________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૪૭
(૪) સ્વાર્થત્યાગ; સગુણબ્રહ્મરૂપ બ્રહ્મલોક; ધ્યાતા ધ્યેયનો ભેદ :
સ્વર્ગાદી મેળવવાની લાલસાથી પરની ભૂમિકાએ પહોંચતાં મનુષ્ય આ લોક અને પર (સ્વર્ગ) લોક ઉભયની લાલસા ત્યજે છે. તેને આનંદશંકર “મમકારાસ્પદ પદાર્થનો ત્યાગ' કહે છે. અલબત્ત, હજી આ દશાને આનંદશંકર મધ્યમ પંક્તિની માને છે. ઉત્તમોત્તમ ગણતા નથી. કારણ તેમના મતે અહમનું અહીં હજી સંપૂર્ણ વિગલન થયું નથી. વેદાંતની ભાષામાં કહીએ તો “બ્રહ્માકારવૃત્તિ ખુરીને જીવ ‘શિવ' રૂપે થયો નથી.” (૫) ધ્યાતા-ધ્યેયની એકરસતા : આત્મત્યાગ : પરમાત્મ તુષ્ટિ : = ‘બ્રહ્મનિર્વાણ' :
બ્રહ્મનિર્વાણને આનંદશંકર છેવટની ભૂમિકાનું સમર્પણ ગણે છે. એ સમર્પણ થવું, એટલે ‘શિવ'રૂપતા પ્રાપ્ત કરવી એ પરમ સિદ્ધિની દશા છે. તેમાં “અહ” કે “મમ” બેમાંથી એકપણ પદાર્થ અવશિષ્ટ રહેતો નથી. રિતા રિજી આપનાર-લેનાર ઉભય હરિ જ છે એવી ઊંડી સત્યતાની અનુભૂતિ થાય છે.
ઉપરોક્ત ધાર્મિક વિકાસક્રમમાં ધ્યાતાના સ્વરૂપમાં અર્થાતુ ધાર્મિક મનોભાવમાં ક્રમે ક્રમે વિકાસ થતો જોવા મળે છે. એટલું જ નહિ પણ ધ્યેયમાં અર્થાતુ - ચિંતન વિષય પરમાત્માના સ્વરૂપમાં પણ વિકાસક્રમ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો.... “(૧) અમુક અમુક ઐહિક પદાર્થોમાં જ પરમાત્મ દર્શન કરવું એ સૌથી ઊતરતી ભૂમિકા છે. (૨) પરમાત્માને સર્વ ઐહિક પદાર્થોમાં વિલોકવો એ એના કરતાં ઊંચું પગથિયું છે. (૩) સ્વર્ગવાસી એક વ્યક્તિરૂપે કલ્પવો એ એ કરતાં (અમુક રીતે) ચઢતી ભાવના છે. (૪) ઈહલોક અને સ્વર્ગલોક ઉભય કરતાં અધિક, પણ આત્માથી ભિન્ન એવા સગુણ બ્રહ્મ
(ઈશ્વર) રૂપે માનવો એ ચોથું સ્વરૂપ છે. (૫) આત્મામાં પણ પરમાત્માને પ્રત્યક્ષ જોવો એ છેલ્લું પ્રાપ્તવ્ય છે.” (ધર્મવિચાર ૧,-૨૮૦) આસ્તિક-નાસ્તિકનો ભેદઃ.
જયાં જ્યાં વ્યવહાર ત્યાં ત્યાં ધર્મ એ નિયમને આનંદશંકર સ્વતઃ સિદ્ધ માને છે. આ સંદર્ભમાં આસ્તિક-નાસ્તિક તેમજ ધર્મી અને અધર્મી વચ્ચે આનંદશંકર ભેદ તારવી બતાવે છે. અને તેને આધારે સાચી ધાર્મિકતાને સ્પષ્ટ કરે છે.
મનુષ્યમાં સહજ રીતે જોવા મળતી તેમ જ કયારેક અજાણતાં થતી પ્રવૃત્તિઓ વિશે જ્યારે મનુષ્ય બૌદ્ધિક આધાર શોધવા માંડે ત્યારે કેટલાક સિદ્ધાંતો બાંધે છે. આવી સ્થિતિમાં મનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org