________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૩૫
* “જડવાદે” સ્વીકારેલ દ્રવ્ય (matter) નો ખ્યાલ જ હાલ બદલાઈ ગયો છે, કારણકે દ્રવ્ય
પહેલાં માનતા હતા તેવા પરમાણુનું બનેલું નથી, પણ એ તો માત્ર બે ભિન્ન પ્રકારના વિદ્યુઅણુની રચનાઓથી બનેલું છે. એટલે દ્રવ્ય જેવું કંઈ રહેતું નથી. માત્ર શક્તિ જ
રહે છે. * વિજ્ઞાન એથી પણ આગળ જાય છે. દેશ અને કાળ પણ કોઈ સ્વતંત્ર વાસ્તવિક તત્ત્વો નથી,
માત્ર સાપેક્ષ છે. વળી દેશ અને કાળ પણ આપણે માનીએ છીએ તેવા ભિન્ન નથી, એક જ
સતનાં બે ભિન્ન સ્વરૂપો છે, અને દેશ-કાલ નામનો, એક જ ચતુર્માન પદાર્થ સત સ્વરૂપ છે. * દેશ-કાળ એ વસ્તુનું ઉપાદાન કારણ છે અર્થાત્ વસ્તુઓ દેશ-કાળમાંથી પ્રકટ થાય છે. જેમ
સરોવરની જળની લહેરીઓ એ સરોવરનો તથા એના દ્રવ્યરૂપ જલરાશિનો ભાગ છે. તે જ પ્રમાણે જડ-વસ્તુ-ભૂતમાત્ર-અનપેક્ષ, અદશ્ય અને અજડ એવો દેશ-કાળ નામક વસ્તુનો ભાગ છે. દરેક પદાર્થ તારા, પૃથ્વી, હું, તમે સર્વે-દેશ-કાળ નામક મહોદધિના તરંગો છીએ.: એક જ મૂળભૂત સના રૂપ વા પ્રકાર છીએ.
આધુનિક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના આટલા વિવેચન પછી આનંદશંકર અર્વાચીન તત્ત્વજ્ઞાનની વિચાર પ્રક્રિયાની દિશા સ્પષ્ટ કરી આપે છે. (૧) અર્વાચીન તત્ત્વજ્ઞાનનું એક લક્ષણ એ ગણી શકાય કે તત્ત્વજ્ઞાન વિજ્ઞાનની ભૂમિકા
ઉપર રચવામાં આવે છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે તે જડમાંથી જીવન તરફ
અને જીવનમાંથી અધ્યાત્મ તરફ પ્રગતિ કરે છે. (૨) અર્વાચીન યુગમાં તત્ત્વજ્ઞાનીઓ જગતનું સ્વરૂપ સ્થિરને બદલે ગતિમાન માનવા
લાગ્યા છે. (૩) જૂના જમાનાનો જડવાદ નાશ પામ્યો છે. વાસ્તવવાદ વિષેની એ યુગની જે સામાન્ય
સમજ હતી એ પણ નાશ પામી છે. (૪). અર્વાચીન વાસ્તવવાદ એ વિચારવાદ-ચેતનવાદ તરફ ઢળી રહ્યો છે અને ક્યારેક તો
અજ્ઞાત રીતે એમાં પ્રવેશી પણ જાય છે. (૫) અમૂર્તની વ્યક્ત સત્તા તરીકે ગણના થાય છે.
સમગ્ર ચર્ચાના ઉપસંહાર રૂપે કહી શકાય કે વિજ્ઞાનના આધુનિક સિદ્ધાંતોથી તત્ત્વજ્ઞાન પણ પ્રભાવિત થયું અને પરિણામે અર્વાચીન પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન પણ પદ્ધતિ સંબંધી મતાગ્રહથી પીડાવા લાગ્યું. આધુનિક પાશ્ચાત્ય ચિંતકોની આ મર્યાદા સામે તત્ત્વનું ખરું સ્વરૂપ સમજાવતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org