________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૬૫
વર:' (મુંડકોપનિષદ ૧-૨-૭) “આ યજ્ઞરૂપી હોડીઓ ડૂબાડે એવી છે' એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.
એક તરફ જ્ઞાનધર્મ પ્રધાન ઉપનિષદ પશુહોમને નિંદ્ય ઠેરવતા હતા તો બીજી તરફ ભક્તિપ્રધાન ભાગવત ધર્મનું પણ આ જ કાર્ય રહ્યું હતું. હિંસાત્મક યજ્ઞ સામે ભાગવતધર્મનો વિરોધ મહાભારતના નારાયણ પર્વમાં સારી રીતે જણાય છે.
ઉપનિષદ અને ભાગવતના પશુહોમના નિષેધને સફળ કરવામાં પંચમહાયજ્ઞના વિધિનો વિશેષ ફાળો રહેલો છે . વેદના બ્રાહ્મણ ભાગના અથવા તો તે કરતાં પણ કદાચ પૂર્વના કાળથી ચાલતા આવેલા પંચમહાયજ્ઞના ધર્મમાં અહિંસાને પ્રથમ સ્થાન આપેલું છે અને એ પંચયજ્ઞ બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ સર્વેએ એકસરખી રીતે સ્વીકારેલા છે. લગભગ એક જ શબ્દોમાં એનું પ્રતિપાદન આ ત્રણે પરંપરાઓમાં જોવા મળે છે. આ પંચમહાયજ્ઞના ધર્મની પ્રજાજીવન પરની અસરને વર્ણવતા આનંદશંકર લખે છે કે :
અહિંસાધર્મની ભાવનાએ પ્રજાના શ્રૌત યજ્ઞ ઉપર ઘણી અસર કરી. વર્ષને જુદે જુદે ઋતુસંધિને કાળે શ્રુતિમાં જે યજ્ઞો કરવાના કહ્યા હતા તેમાં બહુ ભાગે પશુનું બલિદાન આપવામાં આવતું – એને સ્થાને ધાન્યનો પ્રયોગ દાખલ થયો – અને શ્રૌત્ર યજ્ઞોએ ધીમે ધીમે, કાળ, જતા, સ્માર્ત ઉત્સવોનું રૂપ લીધું.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૧૦)
આમ, ઉપનિષદ, ભાગવત અને પંચમહાયજ્ઞના ધર્મે અહિંસા ધર્મને વિસ્તાર્યો. પરંતુ આ માર્ગમાં સૌથી મહત્ત્વનો પ્રયાસ મહાવીર સ્વામી અને ગૌતમબુદ્ધના ઉપદેશોમાં જોવા મળે છે.
અહિંસાધર્મ બ્રાહ્મણ અને જૈન બંનેનો છે. જૈનોની વિશેષતા એ છે કે જૈનોએ એને સંપૂર્ણ જીવનમાં ઉતાર્યો છે, તો બ્રાહ્મણો તેને ધર્મભાવના તરીકે માન્ય કરી શક્યા છે, પણ તેને સંપૂર્ણ અમલમાં લાવી શક્યા નથી. તેથી હવે બ્રાહ્મણોની ફરજ છે કે તેઓએ જૈનો સાથે મળી એ ધર્મનો જીવનમાં સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૧૨)
આ સાથે અહિંસાપાલનનાં કેટલાંક વ્યવહારુ સૂચનો કરી આનંદશંકર સારરૂપ મુદ્દા તારવતાં લખે છે: (ધર્મવિચાર-૧, પૃ. ૬૧૫, ૬૧૬) (૧) “અહિંસા લાભકારક છે, પણ લાભકારી હો વા ન હો, એ વાણિજ્ય નથી, ધર્મ છે.” (૨) “હિંદુસ્તાનમાં - જેમ હાલ તેમ પ્રાચીનકાળમાં અહિંસાધર્મ પૂરેપૂરો પળાયો નથી એ
ખરું, પણ તેમાં કારણરૂપ કેટલીક ઐતિહાસિક અને અનિવાર્ય માનસિક સ્થિતિ છે. આર્ય, અનાર્ય સર્વ ધર્મ એક જ ધર્મરચનામાં સંગ્રહવા એ સહેલું ન હતું. તેમ દેવ અને પિતૃઓ રખેને નારાજ થશે એ ભયથી કેટલાક અતિ પ્રાચીન રિવાજો, અહિંસાધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org