________________
૧૫૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૪) શેષશાયી નારાયણ અને લક્ષ્મી :
સૃષ્ટિનું બીજું એક ભવ્ય અને રમણીય રૂપક શેષશાયી નારાયણ અને લક્ષ્મીનું છે. સૃષ્ટિ પૂર્વે અનંત સતનો એક શેષ- ટુકડો – કહો કે એને જ અનંત કહો, એના ઉપર નારાયણ (નરોનો, જીવોનો સમૂહ તે “નાર’, ‘અયન' નામ ગંતવ્ય આશ્રયસ્થાન તે નારાયણ-પરમપુરુષ) પ્રભુ પોઢેલા છે. લક્ષ્મીજી નામ પરમાત્માની ‘લક્ષ્મ” (લક્ષણ)-ભૂત સુંદર શક્તિ(glory) – પગ આગળ પ્રભુનું મુખ મંડળ નિહાળતી બેઠી છે : એ પ્રભુની નાભિમાંથી મધ્યમાંથી કમળ જેવું- એક ફૂલ જેવું આ વિશ્વ ઊગેલું છે. એના ઉપર બ્રહ્મા એ જ નારાયણનું સર્જક સ્વરૂપ-બેઠેલું છે : એ પ્રથમ વેદરૂપ જ્ઞાનની ભાવના પ્રગટ કરે છે અને વિશ્વના વિવિધ જડ-ચેતન પદાર્થો સર્જે છે. (૫) અષ્ટભુજાદેવીની કલ્પના :
શાક્ત સંપ્રદાયમાં કલ્પેલી દેવીની “અષ્ટભુજા'ની કલ્પનામાં ભગવદ્ગીતાની પ્રસિદ્ધ અષ્ટવિધ પ્રકૃતિ –
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
અદંર રૂતીય રે fમન્ના પ્રકૃતિપ્રથા | (ભગવદ્ગીતા,અ-૭,શ્લોક-૪) નું સૂચન સ્પષ્ટ રૂપે જોવા મળે છે. શબ ઉપર ઊભેલી કે સિંહ કે વાઘ ઉપર બિરાજેલી દેવામાં પણ અસુર પાર મનુષ્યતાને મારી એના ઉપર ડરાચતી, મનુષ્યની ઉગ્ર પશુતાને વશ કરી એના ઉપર વિરાજતી દૈવી સંપત્તિનું આપણને દર્શન થાય છે. આ વિષયે આપણા પૂર્વજોનું એટલું બધું ધ્યાન રોક્યું છે કે પુરાણોનો પ્રધાન વિષય ‘દેવાસુર સંગ્રામ' થઈ પડ્યો છે.
આમ, આવાં અનેક ઉદાહરણો આપી આનંદશંકર આપણા શાસ્ત્રોની કવિ કલ્પનામાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ગંભીર સત્યો પડેલાં છે એમ વિવિધ રૂપકોના આધ્યાત્મિક અર્થઘટનો આપી સમજાવે છે. આપણા ધર્મસાહિત્યની આ વિશેષતાને અવગણવાથી અનેક અનર્થે થયેલા જોવા મળે છે. મેક્સમૂલર જેવા વિદ્વાનો પણ આપણા ધર્મસાહિત્યની આ વિશેષતાને ન સમજી શકવાથી કેવી ભૂલ કરે છે તે પણ આનંદશંકર સ્પષ્ટ કરી આપે છે. “ઋગ્યેદસંહિતા'ના હિરણ્યગર્ભ સૂક્તની પ્રસિદ્ધ પંક્તિ મૈ તેવા વિષા વિધેમએ પંક્તિમાં પદનો નો સાયણાચાર્યે “પ્રજાપતિ અર્થ કર્યો છે. મૅક્સમૂલર સાયણાચાર્યના અર્થને ઉપહાસનીય ગણે છે. તેની સામે આનંદશંકર
ઐતરેયબ્રાહ્મણ'માંથી તેનો મૂળ અર્થ સ્પષ્ટ કરી મેક્સમૂલરની ભૂલ સમજાવે છે. “ઐતરેયબ્રાહ્મણ'માં સ્પષ્ટ વાંચવામાં આવે છે. ઈન્દ્ર પ્રજાપતિને કહ્યું છે કે મેં વૃત્રને માર્યો અને સઘળું જીતવાનું જીત્યો; માટે તમારું મહત્ત્વ મને આપો. પ્રજાપતિએ ઉત્તર દીધો કે એમ કરું તો પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org