________________
૧૫૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
મળે છે તે ગૃહમાં જીવન દ્વારા મળે છે, અને તે માટે આપણા ગૃહજીવનમાં જે નાસ્તિકતા અને પ્રમાદ આવ્યાં છે તેને સર્વથા દૂર કરવાની અનિવાર્યતા છે.
આ ધાર્મિક કેળવણી પ્રાપ્ત કરવાની અને કરાવવાની મુખ્ય ફરજ નવું શિક્ષણ પામેલા આપણા સ્નાતકો અને ભણેલા વર્ગની છે. તે વખતે ધાર્મિક જીવનથી આકર્ષાયેલા આપણા યુવાનો ‘આર્યસમાજ અને “થિયોસોફી' તરફ વળતા હતા તે વલણને આનંદશંકર સ્વીકારે છે પણ આર્યસમાજ અને થિયોસોફી એ સંપૂર્ણ ધાર્મિકતાની દૃષ્ટિ નથી એમ કહી આનંદશંકર તેની મર્યાદા પણ દર્શાવે છે. તેમના મતે : “થિઓસોફી એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત એક દષ્ટિબિંદુ છે, અને “સમાજોનો ધર્મ એ જીવન નિભાવે એવો પૌષ્ટિક ખોરાક નથી, માત્ર કંઠ ભીનો કરે એવું પાતળું પાણી છે.” એક બીજું રૂપક લઈએ તો “ચામડી અને પંચમહાભૂતના જીવંત દેહની વચ્ચે જેટલો ફેર છે તેટલો “સમાજના ધર્મની અને સનાતન ધર્મની વચ્ચે છે.” (ધર્મવિચાર ૧, પૃ. ૫૦૧)
આનંદશંકરના આ મતનો પુરસ્કાર કરતાં શ્રી રા.વિ.પાઠક લખે છે કે :
“ગુજરાતમાં સંસાર સુધારાની લગભગ સાથે જ અસ્તિત્વમાં આવેલા બીજાં બે ધાર્મિક આંદોલનો તરીકે થિયોસોફી અને આર્યસમાજને ગણાવવાં જોઈએ. આ સંબંધી આચાર્ય આનંદશંકરનો અભિપ્રાય, જે થિયોસોફી એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત દષ્ટિબિંદુ છે એ યથાર્થ છે. બ્રહ્મોસમાજ અને આર્યસમાજ બંનેમાં ધાર્મિક પુરુષો થયા છે એમ સ્વીકારવા છતાં કહેવું જોઈએ કે એ સમાજો લોકજીવનને ધાર્મિક અનુભવથી સમૃદ્ધ કરી શક્યા નથી.” (ધર્મવિચાર- ૨, પૃ. ૪૦૪)
“સનાતન ધર્મના મહત્ત્વના સંદર્ભમાં આનંદશંકર જણાવે છે કે :
“પ્રાર્થનાસમાજ, બ્રહ્મસમાજ, આર્યસમાજ આદિ ધાર્મિક સુધારાની સંસ્થાઓ ખોટે માર્ગે યત્ન કરે છે - મૂર્તિપૂજા ખોટી છે, વ્રત-વ્રતીલાં ખોટાં છે, પુરાણો ખોટાં છે, બ્રાહ્મણો સ્વાર્થી હતા, એમણે જ હિંદુસ્તાને ડુબાવ્યું છે ઈત્યાદિ વિચારોથી આપણો ધાર્મિક ઉદ્ધાર કદી પણ થવાનો નથી. આપણી પ્રાચીન ધર્મવ્યવસ્થા બહુ ઉત્તમ સિદ્ધાંતો ઉપર રચાયેલી છે. એ વ્યવસ્થા બાંધનાર ઋષિજનોને મનુષ્યની ધાર્મિકતા ખીલવવાના અસંખ્ય માર્ગો અનુભવથી પરિચિત હતા-એનો પૂર્ણ લાભ લેવો એ આપણું કર્તવ્ય છે. બીજી કોઈ પ્રજાના પૂર્વજોએ એમનાં બાળકો માટે આટલી બધી ધર્મસમૃદ્ધિ મૂકી નથી. આપણે એ ધર્મસમૃદ્ધિનો લાભ લઈ ન જાણીએ, એને નકામી ગણી ફેંકી દઈએ તો આપણા જેવું કોઈ જ મૂર્ખ નહિ. આપણી પ્રાચીન સંપ્રદાય પ્રાપ્ત ધર્મવ્યવસ્થા છોડી ન દેતાં, ઉચ્ચ સંસ્કારો પ્રાપ્ત કરી એ વ્યવસ્થાનું પૂર્ણ રહસ્ય સમજવું અને એ વ્યવસ્થાની જીવંત અસર નીચે આવવું એ જ આપણા ધાર્મિક ઉદ્ધારનો ખરો માર્ગ લાગે છે.” (ધર્મવિચાર ૧, પૃ. ૪૯૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org