________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૭૧
આવશ્યક છે. તેમ છતાં આનંદશંકર બુદ્ધિનો વિશેષ આદર કરે છે. લાગણી અને ક્રિયા તો મનુષ્ય અને બીજા પ્રાણીઓમાં સમાન છે. બુદ્ધિ જ તેનો વિશેષ ધર્મ છે. તેની બુદ્ધિના વિકાસમાં જ મનુષ્યત્વનો વિકાસ છે ) બુદ્ધિથી જ તેનામાં ધર્મબુદ્ધિ અને તત્ત્વચિંતન વિકસે છે. આનંદશંકર જ્ઞાન અને બુદ્ધિને વિશેષ મહત્ત્વ આપે છે. આમ છતાં તેઓ ભક્તિના સ્થાનને અવગણતા નથી. તેઓ માને છે કે “પ્રપત્તિયોગથી અજ્ઞાનના આવરણનો ભંગ થઈ જતાં જ્ઞાન સિદ્ધ થાય અને એનો વ્યવહારિક જીવનમાં પ્રવેશ થાય તેનું નામ બ્રાહ્મી સ્થિતિ. ભક્તિનાં મૂળ અને પ્રેરણા પણ આધ્યાત્મિક અભેદમાં જ રહેલા છે.” (હિંદુદર્શન - પ્રાકથન, પૃ. VIII )
આમ, આનંદશંકરના મતે ધર્મ એ વિચારરૂપ, કર્તવ્યરૂપ કે હૃદયના ભાવરૂપ જ નથી, પણ એ ત્રણેયનો અદ્ભુત સંગ્રહ છે. મતલબ કે જ્ઞાન, ભક્તિ અને કર્મના વિલક્ષણ સમન્વયથી ધર્મભાવનાનો અનુભવ વ્યવહાર કરતાં કરતાં વિકસાવવાનો છે. તેમના મતે પરમાત્માનું જ્ઞાન એ આગંતુક નથી. એ તો અંતરમાં જ છે. એને માત્ર અનુભવવાનું જ છે. આ દષ્ટિએ આનંદશંકરની ધર્મભાવના અધ્યાત્મ ભાવના છે. (આનંદશંકર ધ્રુવની ધર્મભાવના, પૃ. ૧૪૩) જ્ઞાન :
જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અંગેની અને તેમના પરસ્પર સંબંધ અંગેની કેટલીક મૂળભૂત માન્યતાઓ દરેક ધર્મમાં અનિવાર્ય હોય છે. આ માન્યતાઓનો પ્રાથમિક આધાર શ્રદ્ધાનું તત્ત્વ હોય છે. પણ માણસ બુદ્ધિમાન અને તર્કપ્રિય પ્રાણી હોઈ તે આ માન્યતાઓની બુદ્ધિથી ચકાસણી કરવાની પણ ઈચ્છા સેવે છે. તેથી દરેક ધર્મમાં જ્ઞાનનું શ્રવણ, મનન, નિદિધ્યાસન અને અંતે સાક્ષાત્કાર કરવાનો દરેક મુમુક્ષુ પ્રયત્ન કરતો હોય છે. આમ, જ્ઞાન એ ધર્મનું અવિભાજય અંગ છે.
શ્રી મણિલાલ દ્વિવેદી ‘સિદ્ધાંતસાર'માં જ્ઞાન અને ભક્તિ -અભેદ અને પ્રેમ - વિષે લખે છેઃ “જ્ઞાન વિના ભક્તિ અંધ રહે છે, ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે. જે જાણવું તે જ ભજવું, જાણ્યા વિના ભજાય નહિ, ને ભજ્યા વિના જાણવું કહેવાય નહિ. વેદાંતનું જે અપરોક્ષ જ્ઞાન તે જ ભક્તિ છે, ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરાભક્તિ તે જ અપરોક્ષ જ્ઞાન છે.” (સિદ્ધાંતસાર, પૃ. ૧૮૩)
મણિલાલની આ વાત આનંદશંકર સ્વીકારે છે. “પ્રેમલક્ષણા ભક્તિ તે જ “જ્ઞાન” અને અપરોક્ષ “જ્ઞાન” તે જ “ભક્તિ” એવો વિચાર આનંદશંકર સ્વીકારે છે. પ્રકૃતિ પુરુષનો વિવેક એ આપણા ત્યાં અપરોક્ષજ્ઞાન તરીકે સ્વીકારાયો છે. “એક અજવાળી રાત્રિ' (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય : ૬, પૃ. ૨૯૪) એ નામના તેમના વાર્તિકમાં આનંદશંકર પ્રકૃતિ - પુરુષમાં પરમાત્મદર્શન શી રીતે થઈ શકે છે અને તે કેવા સ્વરૂપમાં થઈ શકે છે તેની ચર્ચા કરે છે. જીવાત્મા પરમાત્માથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org