________________
૧૬૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
છે, વા જૂનાં સૂત્ર ભેગાં નવાં સૂત્ર મુકાયાં છે, અને સ્વાધ્યાય માટે એક શાખાના સૂત્ર સ્વીકારવાનો અન્ય સ્મૃતિ પ્રમાણે આચાર ચાલ્યો છે.” (ધર્મવિચાર-૧, ૬૦૩)
હિંદુસ્તાનનો પ્રાચીન ઈતિહાસ જોતાં ઋગ્વદમંત્રોમાં આપણને એનાં બીજ જોવા મળે છે. તે વખતની સ્થિતિ આહારમાં અને દેવતારાધનમાં મિશ્ર પ્રકારની દેખાય છે. અગણિત સૂક્તોમાં દેવને દૂધ અને ઘીની આહુતિઓ અપાય છે. પણ થોડેક સ્થળે માંસનું બલિદાન પણ વાંચીએ છીએ. ગાયને માટે એક ‘ગવા' (ઋગ્વદ-પર્જન્યસૂક્તઃ ૫-૮-૯, મંત્ર ૮) શબ્દ છે. તેનો અર્થ ‘હનન કરવા યોગ્ય નહિ એવો થાય છે. પણ એમાં રહેલો નિષેધ જ એનાથી ઊલટી સ્થિતિ કોઈ કોઈ સ્થળે પ્રવર્તતી હશે એમ પણ સાક્ષી પૂરે છે. વેદના બ્રાહ્મણ ભાગમાં પશુયાગ એવા વિગતવાર વર્ણવેલા છે કે એ વાક્યોનો અન્ય અર્થ કલ્પી એના અસ્તિત્વ ઉપર ઢાંકપિછોડો નાખવો શક્ય નથી એમ આનંદશંકર સ્વીકારે છે. આપણે ત્યાં કેટલાક વિદ્વાનોએ આવો પ્રયાસ કર્યો છે. (વૈદિક વિશ્વદર્શન – પૃ.૧૯૦ થી ૨૦૨) તે કોઈ પણ રીતે ઉચિત નથી. અલબત્ત એ પણ સ્વીકારવું જોઈએ કે એ સમયમાં હિંદુસ્તાનની વિવિધ પ્રજામાં ધાન્યાહારી વર્ગ ધીમે ધીમે પ્રબળ થતો જોઈ શકાય છે.
ઐતરેયબ્રાહ્મણમાં જેમ એક તરફ પ્રાચીન હરિશ્ચંદ્ર રાજાના પુત્ર રોહિતનું અને એને સ્થાને શુનઃશેપનું બલિદાન આપવાની કથા એ બ્રાહ્મણ કરતાં બહુ વધારે પ્રાચીન કથા નોંધાયેલી છે, તેમ બીજી તરફ એ કથાના વર્ણનની ઢબમાં જ એ જાતના બલિદાનની નિંદા સુચવાય છે. એ જ ગ્રંથમાં બીજા સ્થળે પશુહોમમાંથી કાલક્રમે ધાન્યહોમ શી રીતે પ્રગટ થયો તેની હકીકત આપી છે. તેમાં એક હોમને ઠેકાણે બીજો હોમ શી રીતે દાખલ થયો તેની સંક્રાંતિની રીત પણ બતાવી છે. જે ઉચ્ચતર ધર્મભાવના જન્મી તેણે પશુહોમનું મન મનામણું કરી એને સ્થાને ધાન્યહોમને સ્થાપી દીધો. અર્થાત ધાન્યમાં જ પશુની કલ્પના કરીને જૂના ધર્મ સાથે દેખીતો સંબંધ રાખી વસ્તુતઃ નવો ધર્મ પ્રચલિત કર્યો છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૦૫)
મનુસ્મૃતિનો નિર્ણય પણ આનંદશંકરના મતે સામાન્યતઃ માંસાહારની વિરુદ્ધ તેમ જ શ્રાદ્ધમાં એની તરફ અને વિચારશીલ જ્ઞાનમાર્ગીને માટે વિરુદ્ધ છે. પણ એમાં છેવટના સિદ્ધાંત પરત્વે સ્થિતિ એ જણાય છે કે ઋતિકારનો નિર્ણય માંસાહારની વિરુદ્ધ છે. આ સંદર્ભમાં
માંસ પક્ષને ટોપ' (મનુસ્મૃતિ અ-૫. શ્લોક-પ૩) માંસ ભક્ષણમાં કોઈ દોષ નથી' – એ મનુસ્મૃતિના વાક્યનું તાત્પર્ય ફુટ કરતાં આનંદશંકર કહે છે : “આ વાક્યનો અર્થ જરા ઝીણવટથી સમજવાનો છે. એ વાક્યમાં ઋતિકારનું તાત્પર્ય નૈતિક (Moral) દષ્ટિએ માંસ ભક્ષણનો બચાવ કરવાનું નથી, પણ પ્રાકૃત (Natural) દૃષ્ટિએ સ્વભાવસિદ્ધ પ્રાણી ધર્મ છે એટલું જ બતાવવાનું છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૬૦૫)
ઉપનિષદમાં પણ યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરવામાં આવી છે. “તૂવા હેતે અદ્રતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org