________________
૧૩૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
પરંતુ આનંદશંકર ચેતનને જડના વિકાસ ક્રમનું જ એક આગળનું પ્રસ્થાન માનતા નથી. તેઓ તો જડ અને ચેતન બંને એક જ પ્રકૃતિના જુદા જુદા આવિર્ભાવો રૂપે ગણાવે છે. અને તેના સમર્થન માટે આનંદશંકર ભગવદ્ગીતાને ટાંકે છે.
भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ।। एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । નવમૂતાં મહીવાદો થયેલું ધાર્યતે ગત્ II (ભગવદ્ગીતા, અધ્યાય-૭, શ્લોક. ૪,૫,૬)
તાત્પર્ય - પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અંહકાર એમ આઠ પ્રકારની પરમાત્માની અપરા પ્રકૃતિ છે. એ સર્વથી અતિરિક્ત જે “જીવ' એ એની પરા પ્રકૃતિ છે. - જે પરા પ્રકૃતિ વડે આ જગત અસ્તિત્વ ધરાવી રહ્યું છે. સર્વ ભૂતમાત્ર આ áિવધ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે.
આનંદશંકરના મતે : “ઉભયમાં એક જ તત્ત્વ પરોવાયેલું છે-એ તત્ત્વ એ ઉભયથી વિશાલ, ઉભયનું વ્યાપક સંગ્રાહક, તત્ત્વ : પરમાત્મા પોતે જ” (ધર્મવિચાર -૧, પૃ.૧૩૯)
વર્તમાન યુગમાં જડવાદ દ્વારા ચૈતન્યનો ખુલાસો કરવાના દાવા થાય છે. તે સાથે ચૈતન્યવાદીઓએ જડવાદીઓની દલીલોના સમર્થ રદિયા પણ આપેલા છે.
જડવાદીઓનું કહેવું છે કે વૈજ્ઞાનિક રીતે માત્ર એટલું જ સિદ્ધ થઈ શકે એમ છે કે આ સર્વ જગત પ્રકૃતિ (Matter) અને શક્તિ કે સ્કૂર્તિ (energy)નું બનેલું છે. જેને આપણે ચિત કહીએ છીએ તે એનો જ વિકાર છે. આની સામે આનંદશંકર ચૈતન્યવાદી વૈજ્ઞાનિકોની દલીલો તપાસે છે. અને શંકરાચાર્યના કેવલાદ્વૈત અનુસાર ચેતનવાદનું સમર્થન પ્રાપ્ત કરે છે. અદ્વૈત તો જડમાં પણ જીવ જેટલું જ બ્રહ્મ સભર ભર્યું છે, પ્રમાતા અને પ્રમેય બંનેમાં એક જ બ્રહ્મ વિલસે છે એમ કહી ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મને જ સ્વીકારે છે.
આનંદશંકરે જડવાદની વિરુદ્ધ એવા મહાન ચેતનવાદી વૈજ્ઞાનિક સર ઓલિવર લોજના એક આખા લેખનું ભાષાંતર કરી મૂકેલો છે. તેમાંથી પરોક્ષ રીતે આનંદશંકરનું જડવાદ અને ચેતનવાદ વિશેનું દૃષ્ટિબિંદુ સ્ફટ થાય છે.
ઓલિવર લોજ પોતાના લેખમાં પ્રસિદ્ધ જીવવિદ્યાશાસ્ત્રી (Biologist) પ્રો. હકલના “The Riddle of Universe”માં તેમણે કરેલી જડવાદના સમર્થનની દલીલોની સામે પોતાના ચેતનવાદી વિચારો રજૂ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org