________________
ઈતિહાસ ચિંતન
–
(૫) પરિસ્થિતિને સંસ્થાઓની પર જઈ કારણ માનવું એ ભૂલભરેલું છે. ઈતિહાસ એ માણસની પરિસ્થિતિને વળોટી જવાની પ્રક્રિયા છે. કારણ આનંદશંકર માને છે કે, “મનુષ્ય કાંઈ માટીનો લોચો નથી કે એને કાલચક્ર ઉપર ચઢાવી, અગર હાથે ટપલાં મારી ફાવે તેવો આકાર - પરિસ્થિતિ ઉપજાવી શકાય”. (સાહિત્યવિચાર (૧૯૫૭), પૃ.૫૬૭) વાસ્તવમાં પરિસ્થિતિ એ મનુષ્યની અંદર દાખલ થઈ એના જીવન ઉપર અસર કરે છે. એ જીવનસ્થિતિની ઉત્પત્તિ એ જ ઈતિહાસનો આધાર છે. આ સંદર્ભમાં આનંદશંકર જણાવે છે કે : “ગૃહ-દ્રવ્ય-રાજ્ય-સાહિત્ય-કલા-ફિલસૂફી વગેરે જે જે મનુષ્ય સુધારાનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે એ ભવિષ્ય-અર્થાત્ ઈતિહાસ ઘડવામાં સમર્થ ભાગ લે છે.” (સાહિત્યવિચાર (૧૯૫૭), પૃ.૫૬૮)
આમ, આનંદશંકરના મતે ઈતિહાસ એક સંકુલ સંકલ્પના છે. તેમાં વ્યાપક રીતે કહીએ તો સ્થૂળ અને આંતરિક બંને પરિસ્થિતિઓ સમાવિષ્ટ છે. કેવળ સ્થૂળ શક્તિઓ જ ઈતિહાસ માટે નિર્ણાયક નથી. બાહ્ય અને આંતર જગતનો સંસ્પર્શ એનાથી જ ઈતિહાસની સંરચના થતી હોય છે.
૧૩૯
ઈતિહાસ જગત ઉપર અમાપ અસર છોડી જનાર માનવનો આંતર સંસ્પર્શ છે. તેનામાં રહેલી સ્થૂળ શક્તિ પ્રબળ અને અમાપ છે. તે જગતના ઈતિહાસ ઉપર અમર્યાદ અસરો ઉપજાવે છે.
આનંદશંકરના મતે મનુષ્યમાત્રમાં વ્યાપ્ત સમષ્ટિચૈતન્ય અને એના આવિર્ભાવો ઈતિહાસમાં સતત થયા કરતા હોય છે. આ સમષ્ટિચૈતન્ય એટલે અખો કહે છે તેમ ‘આપોપુ’અર્થાત્ આત્મત્વ. આ સમષ્ટિચૈતન્યની સંકલ્પનાને સ્પષ્ટ કરતાં આનંદશંકર લખે છે કે : “એ સમષ્ટિચૈતન્ય તે જડ પ્રકૃતિ નથી, તેમ જગતના છૂટાછવાયા મહાન પુરુષો પણ નથી. વળી તે તે સંસ્થાઓ પૂરતી જનહિતની વ્યવસ્થાઓ પણ એ નથી. એ સર્વ છે અને સર્વથી અધિક છે. સૌની અંતર અને સૌથી પાર વિરાજતું જગતનું અન્તર્યામી પરમ ચૈતન્ય તે એ છે. એ દેશ, કાલ અને સ્વભાવરૂપ ઉપાધિ ગ્રહણ કરી ઈતિહાસમાં પ્રકટ થાય છે. એ રાસેશ્વરની લીલા સ્વતંત્ર છે, પણ ઉન્મત્ત નથી : એની લીલામાં અમુક નિયમો પ્રકટ થાય છે, એને સમજવા, એને અનુવર્તવું, અને એ રીતે માનવ ઉન્નતિનો રાસ ગૂંથતા ચાલવું, એ દરેક ગોપ - ગોપિકાનો અધિકાર અને કર્તવ્ય છે.” (સાહિત્યવિચાર (૧૯૫૭), પૃ.૫૭૬,૫૭૭)
આમ, ઈતિહાસ એ પરિસ્થિતિની ભોમકામાં આત્મતત્ત્વનું વિકસિત થતું પ્રસ્ફુટન છે, અને આ પ્રસ્ફુટન કરવું એ માનવ માત્રનો અધિકાર અને કર્તવ્ય છે. આ આનંદશંકરનું ઈતિહાસ દર્શન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org