________________
૧૪૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૩) વર્તમાન સમયમાં યુરોપના કેટલાક અનિશ્વરવાદી તથા જડવાદી વિદ્વાનોએ ધર્મની
ઉત્પત્તિ સંબંધે અનેકાનેક કલ્પનાઓ રચી છે. તેમનો સામાન્ય રીતે એવો મત છે કે ધર્મ એ એક વખત ઉપયોગી વ્યવસ્થા હતી, કદાચ હજી પણ ઉપયોગી છે એમ કહી શકાય, પણ એમાં યથાર્થતાનું કે આવશ્યકતાનું કોઈ તત્ત્વ નથી. ધાર્મિક ખ્યાલો મનુષ્યને સામાજિક નિયંત્રણમાં રાખવા માટે માત્ર ઉપયોગી યુક્તિઓથી વિશેષ કંઈ
નથી. (૪) કેટલાકના મતે સ્વપ્નના અનુભવમાંથી પ્રેતની, પ્રેતમાંથી આત્માની અને આત્મામાંથી
પરમાત્માની કલ્પના થઈ અને એમાંથી ધર્મની ઉત્પત્તિ છે. કેટલાક કહે છે કે જંગલી અવસ્થામાં મનુષ્યને પ્રકૃતિના સંક્ષોભક બનાવો જોઈને ભય
ઉત્પન્ન થાય છે તેમાંથી ધર્મનો ઉદય છે. (૬) કેટલાક બતાવે છે કે ગગનમંડળની ભવ્ય અને સુંદર રચના જોઈ થતા આશ્ચર્યમાંથી
ધર્મનો પ્રાદુર્ભાવ છે. (૭) કેટલાક પિતૃપૂજાને ધર્મનું આદિસ્વરૂપ માને છે. (૮) જીવારોપણ રૂપી - સર્વત્ર પોતાનું પ્રતિબિંબ જોવાના મનુષ્યબુદ્ધિના એક સ્વાભાવિક
વલણમાંથી જગતના પદાર્થોમાં મનુષ્યને ઈશ્વર ભાવના થઈ આવી અને એ રીતે અનેકદેવવાદ પ્રથમ ઉત્પન્ન થયો એમ કેટલાક માને છે.
ધર્મના ઉદ્ભવ સંબંધી ઉપરોક્ત તમામ તર્ક અનિશ્વરવાદનો મનુષ્ય બુદ્ધિ પર જે પ્રભાવ છે તેને કારણે જમ્યા છે. આનંદશંકર આ સર્વ તર્કોને અપ્રતિષ્ઠિત કહી કૃત્રિમ માને છે. આ મતોથી માત્ર ધર્મના આવિર્ભાવોનું વૈચિત્ર્ય જ ફલિત થાય છે. આ મતોથી ધર્મની સ્વભાવસિદ્ધિ અથવા વિચારસિદ્ધિનો નિષેધ થતો નથી. આનંદશંકરનો આ વિચાર આપણને “વામનાવતાર'ના વાર્તિકમાં જોવા મળે છે. (જુઓ, પરિશિષ્ટ-૨, કાવ્ય : ૫, પૃ. ૨૯૩). ધર્મની સ્વભાવ સિદ્ધિ :
ધર્મ મનુષ્યને સ્વભાવથી જ સહજ છે. ઈતિહાસમાં પ્રત્યક્ષ થતો મનુષ્ય સ્વભાવ જ એ સિદ્ધ કરે છે કે ધર્મના મૂળ મનુષ્યની ધાર્મિક વૃત્તિમાં છે. અહિં આનંદશંકર ગ્રીક મહાકવિ હોમરનું એક અવતરણ આપે છે. હોમરે કહ્યું છે કે, “As young birds open their mouths for food, all men crave for the gods”
અર્થાત- “જેમ પક્ષીના બચ્ચાં ખોરાકને માટે ચાંચ ઉઘાડે છે, તેમ સર્વ મનુષ્યને ઈશ્વરની આકાંક્ષા રહે છે.” (ધર્મવિચાર -૧, પૃ. ૨૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org