિષયભૂત) હોવું એ તો જડ (દશ્ય)નો ધર્મ છે. હું તમારા આત્માને વિષય કરતો નથી, કારણકે વિષયતા તે આત્મત્વથી વિરુદ્ધ છે. (હું તો માત્ર તમારા આત્માની બહારની છાયાને જ જ્ઞાનગોચર કરું છું. એટલે બહાર-વિષયભૂત – હોવું એ જડનો ધર્મ છે એ સિદ્ધાંત અબાધિત રહે છે.) ત્યારે એ આશ્રય પરમાત્મા આંતર રહીને જ આપે અને આંતર હોવું એ ખરું જોતાં આત્મભૂત હોવું એમ છે. જે જે આત્મભૂત નથી તે બહાર જ છે. આ અર્થમાં પરમાત્મા જીવાત્મનો આત્મા છે, નહિ કે ઘણીવાર માની લેવાય છે તેમ જીવાત્મા તે જ પરમાત્મા. આ સિદ્ધાંત શંકરાચાર્યનો ન દેખાતાં રામાનુજાચાર્યના જેવો દેખાય છે. પરંતુ વસ્તુતઃ અહિ શાંકરસિદ્ધાંત જ રહેલો છે. તેની સ્પષ્ટતા કરતાં આનંદશંકર કહે છે કે, “પરમાત્મા જીવાત્માનો આત્મા છે અને આત્મા એ આત્મા હોવાના કારણથી જ તત્ત્વભૂત હોઈ સત્ય પદાર્થ ગણાવા યોગ્ય છે, એટલે પરમાત્મા એ જ સત્ય છે, અને જીવાત્મા મિથ્યા છે. - માટે છેવટે, જીવાત્મા
પોતે કાંઈ જ નથી, જીવાત્મા એ પરમાત્મા જ છે એમ આવી રહે છે.” (૩) આ રીતે સમસ્ત વિશ્વ પ્રકૃતિ ને પુરુષ ઊભાયાત્મક પરમાત્માનું -પરમાત્મરૂપ સિદ્ધ થઈ
શકે છે. અહીં ‘પરમાત્મા’ એ શબ્દનો વાસ્તવિક અર્થ ‘પરમાત્મારૂપ થાય છે. કારણકે એનું તે એનાથી ભિન્ન રમકડાં જેવું નથી. આ રીતે સગુણમાંથી નિર્ગુણ સમજી લેવાનું છે.
જયાં સુધી આવું પરમાત્મસ્વરૂપ અનુભવાયું ન હોય ત્યાં સુધી સંસારને કેવા સ્વરૂપે સમજવો ? આ પ્રશ્નના સંદર્ભમાં ‘હિંડોળો' નામના વાર્તિકમાં – ‘ડ્રગનાથ કુંતાવું સારી રન ' એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org