________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
જ્યારે આ બાબતોના ખુલાસામાં બાહ્યજગતની ‘પર’ એવા કોઈક પદાર્થનું અસ્તિત્વ સ્વીકારે છે ત્યારે તે ‘આસ્તિક' કહેવાય છે. જ્યારે બાહ્યજગતથી ‘૫૨’ કોઈ પદાર્થનું અસ્તિત્વ ન સ્વીકારનાર ‘નાસ્તિક' કહેવાય છે. જો કે વિચારની નાસ્તિકતા સાથે આચારની પણ નાસ્તિકતા હોય છે એવો કોઈ નિયમ આનંદશંકર સ્વીકારતા નથી.
ધર્મ-અધર્મનો ભેદ :
ધર્મ અધર્મનો બીજો ભેદ આનંદશંકર મનુષ્યના દુરાગ્રહમાં જુએ છે. પોતાનો ધર્મ તે જ ખરો એવો દુરાગ્રહ ધર્મના વિષયમાં ઇચ્છવા યોગ્ય નથી. કોઈપણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત થઈ વિદ્વાનો જેમ જેમ જુદા જુદા ધર્મના સ્વરૂપો તપાસી એમાંથી ધર્મનું સામાન્ય સ્વરૂપ તારવતા જણાવે છે કે જેમાં ધર્મને જીવન સાથે નિકટનો સંપર્ક હોય, તે વ્યાપક એટલે કે સર્વદેશી હોય અને સર્વાશ્લેષી હોય એ જ સાચો ધર્મ છે. અન્યથા તે અધર્મ છે.
સાચી ધાર્મિકતા :
૧૪૮
એ ફરજ ખાતર ફરજ નથી પણ પ્રત્યેક કર્મનું પ્રભુ સાથેનું જોડાણ છે. સાચી ધાર્મિકતા કેવળ આચારના નિયમોમાં નથી પણ આચારના મૂળમાં રહેલ તત્ત્વનો સાક્ષાત્કાર એ સાચી ધાર્મિકતા છે. આવી સાચી ધાર્મિકતા બુદ્ધિથી કસાયેલી અને તર્કપૂત હોય છે, જ્યાં વહેમ, દંભિકતા અને અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી.
ધર્મનું પ્રયોજન :
(૧) માત્ર વિચાર એ તત્ત્વચિંતનનો વિષય છે. એથી ‘સમ્યગ્ જ્ઞાન' પ્રાપ્ત થાય છે. પણ તે જ્ઞાન ધર્મ વિના, અપરોક્ષ અનુભવ કરાવી શકતું નથી.
(૨) ધર્મ એ માત્ર ક્રિયારૂપ નથી અને તેથી કર્તવ્ય કરવામાં જ એની પરિપૂર્ણતા નથી. કર્તવ્ય કરવાથી અપાપ થવાય છે, પવિત્રપણું આવે છે, અને જ્યાં સુધી જ્ઞાનોદય થયો નથી ત્યાં સુધી વિવેક આવતો નથી અને આત્મા એક પ્રકારની જડતા અનુભવે છે અને અપાપ થઈને સિદ્ધ કરવાનો જે પરમ ઉદ્દેશ તે સિદ્ધ થતો નથી.
(૩) વિચાર અને આચાર, જ્યાં સુધી એમાં આનંદનો અનુભવ ન થાય ત્યાં સુધી મનુષ્યને પરમસાધ્ય તરફ દોરવાને અસમર્થ છે.
આમ, આનંદશંકરના મતે ધર્મનું ખરું પ્રયોજન જ્ઞાન, ક્રિયા અને આનંદ એ ત્રણે તત્ત્વોની પરસ્પરાવલંબિતાને સિદ્ધ કરવામાં છે. અમુક કર્તવ્ય સંબંધી સિદ્ધાંત જાણ્યા છતાં, જ્યાં સુધી કર્તવ્ય થાય નહિ ત્યાં સુધી જ્ઞાનની સાર્થકતા નથી. કર્તવ્યજ્ઞાન મેળવીને તદનુસાર કાર્ય કરવામાં પણ જ્યાં સુધી અનિચ્છા કે ખેદ જણાય છે અને આનંદ આવતો નથી ત્યાં સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org