________________
આનંદશંકરનું ધર્મચિંતન
હું ‘:’ કોણ રહ્યો ? આનું તાત્પર્ય પ્રગટ કરતાં આનંદશંકર જણાવે છે કે,
“જ્યારે સગુણ બ્રહ્મ અસુરને હણે છે ત્યારે તે ઉપાસ્ય થાય એ સ્વાભાવિક છે. પણ એમ થાય તો પછી નિર્ગુણ બ્રહ્મ એ : કહેતાં પ્રશ્ન થઈ જાય અને એનું મહત્ત્વ ચાલ્યું જાય. આ જ કારણથી કેટલાંક વેદાંતીઓ સગુણ બ્રહ્મને જ માને છે અને નિર્ગુણ બ્રહ્મનો નિષેધ કરે છે. આ આખ્યાયિકામાં એ ભયનું સૂચન કરી ઉપદેશનું તાત્પર્ય એ ઉપસ્થિત કર્યું છે કે નિર્ગુણ બ્રહ્મ જ સગુણમાં પ્રગટ થતું હોવાથી એનું મહત્ત્વ રહેવું જોઈએ, કારણકે ભલે દેવાસુરસંગ્રામમાં યુદ્ધો સગુણ જીતે, પણ સગુણનું અધિષ્ઠાન નિર્ગુણ છે એ ભૂલવાનું નથી.’” (ધર્મવિચાર-૧,૨૩-૨૪)
આમ, પ્રાચીન વેદથી માંડી પુરાણ સુધીનાં ગ્રંથોની કવિપ્રતિભામાં આપણે ત્યાં તત્ત્વજ્ઞાન અને ધર્મનાં પરમસત્યો પ્રગટ થયેલા જોવા મળે છે. તેથી એ સર્વનો ‘ધર્મના સાહિત્ય’ અંતર્ગત આનંદશંકર સ્વીકાર કરે છે. કારણ “પરમ તત્ત્વને પામવું હોય તો અખંડ મનુષ્ય એ તરફ જવું જોઈએ.” (ધર્મવિચાર -૧, પૃ. ૫૦૦)
૧૫૭
અર્થાત્ પરમતત્ત્વને અનુભવવાનું સાધન કેવળ બુદ્ધિ નથી, પણ હૃદય છે, કૃતિ છે, એટલે કે મનુષ્યનું અખંડ જીવન છે. આનંદશંકરના ઉપરોક્ત વિચારોને આધારે એમ કહી શકાય છે કે માત્ર વિચારગ્રંથો એ જ ધર્મનું સાહિત્ય છે એ વલણને આનંદશંકર સ્વીકાર્ય ગણતા નથી. પરંતુ ઈતિહાસ અને પુરાણોમાં રજૂ થયેલાં રૂપકો અને કલ્પિત વાર્તાઓનું પણ ધર્મના સાહિત્યમાં મહત્ત્વ તેઓ સ્વીકારે છે.
ધર્મના પ્રદેશમાં જેઓ ‘રૂપક અને કલ્પિત વાર્તાઓ'નો ઉપયોગ અનિષ્ટ ગણે છે તેમની સામે આનંદશંકર પોતાનો મત વ્યક્ત કરતાં નોંધે છે:
(૧) બુદ્ધિ એ સકલ મનુષ્ય નથી, મનુષ્યનું મગજ એ મનુષ્યનો બહુ અલ્પ ભાગ છે, એ વાતનો એના હૃદયને અનુભવ કરાવાય એ ઠીક છે. વળી, ખરું જોતાં બુદ્ધિ નહિ પણ કલ્પના એ જ મનુષ્યનો પશુ થકી ભેદક ગુણ છે.
(૨) જ્યારે લેખનકળા હાલના જેવી પ્રચલિત નહોતી ત્યારે ધર્મના ઉપદેશને હૃદયમાં ઠસાવવા માટે પ્રાચીન યુગમાં સંતો આવી રૂપકની ભાષામાં ઉપદેશ કરતા એમ કેટલાક માને છે. આનંદશંકર આ કારણને યોગ્ય ગણતા નથી. કારણકે એમની દૃષ્ટિએ ધર્મ બહારથી ભરવાનો નથી, પણ એ અંતરમાંથી પ્રગટાવવાનો છે. તે માટેનું ઉદ્બોધન સીધી બોડી ભાષામાં થઈ શકતું જ નથી.(ધર્મવિચાર-૧, પૃ. ૫૦૯)
આમ, ધર્મ અને તત્ત્વની ચર્ચામાં રૂપકના માધ્યમથી આવેલી ભાષા તેને અવરોધરૂપ નહિ પણ ઉપકારક બને છે એવો આનંદશંકરનો મત છે. તેથી ધર્મસાહિત્યમાં એ તમામનો યોગ્ય સ્વીકાર થવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org