________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૪૫
ધર્મની વિચાર સિદ્ધિ :
ધર્મ સ્વભાવસિદ્ધ હોવાની સાથે સાથે વિચારસિદ્ધ છે. ધર્મની વિચારસિદ્ધિને દર્શાવતાં આનંદશંકર કહે છે :
“મનુષ્યનો સમગ્ર આત્મા પરમતત્ત્વ સાથે નિકટ સંબંધ ધરાવે છે. એની ઈન્દ્રિયોનો વ્યાપાર પરમતત્ત્વના સિન્ધ ઉપર જ ચાલે છે. ...એના વિના તો તમારી દષ્ટિ કેવળ અંધકાર, જ્ઞાનહીન, વ્યવસ્થાહીન, સ્વરૂપ હીન કાંઈક (?) એટલું જ છે', જે છે એટલું કહેવું પણ શક્ય નથી. વળી સમગ વિશ્વનું વિશ્વરૂપે અનાદ્યનંત દેશ-કાળમાં પરસ્પર સંબંધ પદાર્થોની એકતાની મૂર્તિરૂપે ગ્રહણ થવું આત્મા વિના સંભવે છે? વળી, આ આત્મા તે મારો જ (અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્યરૂપ) આત્મા ? મારા (અંતઃકરણાવચ્છિન્ન) આત્માનું અસ્તિત્વ વિશ્વની કાંઈક અનુભવ વિષયતાનો ખુલાસો કરી શકે, પણ વિશ્વ “છે' - સર્વને માટે છે એમ એ આત્મામાંથી કેમ સિદ્ધ થાય? માટે એવો આત્મા-પરમ આત્મા – સ્વીકારવો જોઈએ કે જેનું આ સમગ્ર વિશ્વ દૃશ્ય છે અને જેની દૃષ્ટિ સદા યથાર્થ છે. જેની એ યથાર્થ દૃષ્ટિ સાથે મારી દૃષ્ટિ મેળવવી એનું નામ વિશ્વનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું છે.”
આનંદશંકર વિશેષમાં જણાવે છે કે “કારણતામાં પ્રતીત થતું સ્કૂરણ ચૈતન્ય વિના અને વિશ્વ ફુરણ વિશ્વ ચૈતન્ય (પરમાત્મા) વિના અસંભવિત છે.” (ધર્મવિચાર ૧- પૃ. ૨૭૬-૨૭૭) આમ ધર્મ વિચારસિદ્ધ પણ છે.
ધર્મ સ્વભાવથી જ જો સિદ્ધ હોય તો પછી ધાર્મિક થવાના પ્રયત્નો કરવાની શી જરૂર છે? એનો પ્રત્યુત્તર વાળતાં આનંદશંકર જણાવે છે કે ધર્મવૃત્તિ સર્વમાં સ્વાભાવિક રીતે જ બીજરૂપે રહેલી છે. આ બીજભૂત શક્તિને સ્પષ્ટ વિકસાવવી એ જ આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યમાં અડચણરૂપ આપણી સ્વાર્થત્યાગની વૃત્તિનો અભાવ છે.
સ્વાર્થત્યાગ એટલે સ્વ કરતાં અધિક પ્રદેશમાં આત્માની વિશાળતા અનુભવવી; આ અનુભવનું બીજું નામ ધર્માચરણ છે”. ટૂંકમાં સમગ્ર ચર્ચા ના સારરૂપે આનંદશંકરના ધર્મવિચારને નીચેના ચાર મુદ્દાઓમાં તારવી શકાય :
(૧) ધર્મનો પાયો સત્ય ઉપર છે. (૨) ધર્મનો પાયો કૃત્રિમ નથી પણ સહજ છે. (૩) ધર્મના આવિર્ભાવમાં મુખ્ય હેતુ સ્વાર્થત્યાગ છે. (૪) સ્વાર્થત્યાગ એટલે સ્વ કરતાં અધિકપ્રદેશમાં આત્માની વિશાળતા અનુભવવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org