________________
જીવન અને સાહિત્યસર્જન
વિચારોને ક્રમબદ્ધ લેખ સ્વરૂપે મૂકવામાં આવ્યા છે. આ લેખોને આધારે આનંદશંકરના કાવ્ય વિચારો યથાર્થ રૂપે સમજી શકાય છે, એટલું જ નહીં પૌર્વાત્ય અને પાશ્ચાત્ય કાવ્ય પરંપરાની સચોટ સમજણ જોઈ શકાય છે. તેઓ આ બન્ને પરંપરામાં સરખી રીતે પારંગત છે. આ પુસ્તકના બીજા ખંડમાં તેમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સમાવેશ છે. આ બન્ને પુસ્તકો ગુજરાતી સાહિત્ય વિવેચનમાં સીમાચિહ્નરૂપ મનાય છે.
‘દિગ્દર્શન' (૧૯૪૨) એ આનંદશંકરના ઈતિહાસ, કેળવણી અને વિવિધ ગ્રંથાવલોકનોના લેખોનો સંગ્રહ છે. મોટે ભાગે આ ઈતિહાસ વિષયક લેખો પ્રાચીન ઈતિહાસને લગતા છે. કેળવણી વિષયક લેખોમાં કેળવણીની વિભાવના સ્પષ્ટ કરવાની સાથે સાથે આનંદશંકરે કેળવણીની પ્રક્રિયાને લગતા વ્યવહાર પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. એમના અહીં સમાવિષ્ટ ગ્રંથાવલોકનો પણ ખૂબ જ રસપ્રદ છે. આ પુસ્તકનું સંપાદન શ્રી રા.વિ.પાઠકે કર્યું છે. ‘દિગ્દર્શન'ના ઉપોદ્ધાતમાં શ્રી રા.વિ.પાઠક આનંદશંકરના લેખોને મૂલવતાં લખે છે :
આ પુસ્તકના લેખો જોતાં એકંદરે છાપ એવી પડે છે કે, જો કે એક સામાન્ય નીતિ તરીકે અને એ પોતાના સ્વભાવને વધારે સ્વાભાવિક હતું. તેથી, તેઓ સર્વત્ર પોતાના વ્યક્તિત્વને “હું” ને દૂર જ રાખીને લખતા, તો પણ જાણે આ લેખોમાં આપણે એમની વધારે નિકટ આવીએ છીએ. જાણે આચાર્યશ્રીના શ્રવણખંડમાંથી આપણે એમના દીવાનખાનામાં જઈએ છીએ, જ્યાં તેઓ પાઘડી અને કોટ ઉતારીને હીંચકા પર બેઠા બેઠા ઉઘાડે માથે આપણી સાથે કંઈક વાતો કરે છે, કવચિત્ હસે છે અને પોતાની અંગત લાગણીઓને પણ આવી જતી હોય તો આવવા દે છે.” (સાહિત્યલોક, પૃ.૬૩).
વિચારમાધુરી' (૧૯૪૬) ભાગ ૧ અને ૨ એ આનંદશંકરના કેળવણી વિષયક અને સમાજવિષયક લેખોના સંગ્રહો છે. આ સંગ્રહમાં મોટે ભાગે આનંદશંકરના જૂના લેંખોનો સંગ્રહ છે. “વિચારમાધુરી' ભાગ ૧માં પ્રથમ બે લેખો રસચર્ચાના છે. તેમણે કરેલી કાવ્યચર્ચાના અન્ય લેખોનું અનુસંધાન અહીં જોઈ શકાય છે. આ પુસ્તકમાં સંગ્રહિત થયેલા લેખોમાં ઘણો મોટો ભાગ શિક્ષણ વિશેના લેખોનો છે. તેમાં તેમણે કેળવણીની નાનામાં નાની વાતો આવરી લીધી છે. આ પુસ્તકમાં સંગ્રહિત કેટલાક લેખો સંસાર સુધારા વિશેના પણ છે. ભારતીય સંસ્કૃતિની પરંપરાના સમર્થક રહેવા છતાં તેમણે સંસાર સુધારાની આવશ્યકતા પણ સ્વીકારી છે.
આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આનંદશંકર ધ્રુવ શ્રેણી અંતર્ગત આનંદશંકરના સમગ્ર સર્જન કાર્યનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં વિષયવાર લેખોની ફાળવણી કરી જરૂર લાગે ત્યાં ફેરફાર કરી આનંદશંકરના સમગ્ર સાહિત્યને પ્રકાશિત કરવાની પ્રશંસનીય કામગીરી સાહિત્ય અકાદમીએ કરી છે. આ લેખોનું સંપાદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org