________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૪૩
Moral Government પરની શ્રદ્ધા :
જગતની વ્યવસ્થામાં પુણ્યનો જય અને પાપનો ક્ષય એ નિયમ પણ સર્વદા પ્રતીત થતો ન જણાય તો પણ વ્યક્તિ તેમજ સમષ્ટિની સવૃત્તિ અને ઉન્નત્તિ (Virtue and Civilization or Progress) ઉપર જણાવ્યા તે નિયમની શ્રદ્ધાથી જ સંભવે છે.
આમ જેના ઉપર મનુષ્યના જ્ઞાનનો અને ઉન્નતિસંપાદક સદાચારનો આધાર છે એવા Uniformity of Nature and Moral Government ઉપરની મનુષ્યની શ્રદ્ધાને આનંદશંકર મોક્ષને અનુકૂળ શ્રદ્ધા માને છે. આવી મનુષ્ય સ્વરૂપના બંધારણના મૂળમાં જ જે શ્રદ્ધા રહી છે તે વિનાની શ્રદ્ધાને આનંદશંકર અંધશ્રદ્ધા, કે જડ પદાર્થની શ્રદ્ધા તરીકે ઓળખાવે છે. ચેતનની શ્રદ્ધા સકારણ અને વિવેકજન્ય હોય છે. જ્યારે ગમે તે વસ્તુને કે ગમે તે વાક્યને વગર વિચાર્યું વળગવું તેને તેઓ જડશ્રદ્ધા તરીકે ઓળખાવે છે.
- ચેતનની – ધર્મની રહસ્યમયતાના બૌદ્ધિક ખુલાસા મેળવવા તરફ મનુષ્ય સક્રિય બને છે. તેનું કારણ માનવબુદ્ધિમાં જાગતી શંકા જ છે. આવી શંકા શ્રદ્ધાને ઉપકારક થઈ પડે છે. પરંતુ જે પ્રશ્નો અસ્તિત્વમાત્રને નકારવાનું જ કરે એવા પ્રકારના પ્રશ્નોમાં રહેલી શંકાને આત્માના રોગ તરીકે ઓળખાવાય છે. આ પ્રકારની શંકા મનુષ્યને પ્રમાદી બનાવે છે. ભગવદ્ગીતામાં સંશયાત્મા વિનશ્યતિ (ભગવદગીતા, ૪-૪૦) આવા આત્માઓના સંદર્ભમાં જ કહેવામાં આવ્યું છે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પ્રવેશ કરવા મનુષ્ય હૃદય સતત તલસે છે. અને તેથી જ તેના ચિત્તમાં પ્રશ્નો જાગે છે. આવી જ્ઞાનમૂલક શંકાને આનંદશંકર ઈચ્છવા યોગ્ય માને છે. આનંદશંકર અહી શંકાની યોગ્યતા પ્રમાણતા કહે છે : “પ્રશ્ન થવા જ ન દેવો એ આત્માને જડ ગણવા સમાન છે. વળી, શંકાનો ખુલાસો કરવાને બદલે એને બળાત્કારે દાબી મૂકવી એ આત્મામાં કચરો એકઠો કરવા જેવું છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૭) ધર્મનો ઉદ્ભવ અને વિકાસ:
માનવજીવનમાં ધર્મના ઉદ્દભવ અને વિકાસ અંગે અનેક પરસ્પરથી વિરોધી મતો જોવા મળે છે. આનંદશંકર આ વિવિધ મતોને કૃત્રિમ ઠેરવે છે અને મનુષ્ય જીવનમાં ધર્મ એ સ્વભાવસિદ્ધ તેમજ વિચારસિદ્ધ પ્રક્રિયા છે એમ સિદ્ધ કરે છે. ધર્મના ઉદ્ભવ અંગેના વિવિધ મતો નીચે પ્રમાણે છે : (૧) લોકાયત મતવાળા ધર્મને ધૂર્તજનોએ કલ્પેલી વ્યવસ્થા માને છે. (૨) પાશ્ચાત્ય તત્ત્વચિંતક પ્લિનિ ધર્મ કેવલ અશકિત અને ભયમાંથી જ ઉત્પન્ન થાય છે અને
આ જગતથી પર ઈશ્વર એવો પદાર્થ હોય તો પણ એનું જ્ઞાન થવું સર્વથા અશક્ય છે એમ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org