________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૩૩
જડવાદી હેકલે પ્રકૃતિમાંથી જડ ઉત્પન્ન થયું છે અને જડમાંથી ચેતન ઉત્પન્ન થયું છે એવો ક્રમ સ્વીકાર્યો છે. આનંદશંકર આ ઉત્પત્તિ ક્રમને અદ્વૈતપ્રકૃતિવાદ (Monisim), એટલે કે પ્રકૃતિ સિવાય બીજું કાંઈ જ નથી એવો વાદ તરીકે ઓળખાવે છે. કેમ કે એમાં પ્રકૃતિથી અલગ પુરુષચૈતન્ય માનવામાં આવતું નથી તેથી તેની ગણના જડવાદમાં કરી શકાય.
ઓલિવર લોજે હેકલના આ અદ્વૈતપ્રકૃતિવાદ (Monisim) ને તત્ત્વજ્ઞાનના અંત સિદ્ધાંતથી જુદો ગણ્યો છે. લોજના મતે, તત્ત્વજ્ઞાનનું અદ્વૈત તે (સાયન્સની રીતિએ) સિદ્ધ થઈ ચૂકેલું નથી, પણ સાધ્ય છે, તત્ત્વજ્ઞાનની ભવિષ્યની ભાવના-સાયન્સથી સિદ્ધ થવાનો -ગ્રાહ છે : જે અંતિમ સાધ્ય સિદ્ધ કરવા માટે તત્ત્વજ્ઞાન (Philosophy) યત્ન કરે છે, પણ તેને પોતાની રીતિએ સિદ્ધ કર્યાનો ભૌતિકશાસ્ત્ર (Physical Science) જરા પણ દાવો કરી શકે એમ નથી. એનું કારણ એ છે કે, ભૌતિકશાસ્ત્ર હજી તો રાસાયણિક તત્ત્વો (Chemical elements)ની એકતા પણ ભાગ્યે જ સિદ્ધ કરી છે. હજી એ શાસ્ત્ર ધીમે ધીમે આગળ વધશે. પણ તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જોઈએ છીએ તો, વૈતવાદ આપણને સંતોષ આપી શકતો નથી. છેવટે વસ્તુસ્થિતિમાં અદ્વૈત જ હોવું જોઈએ એમ આગળ દષ્ટિ નાખીને માનવાનું સર્વને મન થાય છે. આ દષ્ટિ ખરી રીતે તત્ત્વજ્ઞાનની છે, સાયન્સની નથી. સાયન્સના માણસે આ હદ ઓળંગી જવી, અને આજ સુધી જે પ્રદેશમાં તત્ત્વજ્ઞાનનું જ સામ્રાજ્ય ચાલ્યું છે તેમાં સાયન્સને હકે રાજય કરવાનો દાવો કરવો-એ તો સાયન્સના બંધનની ખીલી ઉખેડી નાખી, લગામ સુધ્ધાં નાશી જવા જેવું થાય છે. આનું પરિણામ એ નીપજે છે કે અનિર્વાચ્ય અને ગૂઢ પ્રદેશમાં - જ્યાં સાયન્સ બની શકતું નથી- એમાં ભૂલો પડે છે, અથવા તો એ તત્ત્વજ્ઞાનની પરિભાષાનો દુરુપયોગ કરે છે અને એને ભ્રષ્ટ કરે છે. (ધર્મવિચાર -૧, પૃ.૪૧૨)
હકલના મુખ્ય સિદ્ધાંતોને લૉજ બે વિભાગમાં વહેંચે છે : (૧) પ્રાણ (Life), પ્રયત્ન (Will) અને પ્રજ્ઞા અથવા બુદ્ધિ (Consciousness)એ
જડનો વિકાર છે. (૨) જે વસ્તુ નિત્ય-સત હોય એ જ પરમાર્થ – સત્ય છે.
લૉજ કહે છે કે, હેકલનો પહેલો સિદ્ધાંત સાયન્સની હાલની માન્યતાથી વિરુદ્ધ છે. કેમ કે હજી સુધી સાયન્સના સિદ્ધાંત પ્રમાણે જીવમાંથી જ જીવ નીપજી શકે છે. જડ એની મેળે પોતાનામાંથી ચૈતન્ય ન ઉપજાવી શકે.
હકલનો બીજો સિદ્ધાંત પરમાર્થ સત અંગેની વાત કરે છે જે વિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે.
જડ પદાર્થમાં સતત ગતિરૂપી બળ છે અને એ શક્તિ વડે એની ગતિ થાય છે એ જડવાદની વાતને લૉજ સ્વીકારે છે. પરંતુ તેની મર્યાદા દર્શાવતાં લૉજ કહે છે કે, એ બળમાં સ્વતંત્ર નિયામક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org