________________
(૧) ધર્મની સંકલ્પના
ધર્મ અને તત્ત્વજ્ઞાનની એકતા :
આનંદશંકર ધર્મ અને તત્ત્વજ્ઞાનને અભિન્ન ગણે છે. ધર્મના સત્યોને તપાસવાનું કાર્ય તત્ત્વજ્ઞાન કરે છે તો તત્ત્વજ્ઞાન દ્વારા સંપાદિત સત્યોને જીવનમાં ધારણ કરવા તેને આધારે જીવનને ટકાવવું એ ધર્મનું કાર્ય છે.
દ
આનંદશંકરનું ધર્મચિંતન
આમ, બન્ને એકબીજાના પૂરક છે. ભારતીય સંસ્કૃતિમાં ચિંતન અને ધર્મ એ બે પૃથક્ તત્ત્વો નથી પણ એક જ ચૈતત્યની વૈચારિક અને આનુભવિક અભિવ્યક્તિઓ છે. તત્ત્વજ્ઞાન એ કેવળ વૈચારિક સ્વૈરવિહાર નથી. પરંતુ જીવનમાં અને જીવન દ્વારા વહેતું ચિંતન છે. આ દૃષ્ટિ દ્વારા તત્ત્વજ્ઞાન અને ચિંતન પૃથક્ નહિ પણ પરસ્પરમાં અનુસૂત છે. આનંદશંકરના મતે “તત્ત્વજ્ઞાન એ સંસારને વિલોકવાની એક દૃષ્ટિ છે અને તે જેમ જ્ઞાનીને સિદ્ધ છે તેમ આપણા
સહુને સાધ્ય છે અને આવશ્યક છે.....આ દૃષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો પરિદશ્યમાન વિશ્વ સાથે સંબંધ, એની સ્વાભાવિક પ્રવૃત્તિ નિવૃત્તિની ભાવનાઓ ઈત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે.” (સાહિત્યવિચાર, પૃ.૧૦૬-૧૦૭)
Jain Education International
ટૂંકમાં તત્ત્વજ્ઞાન જીવન સમગ્રને સંબોધે છે અને તેના સત્યને પામવા પ્રયત્ન કરે છે. ધર્મ આ વૈચારિક સત્યને જીવનમાં દઢાવવાનો અને જીવન દ્વારા પ્રગટ કરવાનો પ્રયત્ન છે. આ ષ્ટિએ આનંદશંકરના મતે “ધર્મ એટલે જેના વડે આ બાહ્ય જગત અને અંતરાત્મા બન્ને ધારણ થાય છે તે તત્ત્વ” (ધર્મ વિચાર -૧, પૃ.૬૪૯) આથી જ આનંદશંકરના મતે ધર્મ એ સત રૂપ છે. જે આપણા સમગ્ર જીવનને આવૃત્ત કરે છે. આપણા જીવનને - સમગ્ર વ્યવહા૨ને વ્યાપી તેને શુદ્ધ અને જીવંત બનાવે છે.
ધર્મના વિષય ભાગ ઃ
ધર્મનો વિષય વિશાલ છે, તે અનુરૂપ અસંખ્ય ગ્રંથોમાં તેનું જ્ઞાન આવિર્ભૂત થાય છે.
For Personal & Private Use Only
1
www.jainelibrary.org