________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૪૧
તેથી તેના અભ્યાસની સરળતા ખાતર આનંદશંકર તેના વિષય ભાગ કરવાનું કહે છે. વ્યાપક અર્થમાં આપણે જેને ધર્મ કહીએ છીએ તેને આનંદશંકર ત્રણ ભાગમાં વહેંચે છે : (ધર્મવિચાર -૧, પૃ.૧૭). (૧) તત્ત્વચિંતન (Philosophy)
જેમાં મુખ્ય ત્રણ ભાગ પડે છે. તત્ત્વમીમાંસા, નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર. તેમાંથી
પ્રથમ બેને આનંદશંકર પ્રકૃત વિષયમાં સવિશેષ ઉપયોગી માને છે. (૨) કવિતા (Poetry).
એટલે પૂર્વોક્ત વિષયનું હૃદય દ્વારા સમાલોચન. પ્રકૃતિ અને મનુષ્ય આત્માના વિવિધ સ્વભાવ વર્ણનમાં કવિપ્રતિભા જે પરતત્ત્વનું દર્શન કરાવે છે તે. બ્રહ્મવિદ્યા તથા વિશેષ અર્થમાં ધર્મ (Theology)-UniversalઅનેParticular): એટલે જગતના મહાન ધર્મ પ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓ (તાર્કિકો કે શબ્દાર્થમીમાંસકો નહિ) તેમણે પ્રકૃત વિષયમાં આચાર અને વિચાર દ્વારા પ્રગટ કરેલા પરમ સત્ય તથા એ સત્યના પ્રાદુર્ભાવનાં વિશેષ સ્વરૂપો.
આમ, તત્ત્વમીમાંસા, નીતિમીમાંસા, કવિપ્રતિભા અને બ્રહ્મવિદ્યા જેને આનંદશંકર સર્વ વિદ્યાઓમાં પરમવિદ્યા કહે છે. એવા ધર્મના વિવિધ વિષયભાગ કરી તેને વ્યાપક અર્થમાં સમજવાની આવશ્યકતા આનંદશંકર બતાવે છે. ધર્મની અભ્યાસ પદ્ધતિઓ:
ઉપરોક્ત ત્રણે વિષયનો સંપૂર્ણ અભ્યાસ એક મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવો અશક્ય છે. તેથી, ક્રમે ક્રમે શાંતિથી, દઢતાથી અને પદ્ધતિ અનુસાર આ માર્ગે આગળ વધવાનું આનંદશંકર કહે છે. પરમકોટિના તત્ત્વચિંતકો, કવિઓ, ધર્મપ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓના મુખ્ય મુખ્ય ગ્રંથોના અભ્યાસથી આ માર્ગે ઘણું સિદ્ધ થઈ શકે એમ છે. આવા અધ્યયન માટે આનંદશંકર ત્રણ પદ્ધતિઓ દર્શાવે છે : (ધર્મવિચાર -૧, પૃ.૧૮) (૧) ઐતિહાસિક પદ્ધતિ (Historical Method)
તત્ત્વજ્ઞાનનો તથા બ્રહ્મવિદ્યા (ધર્મ)નો પ્રવાહ ભિન્ન ભિન્ન દેશોમાં, કાળમાં અને અવાંતર વિષય પરત્વે કેવી રીતે પ્રવર્યો છે. એ ઐતિહાસિક દષ્ટિબિંદુએ, કારણ સહિત સમજાવવા પ્રયત્ન કરવો તેને આનંદશંકર ઐતિહાસિક પદ્ધતિ કહે છે. અર્થાતુ દેશવાર, સમયવાર, વિષયવાર, પ્રકૃત વિષયનું સમગ્ર ઐતિહાસિક સ્વરૂપ ધ્યાનમાં લેવું. આ ઉપરાંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org