________________
૧૩૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આનંદશંકર યોગ્ય જ કહે છે :
એમ કહી શકાય કે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનને કેવલાદ્વૈતની વિચારણાની દૃષ્ટિથી વધુ સારી રીતે સમજી શકાય તેવો વૈચારિક પુરુષાર્થ આનંદશંકરના ચિંતનમાં જોવા મળે છે. “તત્ત્વનું ખરું સ્વરૂપ કેવલ ધ્રુવ કે કેવલ ગતિમાન નથી, પણ ગતિ કે વિકારમાં રહેલી સ્થિરતા છે. વિકારના અંતરમાં રહેલી એકતા છે. અને પરિણામવાદનો સિદ્ધાંત કે વિકાર આગંતુક નથી, પણ વસ્તુના સ્વરૂપમાં ગૂઢ રૂપે રહેલો હતો. એ સિદ્ધાંતને ઉલ્લંઘી શકાય એમ નથી. આમ માનવાથી ફિલસૂફીની ઘણી ગાંઠો ઊકલવાનો સંભવ છે.
0
0
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org