________________
આનંદશંકરનું ધર્મચિંતન
કર્તવ્યભાવના અપૂર્ણ રહે છે. તેથી જ્ઞાનમાં અને ક્રિયામાં આનંદનું સિંચન કરનાર તે ધર્મ છે. “ધર્મ વિનાના શુષ્ક જ્ઞાનમાં તથા કઠોર કર્તવ્યક્રિયામાં પણ કદાચ કોઈને આનંદ આવે ખરો,પણ તે સકારણ અને અબાધ્ય ત્યારે જ થાય કે જ્યારે હું -તું નો ભેદ મટી જઈ સર્વત્ર જ્ઞાનપુરઃસર બ્રહ્મભાવ વિસ્તરે, અને તન્મય સકલ જીવિત થઈ સ્વાભાવિક ઉદ્ગાર થાય કે,
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા ઋશ્ચિત્ દુ:વમાનુયાત્ ।''(ધર્મવિચાર-૧,પૃ. ૯)
વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે એ વિચારવાનું કામ ષગ્દર્શનાદિ શાસ્ત્રોનું છે, જ્યારે સારા ખોટાનો -કાર્યાકાર્યનો ઉપદેશ કરવો એ કાર્ય વિધિનિષેધશાસ્ત્રનું છે. સંકુચિત અર્થમાં તે ધર્મશાસ્ત્ર છે. તે ધર્મના ઉદ્દેશને વ્યાપક રીતે સ્પષ્ટ કરતાં આનંદશંકર જણાવે છે કે “૨મણીયાર્થનું ઘોતન કરવું એ કામ સાહિત્યસંગીતાદિ કલાઓનું છે. તત્ત્વશાસ્ત્ર પ્રમાણ દ્વારા વસ્તુ સ્વભાવનો નિર્ણય કરે છે, વિધિનેષધશાસ્ત્ર પ્રવૃત્તિ-નિવૃત્તિનો ઉપદેશ કરે છે, કાવ્યાદિ સાહિત્ય ગ્રંથો - જેવા કે ઈતિહાસપુરાણાદિ - તે વસ્તુનું ઘોતન કરી તથા ધર્મપ્રવૃત્તિમાં ચૈતન્ય અર્પી આનંદ અનુભવે છે. આ સર્વ ઉદ્દેશોનો સંગ્રહ ‘ધર્મ'માં થાય છે”. (ધર્મવિચાર -૧, પૃ. ૧૦)
ધાર્મિક શિક્ષણ :
૧૪૯
આપણી શાળાઓમાં ધાર્મિક શિક્ષણના અભાવને લીધે અનેક અનર્થો ઊપજ્યા છે. આપણું મનોબળ, આપણી આશાઓ, આપણો સ્વાર્થત્યાગ, એ સર્વ શિથિલ અને મંદ પડ્યાં છે. એનું એક મુખ્ય કારણ આનંદશંકર ધાર્મિક શિક્ષણના અભાવને લેખે છે. જેમ આત્મા શરીરથી ભિન્ન છતાં શરીરના અણુ અણુમાં વ્યાપી રહીને શરીરને ચૈતન્ય અર્પે છે, તેમ ધર્મ એ મનુષ્યની સર્વ ઐહિક પ્રવૃત્તિઓથી વિલક્ષણ હોવાની સાથે, સર્વના અંતરમાં પ્રવેશ કરીને એમને ચૈતન્ય અર્પે છે. અર્થાત્ મનુષ્ય જીવનમાં જ્ઞાન, રસ, સ્વૈર્ય, બળ અને ગતિપૂરક તત્ત્વ તરીકે આનંદશંકર ધર્મને પ્રસ્થાપે છે. પોતાના ‘વસંત’ નામના સામયિકમાં તેમણે આજ દૃષ્ટિએ ધર્મની યથાર્થતા સ્પષ્ટ કરી આપવાનો પ્રયાસ કર્યો છે.
Jain Education International
અર્વાચીન સમયમાં હિંદુસ્તાનની યુનિવર્સિટીઓ ધર્મહીન કેળવણી આપવાનો પ્રયત્ન કરે છે. આવી કેળવણીની સફળતા અંગે આનંદશંકર આશાવાદી નથી. કારણકે આવો પ્રયત્ન મનુષ્ય સ્વભાવની અને એ દ્વારા પરમાત્માની યોજનાની વિરુદ્ધ હોઈ નિષ્ફળ થયા વિના રહેશે નહિ. તેમને મન ધર્મ એ મનુષ્યનું રુધિર છે, પ્રાણ છે, આત્મા છે. એનું આંતરમાં આંતર સ્વરૂપ અને તાત્ત્વિકમાં તાત્ત્વિક સ્વરૂપ તે ધર્મ છે. મનુષ્યનું મનુષ્યત્વ ધર્મથી અંકાય છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. “દીવાને તેલ જેટલું આવશ્યક છે તેટલીજ મનુષ્ય માટે ધર્મભાવના આવશ્યક છે.”
For Personal & Private Use Only
www.jainelibrary.org