________________
ઈતિહાસ ચિંતન
એક દાર્શનિકની ઢબે આનંદશંકર ઈતિહાસ શું છે? એવો તાત્ત્વિક પ્રશ્ન ઊભો કરે છે. આ પ્રશ્નના પ્રાપ્ત ઉત્તરોનું વિવેચન કરી ઈતિહાસ અંગે પોતાનું આગવું દર્શન રજૂ કરે છે. સામાન્ય રીતે એવું મનાય છે કે ઈતિહાસ એટલે અશાશ્વતનો અરીસો. નવલરામની પ્રસિદ્ધ પંક્તિઓ છે :
ઈતિહાસની આરસી સાહી, મેં જોયું માહી,
થિર થાવર દીઠું ન કાંઈ, ફરતી છે છાંઈ” ઈતિહાસ કેવળ ઘટનાઓના પ્રતિરૂપો સર્જતો માત્ર અરીસો હોઈ શકે ? આવો તાત્ત્વિક પ્રશ્ન આનંદશંકર ઊભો કરે છે. જગતના પદાર્થોનું નિઃસત્વ અને નશ્વર સ્વભાવનું આલેખન એ ઈતિહાસ હોઈ શકે ? ઈતિહાસમાં અર્થગાંભીર્ય અને કાર્યકારણભાવ ઘુંટાયેલો હોવો જોઈએ. અન્યથા ઈતિહાસ એ અસંબંધ બનાવોની નોંધપોથીથી વિશેષ કશું ન રહે. પ્રકૃતિની ઘટનાઓ જો કાર્યકારણના નિયમથી બંધાયેલ છે, તો મનુષ્ય તેમાં વિકલ્પ ન હોઈ શકે. પ્રકૃતિ કરતાં આનંદશંકરના મતે :
મનુષ્ય જેટલો વિશેષ અદ્ભુત છે અને એનું માનસિક બંધારણ વિશેષ દુર્ગમ છે, તેટલી એની કૃતિઓ વિશેષ ચમત્કારક અને ગૂઢ દેખાય છે – પણ વસ્તુતઃ એ કાર્યકારણના નિયમની બહાર નથી. એ નિયમ ઉકેલવો ગમે તેટલો કઠણ હોય, પણ વસ્તુ સ્થિતિમાં એ નિયમ પ્રવર્તે છે એમાં સંશય નથી તો પછી એ નિયમ શો છે એ શોધવાની –એની ગહનતાથી જરા પણ પરાસ્ત ન થતાં શોધવાની – આપણી ફરજ છે.” (સાહિત્યવિચાર (૧૯૫૭), પૃ.૫૬૨,૫૬૩)
આ શોધના સંદર્ભમાં આનંદશંકર નીચેના મતોની સમીક્ષાત્મક તપાસ કરે છે : (૧) મનુષ્ય ઈતિહાસ માત્ર જગતના મહાન પુરુષોના જીવનચરિત્રોનો સમુદાય છે:
વિક્ટોરિયન યુગના લેખક કાર્લાઇલનો આ મત છે. આ મત અનુસાર મહાન પુરુષો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org