________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૬૧
વિવિધ ધર્મોનો અભ્યાસ કરી તેમનામાં કૃત્રિમ એકતા લાવવાના પ્રયત્નને આનંદશંકર અયોગ્ય લેખે છે.
સર્વધર્મની એકતામાં વિવિધ ધર્મોનું આગવાપણું સમજી પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા લક્ષમાં લઈ અમુક અમુક દષ્ટિબિંદુથી વિવિધ ધર્મની એકતા સાધવામાં આવે તે જ આનંદશંકરને મન યથાર્થ એકતા છે.
ભારતના ધાર્મિક ઈતિહાસના સંદર્ભમાં આપણા દેશમાં હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન એવા ભેદ પાડવામાં આવે છે તેને આનંદશંકર અવાસ્તવિક ગણે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ એમના આરંભના વિદ્યાકાળમાં આપણા ઇતિહાસની જે કલ્પના આપણને બાંધી આપી હતી તે ઘણા વર્ષો સુધી સ્વીકાર્ય બની રહી. પરંતુ હવે નવા સંદર્ભમાં પશ્ચિમના અને પૂર્વના ઘણા વિદ્વાનો માને છે કે, આપણા દેશમાં વિવિધ ધર્મના કાલિક, ક્રમવાર પરસ્પર ભિન્ન તબક્કા નથી એટલે કે પ્રથમ વેદની સંહિતાનો ધર્મ, તે પછી બ્રાહ્મણોનો અને તે પછી અરણ્યકો અને ઉપનિષદોનો અને તે પછી જૈન અને બૌદ્ધોનો ધર્મ એવા સમયાનુક્રમમાં આનંદશંકર આપણા ધર્મોને સ્વીકારતા નથી. તે તે ધર્મના ગ્રંથોમાં જે જે સાચવવામાં આવ્યું છે તે ઉપરાંત તે જ કાળમાં બીજું ઘણું બહાર વિસ્તરેલું હતું જેનો તે ગ્રંથોમાં સમાવેશ નથી. તેથી તે તે ગ્રંથોના કાલક્રમને આધારે વસ્તુનો કાલક્રમ નિશ્ચિત કરવાના પ્રયત્નને આનંદશંકર ભૂલભરેલો ગણે છે. પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી ઈ.સ. પૂર્વે આઠમાં અને છઠ્ઠા સૈકામાં થયા તેનો અર્થ એ નથી કે તેમણે પ્રવર્તાવેલો ધર્મ પણ એમના સમયથી જ અસ્તિત્વમાં આવ્યો. એ ધર્મ ઝીણી વિગતો બાદ કરતાં એના તાત્ત્વિક સ્વરૂપમાં બહુ પહેલાંનો હતો એમ માનવાને પૂરતાં કારણો છે. આમ, આનંદશંકરના મતે જૈન, બૌદ્ધ, બ્રાહ્મણ એ એક જ મૂળધર્મ વૈદિક ધર્મની શાખાઓ છે. જૈન, બૌદ્ધ, બ્રાહ્મણ એવી પરસ્પર વિભેદક શબ્દાવલિને આનંદશંકર આપણા વિગ્રહકાળની શબ્દાવલી ગણાવે છે. મૂળમાં તો ત્રણેયના અર્થ એક જ છે. આ અંગે આનંદશંકર કહે છે : “જેઓએ ઈન્દ્રિયાદિક ઉપર તથા એણે પ્રેરેલા રાગદ્વેષાદિ શત્રુઓ ઉપર જય મેળવ્યો છે, સત્યના તેજ થી જેઓનાં આન્તરચક્ષુ ઊઘડી ગયાં છે, જેઓની દષ્ટિ કૃપણ નહિ પણ બૃહ- સાંકડી નહિ પણ વિશાળ- થઈ ગઈ છે. તેઓ જ વસ્તુતઃ ક્રમવાર “જૈન”, “બૌદ્ધ” અને “બ્રાહ્મણ” શબ્દવાચ્ય છે” (ધર્મવિચાર-૧, પૃ. ૬૫૧)
આમ, આપણે બધા જ સંકુચિત દૃષ્ટિકોણથી પ્રેરાઈને રાગદ્વેષાદિ તેમજ અજ્ઞાનમાં ન ફસાયા હોત તો આપણે સહુ ભિન્ન ભિન્ન વિવક્ષાથી “જૈન”, “બૌદ્ધ” કે “બ્રાહ્મણ” ન કહેવાત એવો આનંદશંકરનો નિર્ણય છે. અંગ્રેજી Logic ની પરિભાષામાં આને સમજાવતાં આનંદશંકર
“એક જ ‘denotation' વાળા પદાર્થના આ જુદા જુદા Connotations છે. અને તે Connotations પણ કેવાં કે જેમને એકબીજામાં ભળેલાં, એકબીજાથી છૂટાં ન પાડી શકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org