________________
૧૫૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ધર્મનું સાહિત્ય:
માત્ર વિચારપૂર્વક યોજેલા શાસ્ત્રોનો જ ધર્મના સાહિત્યમાં સમાવેશ કરવાના આગ્રહને આનંદશંકર અયોગ્ય લેખે છે. તેમના મતે જ્ઞાન એક જીવંત પદાર્થ હોઈ એને સ્વછંદે વિકસવાનો અધિકાર છે. પદ્ધતિસર વિચાર વડે નહિ પણ દિવ્યદર્શનમાં વિશ્વનાં પરમ સત્યો વધારે સારી રીતે વ્યક્ત થયેલાં છે. આમ, તાત્ત્વિક કે ધાર્મિક સત્યોની અભિવ્યક્તિ કોઈ જડ પદ્ધતિના ચોકઠામાં બંધાયેલી નથી તે પ્રગટ થવા માટે સ્વતંત્ર છે. તેથી જ્ઞાન માત્ર તર્કને આધારે નહિ, પરંતુ કવિ પ્રતિભામાં પણ પ્રગટ થાય છે. જેને આનંદશંકર આપણા તત્ત્વજ્ઞાન અને ધર્મની આગવી વિશેષતા ગણાવે છે.
પ્રખર વેદાંતી શ્રી મણિલાલ દ્વિવેદીનો આપણા ધર્મ ચિંતનમાં એક વિશેષ ફાળો એ છે કે તેમણે આપણી ધર્મચર્ચામાં પુરાણોને પ્રમાણ માન્યા છે. તેમના પહેલાં પુરાણો ઉપર અનેક આક્ષેપો કરવામાં આવતા અને તેથી જ આપણે ત્યાં સમાજોની ધર્મશુદ્ધિની પ્રવૃત્તિમાં પુરાણોને અપ્રમાણ ગણવાનું વલણ જોવા મળે છે. મણિલાલે પુરાણોનું ઐતિહાસિક અર્થઘટન કરી, તેની કથાઓનો આધ્યાત્મિક અર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. (સિદ્ધાંતસાર અને પ્રાણવિનિમય પૃ.૧૭૫)
આનંદશંકરે પણ મણિલાલને અનુસરી અનેક પુરાણકથાઓમાંથી આધ્યાત્મિક અર્થ તારવી તેમને ધર્મ સાહિત્યમાં પ્રતિષ્ઠિત કર્યા છે. આનંદશંકરના આ કાર્યનું યથાર્થ મૂલ્યાંકન કરતાં “આપણો ધર્મ'ની ઉપોદ્ધાતમાં શ્રી રા.વિ.પાઠક લખે છે :
ધર્મમાં ભક્તિને સ્થાન આપીને તેનો વિશાળ અર્થ કરીને અને તેના રહસ્યમાં ઊતરીને તેમણે પુરાણ, સંતવાણી, મૂર્તિપૂજાને સમર્થિત કર્યા અને આ સર્વમાં ઈતિહાસના ઘણા લાંબા કાળમાં બ્રાહ્મણોએ આપેલા મહત્ત્વના ફાળા બદલ બ્રાહ્મણોનો ઐતિહાસિક આદર કર્યો, અને તેમને નિંદામાંથી ઉદ્ધાર્યા. પુરાણો, સંતવાણી, કાવ્યો એ સર્વને ધર્મસાહિત્યમાં સ્થાન છે, કારણકે જગતનું પરમસત્ય કંઈ માત્ર તર્કથી જ સમજાતું નથી, કલ્પનાથી પણ સમજાય છે, ને કલ્પનાને તેને પોતાની રીતે નિરૂપિત કરવાનો હક્ક છે..., આ રીતે આનંદશંકરે પુરાણો, મૂર્તિપૂજા અને બ્રાહ્મણો ત્રણેયને ન્યાય આપ્યો એ પણ નોંધવું જોઈએ.” (ધર્મવિચાર-૨, પૃ. ૪૨૬) આનંદશંકરે પરમસત્યના વ્યાપારમાં કલ્પનાને મહત્ત્વ આપ્યું છે. પુરાણોમાં આ કલ્પના વિશેષ રૂપે જોવા મળે છે.
પ્રો. ટુઅર્ટ કહે છે કે બુદ્ધિ નહિ પણ કલ્પના એ જ મનુષ્યનો પશુ થકી ભેદક ગુણ છે. ઈગ્લેન્ડના સુવિખ્યાત વિચારક ડીન ઈંગ કહે છે :
"Have not the profoundest intuitions of faith been often wrapped up in
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org