________________
૧૩૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
શક્તિ નથી. એથી ભવિષ્યનો વિચાર જડ પદાર્થ ઉપર અસર કરતો નથી, પહેલેથી વિચારી રાખેલા માર્ગે એ જતું નથી, પ્રથમથી નક્કી કરેલા ઉદ્દેશ્ય સ્થાનને તે શોધતું નથી.
આમ, રચના હેતુ એ ચેતનનું આંતરતત્ત્વ છે એમ કહી લૉજ ચિત્ તત્ત્વનો ખુલાસો કરતાં કહે છે કે, “જડ એ ચિતનું સાધન અને આશ્રય છે, ચિત્ દેહ ધારણ કરીને આ પરિદૃશ્યમાન જગતની સાથે વ્યવહારમાં ઊતરે છે અને એ રીતે જગતના નિયમનું અને વ્યવસ્થાનું તત્ત્વ પૂરું પાડે છે, અર્થાત્ એ વડે જગત અમુક ઉદ્દેશ તરફ દોરાય છે; જડની બુદ્ધિ ભરી રચનામાં ચિત્ર દેહ ધારણ કરે છે.” (ધર્મવિચાર -૧, પૃ.૪૨૨)
આમ, ચિતશક્તિ દેહવત થઈને ઉદ્દેશ તરફ દોરવાનો પોતાનો ધર્મ બજાવે છે એવો લૉજનો મત છે.
લૉજના આ વિચારમાં આનંદશંકરે પોતાનું દૃષ્ટિબિંદુ ગર્ભિત રીતે વણી લીધું છે. તે નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય : * ચેતનના વિકાર સાથે સાથે જડ શરીરમાં વિકાર થાય છે. એ ઉપરથી જડ શરીર એ
ચેતનાના વ્યાપારનું તંત્ર છે, સાધન છે, એથી વધારે ફલિત થઈ શકે નહિ. * જડ અને ચેતનના દ્વતનો ખુલાસો કરવો પડે છે એ જ બતાવે છે કે બંને અત્યંત ભિન્ન
છે. તેથી જડ ચેતનનું કારણ હોઈ શકે નહિં. જડમાં પહેલેથી જ ગૂઢરૂપે ચેતન હતું એમ કહેવું એ તો જડ ઉપર ચેતનનું પ્રાધાન્ય સ્વીકારવા બરાબર છે. કારણકે ચેતન જ પોતાના પ્રયોજન માટે જડ દ્વારા વ્યાપાર કરે છે. (ધર્મવિચાર -૨, પૃ.૪૧૫)
આ ઉપરાંત આધુનિક વિજ્ઞાનના વિકાસને કારણે સૃષ્ટિવિષયક સત્યોમાં આવેલા આમૂલ પરિવર્તનોના સંદર્ભમાં આનંદશંકર ચૈતન્યવાદનું સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
વિક્ટોરિયન સાયન્સના યંત્રવાદ પ્રમાણે જડ વસ્તુ એટલે દેશ-કાળમાં રહેતું દ્રવ્ય. અહીં દ્રવ્ય- દેશ-કાળ એ ત્રણ પદાર્થોને મૌલિક માની ચાલવામાં આવતું હતું. વિક્ટોરિયન યુગની આ માન્યતામાં આધુનિક યુગમાં આમૂલ ફેરફાર થયા છે. કારણકે જડનું પૃથક્કરણ કરતાં જડદ્રવ્ય એ વસ્તુમાત્રના તળમાં રહેલો એક પદાર્થ (Substance) મનાતું મટી ગયું. અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ દેશ અને કાળનું વિવેચન કરતાં એ બંને સ્વતંત્ર પદાર્થો નથી એમ સ્પષ્ટ થયું. આથી વિશ્વ એક યંત્ર છે એ માન્યતા એક ભ્રમ સાબિત થઈ છે. આમ, જડવાદ સામે સૌથી મોટો પ્રહાર આધુનિક વિજ્ઞાનશાસ્ત્રનો છે એમ આનંદશંકર તેમના નિબંધ ‘નવાં દર્શન’માં જણાવે છે. આ અંગેના તેમના વિચારોને સંક્ષેપમાં નીચે મુજબ મૂક્યા છે. (ધર્મવિચાર -૧, પૃ.૧૪૦ થી ૧૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org