________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આપવા માટે આનંદશંકરે આ પુસ્તક રચ્યું છે. આપણા દેશમાં પ્રજાનો મોટો ભાગ હિંદુધર્મમાં માનતો હોવાથી આનંદશંકરે હિંદુવેદ ધર્મની બધી જ વિશેષતાઓ આ પુસ્તકમાં સંદર્ભ સહિત રજૂ કરી છે. વેદસંહિતાથી આરંભી આપણી સંતપરંપરા સુધી વિસ્તરેલા હિંદુધર્મના સાર્વત્રિક વિકાસને તેમણે પુસ્તકમાં સુંદર રીતે દર્શાવ્યો છે.
નીતિશિક્ષણ’ એ પુસ્તક લખવાનો આનંદશંકરનો મુખ્ય હેતુ નીતિશિક્ષણ આપવાનો છે. આ પુસ્તકમાં હિંદુધર્મના ધર્મગ્રંથોના આધારે ટૂંકી ટૂંકી ૯૦ બોધકથાઓ તેમણે આલેખી છે.
આ રીતે “નીતિશિક્ષણ’, ‘હિંદુ (વદ)ધર્મ', “ધર્મવર્ણન', અને હિંદુધર્મની બાળપોથી” એ ચાર પુસ્તકોમાં ધર્મ સામાન્યનું, પ્રાચીન હિંદુધર્મનું તેમજ દુનિયાના મુખ્ય ધર્મોનું આનંદશંકરે સરળ નિરૂપણ કર્યું છે. “આપણો ધર્મ', એ આ વિષયનો આકાર ગ્રંથ છે.
શ્રીભાષ્ય' અધ્યાય ૨,૩,૪ બ્રહ્મસૂત્ર ઉપરના રામાનુજાચાર્યના ભાષ્યનો આનંદશંકરે ગુજરાતી અનુવાદ કર્યો છે. આ ભાષાંતર આનંદશંકરે “શ્રીભાષ્યની જુદી જુદી આવૃત્તિઓ ઉપરથી કરેલ સંપાદન છે. આ ભાષાંતરમાં આનંદશંકરની અનુવાદક તરીકેની ઊંડી સૂઝ જોવા મળે છે. આ ભાષાંતરમાં આનંદશંકર રામાનુજાચાર્યના સમગ્રદર્શનનું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલી શક્યા છે. શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં જોવા મળતી તત્ત્વવિચારની ઉત્કટતાનો રામાનુજાચાર્યના તત્ત્વદર્શનમાં અભાવ છે એમ કહી આનંદશંકર રામાનુજાચાર્યના દર્શનને સાંપ્રદાયિકતાથી ભરેલું ગણાવે છે. આમ છતાં તેઓ રામાનુજાચાર્યના ચિંતનની મહત્તા પણ સ્પષ્ટ રીતે નાણી આપે છે.
આનંદશંકરે કરેલાં બે સંપાદનોમાં એક મલ્લિષેણસૂરિકૃત ‘સ્યાદ્ધાદ મંજરી'નું સંપાદન છે. આ સંપાદનમાં ૧૨૫ પાનાંનો પ્રવેશક આનંદશંકરે અંગ્રેજીમાં લખ્યો છે. આ પ્રવેશકમાં તેમનું ભારતીય તત્ત્વજ્ઞાનના મૂળ ગ્રંથોનું અગાધ જ્ઞાન અભિવ્યક્ત થયું છે. આનંદશંકરનું બીજું સંપાદન બૌદ્ધ ન્યાયનો ગ્રંથ “ન્યાયપ્રવેશક છે. આ સંપાદન પણ અંગ્રેજીમાં થયેલું છે. તેમાં તેમની તાત્પર્ય ગ્રહણ શક્તિનો વાચકને સુંદર પરિચય થાય છે.
સાહિત્યવિચાર' (૧૯૪૧) અને “કાવ્યતત્ત્વવિચાર' (૧૯૩૯) એ આનંદશંકરના સાહિત્યવિષયક લેખોના સંગ્રહો છે. “સાહિત્યવિચાર' માં સાહિત્ય પરિષદોના વિવિધ અધિવેશનોમાં આનંદશંકરે આપેલાં વ્યાખ્યાનો તેમજ યુનિવર્સિટી દીક્ષાંત સમારંભોમાં આનંદશંકરે આપેલા કેળવણી વિષયક વ્યાખ્યાનોનો સમાવેશ થયેલો છે. આ ઉપરાંત ગુજરાતના અને ગુજરાત બહારના સર્જકો અને તેમની કૃતિઓ અંગે આનંદશંકરે કરેલા વિવેચનોનો પણ એમાં સમાવેશ થાય છે. “કાવ્યતત્ત્વવિચાર’ ના પ્રથમ ખંડમાં આનંદશંકરના કવિતા તત્ત્વવિષયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org