________________
૧૩૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
પોતાના તેમજ ભવિષ્યના ઈતિહાસમાં જે પ્રબળ અસર આંકે છે તે હકીકતનો ઈતિહાસના આ સ્વરૂપ દ્વારા ખુલાસો મળે છે. ઈતિહાસના આ સ્વરૂપને ઊંડાણથી તપાસતાં એ વાત સ્પષ્ટ થાય છે કે મહાન પુરુષો ભવિષ્યના યુગને અસર કરે છે. પરંતુ એની સાથે સાથે એ પણ સાચું છે કે તેઓ ભૂતકાળના પુત્રો અને વર્તમાનના બંધુઓ છે. મહાન પુરુષો એના ભૂતકાળ અને વર્તમાનથી પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. મહાન પુરુષોને અસર કરનાર અનેક ઘટકો હોય છે. તેથી કેવળ તેમના જીવન-ચરિત્રને જ ઈતિહાસર્જનનું કારણ માની કરાતો ખુલાસો કારણોનું અને કાર્યકારણ સંબંધોનું અધૂરું અન્વેષણ છે. ખંડને સમગ્ર માનવાનો
દોષ અહીં જોવા મળે છે. (૨) ઈતિહાસના રહસ્યોને ઉકેલવાની ચાવી એ જડ પ્રકૃતિ અને તેના વિવિધ આવિર્ભાવો
છે : આ મત ઈતિહાસ ચિંતક બકલનો છે. પ્રાકૃતિક તફાવતો જ માનવની સમગ્ર ચાલનાનું કેન્દ્ર છે. અહીં ભૂમિ-વાતાવરણ અને માનવગુણો વચ્ચે કાર્યકારણ સંબંધ છે એમ સ્થાપિત થાય છે. વાસ્તવિકતા એ છે કે જડ પ્રકૃતિ જ ચૈતન્યનું સંચાલક બળ નથી. કારણ માનવ ચૈતન્ય એ દૈશિક ઉપાધિથી પર છે. આનંદશંકરના મતે - “જડ પ્રકૃતિના સામા વહેણે તરવાનું એનામાં સામર્થ્ય છે, અને તેથી પ્રકૃતિના જડ નિયમોથી ચૈતન્યના વિલાસનો ખુલાસો કરવો અશકય છે.” (સાહિત્યવિચાર (૧૯૫૭), પૃ.પ૬૬) મનુષ્યનો ઈતિહાસ સમાજ, રાજનીતિ, અને તે દ્વારા નિર્માયેલી સંસ્થાઓની નીપજ છે : સમાજ અને રાજનીતિની સંસ્થાઓ ઈતિહાસનું કારણ છે. સંસ્થાઓને કારણરૂપ માનવામાં મનુષ્ય પોતે જ કારણરૂપ બને છે. હકીકત એ છે કે ઈતિહાસ સંસ્થાઓમાંથી ફલિત થવાને બદલે સંસ્થાઓ જ ઈતિહાસમાંથી ફલિત થાય છે. આમાંથી સંસ્થાની સુધારણા એ જ સર્વ કલ્યાણની ચાવી છે એવો મત રજૂ થાય છે. વાસ્તવમાં આના પાયામાં રહેલો ઈતિહાસ વિચાર એ જ વાતની પ્રતીતિ કરાવે છે કે મનુષ્યનો ઈતિહાસ
એ સમાજ, રાજનીતિ અને તે દ્વારા નિર્માયેલી સંસ્થાઓની નીપજ છે. (૪) પરિસ્થિતિ અને જરૂરિયાત માનવ ઈતિહાસનું સર્જન કરે છે : આ મત સ્પેન્સરનો છે.
નવી પરિસ્થિતિ, નવી જરૂરિયાતો અને નવી સંસ્થા આ ત્રણેય એક દિશામાં સુરેખ રીતે જાય છે. પ્રશ્ન એ છે કે જૂની સંસ્થાઓના પૂર્ણ ઉચ્છેદ ઉપર નવી સંસ્થાના અક્ષરો મંડાય છે? આ અસતમાંથી સતને ઉપજાવવાની અશક્ત પ્રક્રિયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org