________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ દર્શન અને ચિંતન
અમદાવાદમાં અધ્યાપક તરીકેની નોકરીમાંથી મુક્ત થયા અને ગાંધીજી તથા સર એલ.એ.શાહના સૂચનને માન આપી, પંડિત મદનમોહન માલવિયાજીના નિમંત્રણથી આનંદશંકર ઈ.સ. ૧૯૨૦માં બનારસ ગયા. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના અધ્યાપક, સેન્ટ્રલ હિંદુ કોલેજના આચાર્ય અને પ્રથમ ઉપકુલપતિ જેવા માનનીય પદો ઈ.સ. ૧૯૩૬માં નિવૃત્ત થતાં સુધી એમણે શોભાવ્યાં.
| શિક્ષણ આનંદશંકર માટે વ્યવસાય ન હતો પરંતુ ધર્મ હતો. વીસેક વર્ષ બનારસમાં રહીને એમણે દૂર રહ્યું પણ ગુર્જર વિદ્વત્તાનો ધ્વજ ભારતભરમાં ફરકતો રાખ્યો હતો. ગુજરાતમાં વેદાંતના પ્રખર વિચારક શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીના અવસાન પછી ‘સુદર્શન'નું તંત્રીપદ આનંદશંકરે ૧૮૯૮ થી ૧૯૦૨ સુધી સંભાળ્યું હતું. ઈ.સ. ૧૯૦૨થી એમણે પોતાના સ્વતંત્ર સાહિત્ય પત્ર ‘વસંત’નો આરંભ કર્યો, જે એમણે ૧૯૩૮ સુધી ચલાવ્યું.
બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રો.વાઈસ ચાન્સેલરના સેવાકાળ દરમ્યાન આનંદશંકરનું નામ દેશ-વિદેશમાં એક સમર્થ ચિંતક તરીકે જાણીતું થયેલું. ઈન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસના બીજા તથા ચોથા અધિવેશનમાં, “સર્વધર્મપરિષદમાં, “જૈન ધર્મ પ્રચારક સભા' અને
ઓરિએન્ટલ કોન્ફરન્સના તત્ત્વજ્ઞાન વિભાગ વગેરે અધિવેશનમાં આનંદશંકરે પ્રમુખ સ્થાનેથી ધર્મતત્ત્વચિંતન વિષયક વ્યાખ્યાનો આપેલાં. ઈ.સ.૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના આનંદશંકર પ્રમુખ હતા. ઈન્ટર-યુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું હતું. બનારસથી ૧૯૩૪માં આનંદશંકર નિવૃત્ત થઈને અમદાવાદ પાછા આવ્યા. એ પછીનો એમનો સમય ધર્મચિંતનમાં તેમજ લેખન પ્રવૃત્તિમાં વીત્યો. સાતમી એપ્રિલ ૧૯૪૨ના રોજ એમનું અવસાન થયું. શિક્ષણ, સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની આગવી ચિંતન પ્રતિભાને તેમણે આજીવન જીવંત રાખી.
સતત પાંચ દાયકા સુધી શિક્ષણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહી આનંદશંકરે આપણા તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યના નૂતન ભાષ્યકારના રૂપમાં અભિનવ સમજણ આપી છે. સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવતા હોવા છતાં, ગુજરાતી ભાષામાં જ પોતાના વિચારો વ્યક્ત કરી આનંદશંકરે માતૃભાષાની અનન્ય સેવા કરી છે. પરિણામ સ્વરૂપ ગુજરાતી સાહિત્ય ચિંતનમાં આપણને અનન્ય એવા સત્ત્વશીલ ગ્રંથો પ્રાપ્ત થયા છે.
આપણો ધર્મ' (૧૯૧૬) આનંદશંકરના ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક લેખોનો સંગ્રહ છે. “જિંદગીભર તેમણે કરેલા ધર્મતત્ત્વના ચિંતન, અન્વેષણ, અર્થદર્શનનો સંપૂર્ણ પ્રકાશ “આપણો ધર્મ'માં ઝિલાયેલો છે”. (અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, ભાગ ૧, પૃ.૧૧૪) “આપણો ધર્મ'નું સંપાદન શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકે કર્યું હતું. “આપણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org