________________
૧૬૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
વિસ્તર્યો છતાં પણ, સામાન્ય જનસમાજમાં ચાલુ રહ્યા. ઉચ્ચ સંસ્કારી જનોના આચારમાંથી એ ધીમે ધીમે નીકળી ગયા. આ વાસ્તવિક ઐતિહાસિક સ્થિતિ છે. પણ એમાં હિંદુધર્મનું લક્ષ્ય તો હંમેશાં અહિંસા તરફ જ રહ્યું છે અને પૃથ્વી ઉપર અહિંસા ધર્મનું સૌથી વધારેમાં વધારે પિરપાલન કરનાર દેશ તે હિંદુસ્તાન છે.”
(૩) “અહિંસાધર્મ એ માત્ર હૃદયની વૃત્તિ નથી, પણ મગજની યોજના અને હાથની ક્રિયા છે : માટે દેશકાળને અનુસરી પ્રજાના કોઈપણ વર્ગની લાગણી દુઃખાય નહિ એ રીતે, તથા અનુકૂળતાનો પૂરેપૂરો ઉપયોગ કરીને એટલે કે સરકારની તેમજ પ્રજાના સર્વ વર્ગની મદદ મેળવીને - એ ધર્મને આપણા વ્યવહારમાં મૂર્તિમંત કરવો જોઈએ.’ અહિંસા ધર્મ અંગેના આનંદશંકરના ઉપરોક્ત સારરૂપ સૂચનો આજે પણ હિંદુસ્તાનને પથદર્શક બની શકે તેવા છે એ નિર્વિવાદ હકીકત છે.
ઈશ્વરીય જ્ઞાન :
સર્વ ઈન્દ્રિયગોચર લૌકિક ધર્મ એક ઈન્દ્રિયાતીત અલૌકિક ધર્મના આવિર્ભાવો છે એમ પ્રતિપાદિત કર્યું છે. દરેક ધર્મમાં ઈશ્વર સંબંધી જ્ઞાન અનેક રૂપે પ્રગટ થયેલું છે. જે પરમાત્મા યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મમાં એક સંખ્યાથી નિર્દિષ્ટ થયો છે એ જ હિંદુ વૈદિક ધર્મમાં અનેકમાં એક રૂપે મનાય છે.
પરમાત્મા જગત બનાવીને આઘો રહ્યો નથી, પણ જગત દ્વારા તેમજ સાક્ષાત્ એમ ઉભય રીતે મનુજ આત્મા (જીવ) સાથે એ નિત્ય સંબંધથી જોડાયેલો છે. તે અનુસાર જે આચાર વિચાર કરવામાં આવે છે તેને જ આનંદશંકર ‘ધર્મ’ કહે છે. દરેક ધર્મમાં પરમાત્માના જીવ સાથેના નિત્ય સંબંધને જુદા જુદા સ્વરૂપે કલ્પવામાં આવ્યો છે. જેમ કે, રાજા-પ્રજાનો સંબંધ, પિતા-પુત્રનો, મિત્ર-મિત્રનો, સેવ્ય-સેવકનો કે પતિ-પત્નીનો કે અનન્યતાનો કે એથી કોઈ જુદા જ પ્રકારનો. આ અંગે વિવિધ ધર્મોમાં અનેક મતમતાંતરો જોવા મળે છે, જે પરસ્પરના વિવાદોનું કારણ બને છે. પરંતુ પરમાત્મા અને આપણી વચ્ચે કોઈ એક જાતનો સંબંધ છે, એમાં તો સહુ એક મત છે.
સ્પેન્સર જેવા ‘અજ્ઞેયવાદી’ઓ પણ એને ‘અજ્ઞેય' છે એટલું કહેવા પૂરતો પણ મનુષ્ય આત્માના જ્ઞાનનો વિષય બનાવે છે. અને અજ્ઞેય પદાર્થ પોતાના અસ્તિત્વ માત્રથી પણ મનુજ હૃદયમાં જેવા ભાવ ભરી શકે તેવા ભાવ ‘ધર્મ’ શબ્દના અર્થમાં સ્વીકારવા પડે છે.
કેવલાદ્વૈતીઓ પણ ‘નૈતિ નૈતિ’ મહાવાક્ય દ્વારા જીવનો બ્રહ્મ સાથે અનન્ય સંબંધ સ્વીકારે છે અને એ અનન્ય સંબંધમાં જે પ્રકારની ધાર્મિકતા રહેલી છે તેવી સિદ્ધ કરવા એ પણ ઇચ્છે છે. આ અનન્યભાવથી જુદા એવા રાજ-પ્રજા કે પિતા-પુત્ર વગેરે જે સંબંધથી જીવાત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org