________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૫૩
આપણા ગ્રેજયુએટો આપણા પ્રાચીન ગ્રંથો લઈ, તે ઉપર અંતરનાં તેજ અને ઉત્સાહથી ભર્યા વ્યાખ્યાનો આપશે અને કૃષ્ણ એ સાક્ષાત્ પરમાત્મા છે એમ એમનાં હૃદયો સાચી શ્રદ્ધા ધરશે ત્યારે જ આપણા દેશનો ધામિક ઉદ્ધાર કરવાનું બળ એમનામાં આવશે” (ધર્મવિચાર-૧, પૃ. ૫૦૨)
ધાર્મિક શિક્ષણ અંગેના આનંદશંકરના ઉપરોક્ત વિચારો આપણા દેશમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
એકબાજુ ધર્મનિરપેક્ષતાનું મૂલ્ય અને બીજી બાજુ ધાર્મિક શિક્ષણ અંગેનો વિવાદ અત્યારે આપણા દેશમાં રાષ્ટ્રસ્તરે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ બાબતમાં હસ્તક્ષેપ કરી ચુકાદો આપતાં કહ્યું છે કે :
છેલ્લા પાંચ દાયકા દરમ્યાન મૂળભૂત સામાજિક, નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોમાં સતત ઘસારો થઈ રહ્યો છે અને દરેક સ્તરે દોષ-દર્શન વ્યાપી રહ્યું છે તે વાસ્તવિકતાને કોઈ પડકારી શકે તેમ નથી.. ધર્મનિરપેક્ષ સમાજમાં પણ નૈતિક મૂલ્યો અત્યંત મહત્ત્વનાં છે, તે વિષે પણ કોઈ વિવાદ ઉપસ્થિત કરી શકે તેમ નથી. જે સમાજમાં નૈતિક મૂલ્યોને સ્થાન હોતું નથી તે સમાજમાં ન તો સામાજિક વ્યવસ્થા ટકી શકે, કે ન તો ધર્મનિરપેક્ષતા ટકી શકે. નૈતિક મૂલ્યો વિના ન તો ધર્મનિરપેક્ષતા ટકી શકે કે, ન તો લોકશાહી ટકી શકે (...) મૂલ્યો તે કોઈપણ વ્યક્તિના સદ્ગુણ છે. જો આ મૂલ્યો ઘસાતાં જશે, તો તેના પરિણામે પહેલાં કુટુંબ પછી સમાજ અને આખરે સમગ્ર રાષ્ટ્રનાં પતનની ગતિવિધિ વેગવાન બની રહેશે.”
આપણો સનાતન ધર્મ ધર્મનિરપેક્ષતાના મૂલ્યને પણ પોતાનામાં સમાવે એટલો વ્યાપક છે. ઉપરોક્ત સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે સનાતન ધર્મની વ્યાખ્યા કરતાં નિર્દેશ કર્યો છે કે :
“આપણા ધર્મને સમાતન ધર્મ એટલે કે શાશ્વત મૂલ્યો ધરાવતો ધર્મ કહેવામાં આવ્યો છે જેને સ્થળ કે કાળનાં બંધનો નડતાં નથી. આથી ઋગ્વદમાં પણ “સનાતન ધર્મી' તેવો ઉલ્લેખ છે. ધર્મ શબ્દ ‘: થર' ધાતુ ઉપરથી આવ્યો છે. ‘ધાતિ તિ ધર્મ' તે સર્વવિદિત છે, માટે ધર્મનો અર્થ ટકાવી રાખનાર, સહારો આપનાર કે પુષ્ટિ આપનાર તેવો થાય છે. મહાભારતના કર્ણ-પર્વના દ૯મા અધ્યાયના પ૮મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, ધર્મ સમાજને સ્થિરતા આપે છે. સામાજિક વ્યવસ્થા ટકાવી રાખે છે. જનસામાન્યનું શુભ કરે છે, અને માનવ જાતને પ્રગતિના પંથે લઈ જાય છે. જે કોઈ વિચારધારા એ ધ્યેયોની પરિપૂર્તિ કરે છે તે ધર્મ છે.” (Supreme Court Cases (2002), Vol.7 Page 257 to 384)
આ રીતે રાષ્ટ્રની નૈતિક વ્યવસ્થાને ટકાવી રાખનાર સર્વોચ્ચ બળ રૂપે ધર્મને સ્થાપી શકાય એમ છે. ધાર્મિક શિક્ષણને લગતા આનંદશંકરના વિચારો આજે પણ આપણને પથપ્રદર્શક બની રહે એવા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org