________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૭૩
કાવ્યપંક્તિનો અર્થફુટ કરતાં આનંદશંકર સંસારમાં રહીને જ પરમાત્મભાવની અનુભૂતિ કેવી રીતે કરવી તેનું વિવરણ કરે છે. (ધર્મવિચાર-૧, પૃ. ૨૪૮) (૧) સંસાર એ પરમાર્થ સત્ય નથી એ વાત સંસારના સઘળા વ્યવહારો વચ્ચે રહીને પણ
ભૂલવી નહિ. (૨) સંસાર પરમાર્થ સત્ય નથી એટલું જ સમયે બસ નથી. સંસારમાં પણ પરમાત્માનો
વાસ છે એ જાણવાનું છે. વેદાંતની પરિભાષામાં ચોતરફ માયા વિસ્તરી રહી છે એટલું જ નહિ, પણ એ માયામાં બ્રહ્મનો અનુપ્રવેશ છે; અને એથી જ માયા પણ છે એટલા
અસ્તિત્વવાચક શબ્દની અધિકારિણી બને છે. (૩) સર્વત્ર પરમાત્માનો વાસ છે એવું પરોક્ષ જ્ઞાન પણ બસ નથી. પરમાત્માને પોતાની
પાસે લેવાનું મન હોવું જોઈએ. સંસાર બહાર ઊડીને પરમાત્માને ખોળવા જવાનું નથી. પરમાત્માને આપણી પાસે લેવાનો છે, અનુભવવાનો છે. પરમાત્મા સંસારની બહાર હોય, તો ઊડવાની જરૂર રહે, જે “પ્રાણનો પણ પ્રાણ છે' એવો નિકટ છે, એની શોધ માટે બહાર શું કરવા ઊડવું પડે ? જયાં જુઓ ત્યાં એ છે, સંસારમાં પણ એ છે. માટે આ કહેવાતા સંસારમાં પણ જયાં ત્યાં એને જ “ઝુલાવ્યા કરો'– આપણે સર્વ સાથે રહીને ઝુલાવીએ અને કૃતકૃત્ય
થઈએ.”
આમ,ધર્મના સત્યો જાણવા માટે સંસારને છોડવો જ પડે એવું આનંદશંકર માનતા નથી. કહેવાતા સંસારના સંઘર્ષોની વચ્ચે પણ પરમાત્માના સાક્ષાત્કારની તીવ્ર અભિલાષા હોય તો વ્યક્તિ તેના સુધી પહોંચી શકે છે. મનુષ્યના હૃદયમાં સતત ચાલી રહેલા સંઘર્ષોની વચ્ચે સાચી ધાર્મિકતાવાળો મનુષ્ય પરમાત્મા પ્રાપ્તિની ઝંખના માટે કેવી સ્થિતિ અનુભવે છે એનું સુંદર આલેખન આનંદશંકરે ‘ખાંડાની ધાર' (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય: ૭, પૃ. ૨૯૫) નામના વાર્તિકમાં કર્યું છે.
જો પરમાત્મા મેળવવો હોય તો એ મેળવવાનો દઢ નિશ્ચય જોઈએ. એ નિશ્ચય કાંઈ મગજના વિચાર માત્રથી ઊપજતો નથી. સમગ્ર આત્માએ ઊછળી ઊડવું જોઈએ, હનુમાનજી સૂર્ય તરફ ઊડ્યા હતા એટલા વેગે. કવિઓ કહે છે કે સમુદ્ર તળિયે પડેલી છીપને વર્ષાબિંદુનું મોતી ઝીલવાનું મન થાય છે ત્યારે તે ક્યાંથી ઊપડી ક્યાં સુધી પહોંચે છે ! એમ જે જીવાત્મારૂપી છીપને પરમાત્મારૂપી મોતી અંતરમાં ઝીલવું છે એને તો પૂરેપૂરો વેગ લાગવો જોઈએ અને સદુપદેશ માટે એણે અંતર ખુલ્લું રાખી બેસવું જોઈએ. એમ કરવામાં આવે તો પરમાત્મારૂપી મોતી અંતરમાં જામ્યા વિના નહિ રહે. એ મોતીની જેને કિંમત છે એની દષ્ટિએ ગૈલોક્યનો ખજાનો પણ એક કોડી સમાન છે.” (ધર્મવિચાર-૧,પૃ.૨૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org