________________
આનંદશંકરનું ધર્મચિંતન
મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાથી જ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે તે જ સાચી બોધિ સ્થિતિ છે. ટૂંકમાં વૃત્તિ જય કે સમ્યક્ચારિત્ર્ય અને આત્માની વિશાળતા એ આ ત્રણેય પરંપરાનું પાયાનું સૂત્ર છે. જે સૂત્રમાં આ ત્રણે ધર્મોના વ્યવહારો પરોવાયેલા છે. બ્રહ્મની વિશાળતા, અહિંસાવૃત્તિ અને પ્રજ્ઞા આ ત્રણે વાસ્તવમાં તો આત્માની વિશાળતાને જ ઈંગિત કરે છે. બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ વાસ્તવમાં તો એક જ સનાતન ધર્મને સંબોધતી જીવન રીતિ છે.
અહિંસાવિચાર :
Civilization (સંસ્કૃતિ) નો વિકાસ એ Psychology (માનસદૃષ્ટિ) ના વિકાસની સાથે સાથે જ ચાલે છે. સુધારાના આદિ યુગમાં સર્વ પ્રજામાં માંસાહાર અને માંસ વડે દેવતારાધન થતા એ સુપ્રસિદ્ધ છે. આપણા દેશમાં આ વિષયમાં પૂર્વે શી સ્થિતિ હતી અને એમાંથી વર્તમાન સ્થિતિ શી રીતે નિષ્પન્ન થઈ એ જાણવા જેવું છે. એ યથાર્થ રીતે જાણવા સમજવાથી બ્રાહ્મણો અને જૈનો વચ્ચેનો કહેવાતો મતભેદ અને આચાર ભેદ યથાર્થ સ્વરૂપે સમજવામાં આવશે અને દુરાગ્રહ અને મિથ્યાગ્રહ મટી આખી હિન્દી પ્રજા (હિન્દ નિવાસી પ્રજા) એકરસ જીવન અનુભવશે એવો આનંદશંકરનો નિર્ણય છે. આ સંદર્ભમાં ઐતિહાસિક પદ્ધતિએ વૈદિક ધર્મમાં અહિંસા વિચારની આનંદશંકરે સમીક્ષાત્મક તપાસ કરી છે.
૧૬૩
વૈદિકધર્મમાં ઉપનિષદ, ભાગવત અને પંચમહાયજ્ઞમાં ખાસ કરીને અહિંસા વિચાર વિસ્તરતો જોઈ શકાય છે. જો કે આ વિચારમાં સૌથી મોટું પ્રદાન મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધના ઉપદેશમાં રહેલું છે એમ પણ આનંદશંકર સ્વીકારે છે.
પ્રાચીન ભારતના ઈતિહાસ ઉપર દૃષ્ટિ નાખતાં આનંદશંકર આપણી ઇતિહાસ રચનાની પદ્ધતિની ખામી દર્શાવી આપે છે. કેટલાક પ્રાચીન ગ્રંથ લઈ, એનો કાલક્રમ ગોઠવી, તેમાં રહેલા પૌર્વાપર્ય પ્રમાણે એમાં વર્ણવેલી વસ્તુસ્થિતિનું પૌર્વાપર્ય માનવું એને આનંદશંકર ઇતિહાસ નિરૂપણની યોગ્ય પદ્ધતિ માનતા નથી. કારણકે એમાં કેટલીક વાર પાછળના ગ્રંથોમાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રંથો કરતાં પણ પૂર્વતર હોય છે. અમુક ગ્રંથોમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીક વાર હોતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે. એક જ ગ્રંથમાં એકબીજાથી ઊલટાં પ્રતિપાદન પણ જોવામાં આવે છે. જો કે આવી વિષમતા ઉત્પન્ન થવાનાં કારણો આપતાં આનંદશંકર કહે છે :
“હિંદુસ્તાન મોટો દેશ હોઈ એમાં ઊંચી નીચી ભૂમિકાનો સુધારો એકી વખતે જુદા જુદા ભાગમાં પ્રવર્તો છે, આર્ય અને અનાર્ય બંને લોકોને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં એક જ સ્મૃતિગ્રંથમાં બંનેના રીતરિવાજો સંગ્રહવા પડ્યા છે. વળી એક જ ગોત્ર યા શાખાના રીતરિવાજ હંમેશા એકના એક રહ્યા નથી, રીતિરવાજ બદલાયા છતાં મૂળ સૂત્ર કાયમ રહ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org