________________
૧૪૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
ધર્મનો વિકાસક્રમ :
ધર્મ માટે સ્વાર્થત્યાગને બીજભૂત શક્તિ માની તેને આધારે ધર્મનો વિકાસક્રમ રચવાનો પ્રયત્ન આનંદશંકર કરે છે. મનુષ્યનો સ્વાર્થત્યાગ જેમ જેમ વધતો જાય તેમ તેમ ક્રમે ક્રમે ધર્મભાવનાનો વિકાસ થાય છે. ધર્મના વિકાસની આનંદશંકર નીચે પ્રમાણેની ભૂમિકાઓ દર્શાવે છે.
(૧) ક્વચિત્-સ્ક્વચિત્ સ્વાર્થત્યાગ :
સ્વાર્થત્યાગ એ પરમાત્મા દર્શન માટે આવશ્યક છે. તદ્દન જંગલી મનુષ્ય પણ પોતાના દેવને કશુંક અર્પણ કરતો હોય છે. સર્વ ધર્મમાં આ સ્વ-સુખ ત્યાગની વૃત્તિ રહેલી હોય છે. જ્યાં સુધી વ્યક્તિ સ્વાર્થથી પર જતી નથી ત્યાં સુધી માનવની ભૂમિકા પ્રાકૃતિક જ હોય છે. પરમાત્માની પ્રાપ્તિ કે સાચી ધર્મભાવના માટે સ્વાર્થથી ૫૨ જવું આવશ્યક છે. આમ, ધર્મવિકાસનું પ્રથમ પગથિયું એ ક્વચિત્ -ક્વચિત્ સ્વાર્થ ત્યાગથી આરંભાય છે. વળી, જ્યાં સુધી મનુષ્ય સ્વાર્થત્યાગ કરતો નથી ત્યાં સુધી એ પ્રકૃતિની ભૂમિકા ઉપર જ (પિંડમાં જ)પોતાના સ્વરૂપની સમાપ્તિ માને છે. મનુષ્યને સ્વાર્થત્યાગમાં જે આનંદ મળે છે તેમાં જ આનંદશંકર પ્રકૃતિથી પર અનેક આત્માઓને પોતાના સ્વરૂપમાં સંગ્રહતી, એવી જે પરમાત્માની ભૂમિકા છે તેનો સ્વીકાર જુએ છે. (૨) સર્વત્ર સ્વાર્થત્યાગનો સંકલ્પ :
ઉપર જણાવેલા ક્વચિત્ - ક્વચિત્ સ્વાર્થત્યાગથી પરમાત્માદર્શનની ભૂમિકાએ પહોંચી શકાતું નથી. પરંતુ ત્યાગવૃત્તિનું દઢીકરણ થવું જોઈએ. આના અનુસંધાનમાં આનંદશંકર કહે છે કે, જ્યાં સુધી “ત્યાગવૃત્તિ એટલે કે કર્તવ્યબુદ્ધિની મારી પાસે જે જે માગણીઓ થશે તે તે સર્વ સિદ્ધ કરવાને હું તૈયાર છું એવો દૃઢ સંકલ્પ થયો નથી ત્યાં સુધી પરમાત્મદર્શન દૂર છે.કેટલાક ત્યાગ કીર્તિ ખાતર, રૂઢિ ખાતર, લોકચિ ખાતર, સગાંસંબંધી ખાતર પણ થઈ શકે છે. પરંતુ એ સર્વ ત્યાગને હદ છે. જ્યાં સુધી એ ત્યાગપ્રેરક પદાર્થમાં બળ હોય છે ત્યાં સુધી જ એ થઈ શકે છે. “જ્યાં ત્યાગને હદ નથી, ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ છે જ, કારણ મનુષ્ય પાસે સર્વ ‘સ્વ’ અહંતામમતાનું સંપૂર્ણ અધિષ્ઠાન-હરી લેવાની શક્તિ કેવળ એમાં જ -‘હિર’માં જ છે, અને જ્યાં અનહદ ત્યાગનો સંકલ્પ છે, ત્યાં વહેલો-મોડો પણ એ પ્રત્યક્ષ થયા વિના રહેતો નથી.” (ધર્મવિચાર ૧, પૃ. ૨૭૮)
(૩) ઐહિક પદાર્થનો ત્યાગ; (પરંતુ તે સાથે) સ્વર્ગ :
પરમાત્મા ખાતર આ લોકના પદાર્થોનો ત્યાગ ધાર્મિક વૃત્તિની નિસરણીનું પ્રથમ પગથિયું છે. માત્ર પહેલું પગથિયું જ એટલા માટે કે હજી એ દશામાં મનુષ્ય સ્વર્ગલોકમાં એ ત્યાગનો બદલો મળશે એમ આશા અને ઈચ્છા રાખે છે. એટલે અંશે આનંદશંકર તેને ઉતરતી ભૂમિકા ગણાવે છે. કારણ આ ભૂમિકાએ શાશ્વત બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org