________________
જીવન અને સાહિત્યસર્જન
ધર્મમાં સંગ્રહિત લેખો નિબંધ સ્વરૂપે છે. આ નિબંધોના નિરૂપણનો મુખ્ય વિષય તત્ત્વજ્ઞાન અને ધર્મના મૂળગામી હાઈને પ્રગટ કરવાનો છે. તેમાં હિંદુધર્મ વિશેના એમના જીવનભરનો તાત્પર્યાર્થ અત્યંત રસપ્રદ શૈલીમાં રજૂ થયો છે.
‘હિંદુ ધર્મની બાળપોથી' (૧૯૧૮) દ્વારા આનંદશંકરે હિંદુધર્મનું રહસ્ય બહુજન સમાજ માટે પ્રગટ કર્યું છે. આ નાનકડું પુસ્તક હિંદુધર્મ વિષેના પાયાના મહત્ત્વના બધા જ વિષયોની જાણકારી રસભરી શૈલીમાં પૂરી પાડે છે. આ પુસ્તકમાં આનંદશંકરે જ્ઞાન સાથે તત્ત્વજ્ઞાનની ગૂંથણી કરી છે. ગ્રંથની ગહનતા જોઈને ગાંધીજીએ તેને “વૃદ્ધપોથી' કહીને ઓળખાવી છે. ‘હિંદુધર્મની બાળપોથી' શાળાના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનસમૂહને ધ્યાનમાં રાખી રચેલી હોવાથી, એમાં આનંદશંકરની લેખન શૈલી સાદી-સરળ છતાં કૃત્રિમ નથી. “પરમેશ્વરને ઓળખવો, એને ભજવો, એને ગમતાં કામ કરવા અને એ રીતે આપણું અને સૌ જીવોનું કલ્યાણ કરવું એનું નામ ધર્મ” (હિંદુધર્મની બાળપોથી, પૃ.૯) એ પ્રમાણે ધર્મની સરળ છતાં ગંભીર વ્યાખ્યા કરતાં આનંદશંકર ધર્મનાં હાર્દરૂપ તત્ત્વો, જ્ઞાન, ભક્તિ, કર્મ અને સદાચાર એ સર્વેને ઉપરોક્ત વ્યાખ્યામાં યથાર્થ રીતે સમાવે છે.
ધર્મવર્ણન' એ પુસ્તક આનંદશંકરે વિદ્યાર્થી- ઉપયોગી ધર્મશિક્ષણ માટે લખેલું છે. એમાં એમણે જગતના મોટા ધર્મોની રૂપરેખા દોરી આપી છે. હિંદુધર્મની મુખ્ય ત્રણ શાખાઓ વેદધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મનું આ પુસ્તકમાં વિગતે વર્ણન આપેલું છે. તેમજ આપણા દેશમાં બહારથી આવીને વસેલા ચાર ધર્મો જરથોસ્તીધર્મ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામધર્મનું પણ વિગતે વર્ણન કર્યું છે. આ ઉપરાંત હિંદુસ્તાન બહારના દેશોમાં પ્રવર્તમાન કુલ છ ધર્મો -બેબિલોનિયાનો ધર્મ, પ્રાચીન ઈજિપ્તનો ધર્મ, પ્રાચીન ગ્રીસનો ધર્મ, પ્રાચીન રોમનો ધર્મ અને જાપાનનો ધર્મનું વર્ણન પણ કરેલું છે. આ પુસ્તક તેમના વિચાર તાટધ્ધનું ઉત્તમ ઉદાહરણ છે એટલું જ નહીં તેમની ગુણાનુરાગિતાનું પણ ઉત્તમ ઉદાહરણ છે. આ પુસ્તક શાળામાં શીખવવા માટે તૈયાર કર્યું હોવાથી, આનંદશંકર ધર્મોનું હાર્દ સમજાવવા માટે કથાનકોનો પણ આશ્રય લીધો છે. તેમજ અન્ય ધર્મના સિદ્ધાંતોનું વર્ણન પણ તેમના વિરોધી અંશોને ધ્યાનમાં લઈને નહિ પણ તેમના સમાન અંશોને ધ્યાનમાં રાખી સમન્વયકારી ભાવને અનુલક્ષીને કર્યું છે. દરેક પાઠને અંતે કેટલાંક જરૂરી સૂચનો પણ તેમણે આપેલાં છે. તે ઘણાં માર્ગદર્શક બને છે.
“હિંદુ (વદ) ધર્મ' (૧૯૧૯) એ શિક્ષકો માટે ઉપકારક થાય એ હેતુથી લખવામાં આવ્યું છે. “હિંદુધર્મની બાળપોથી” અને “ધર્મવર્ણન' ખાસ કરીને વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને આનંદશંકરે લખ્યાં હતાં. પરંતુ એ વર્ણનમાં સમાવેલી હકીકત કરતાં શિક્ષકોનું પોતાનું જ્ઞાન વધારે વ્યાપક હોવું જોઈએ. તે માટે શિક્ષકોને ઉપયોગમાં આવી શકે તેવું ધર્મનું વર્ણનાત્મક જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org