________________
૧૨૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
હર્બર્ટ સ્પેન્સર અધિષ્ઠાનના નિષેધને સ્વીકારતા નથી. પરંતુ જે ભાસે છે તે જોય છે અને ભાસતો પદાર્થ અજ્ઞેય છે. એટલે કે જે જોય છે તે પરિચ્છેદવાનું છે અને અય છે તે અપરિચ્છિન્ન છે. શેય સોપાધિક છે, અજ્ઞેય નિરૂપાધિક છે. પશ્ચિમના વિચારની આ સાતમી ભૂમિકાને આનંદશંકર અજ્ઞેયવાદી વામ ભૂમિકા કહે છે.
- ઉપરોક્ત સાત ભૂમિકાઓ દ્વારા આનંદશંકર પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં પ્રાપ્ત થતી નિત્યાનિત્ય-વસ્તુ-વિવેકની સમજૂતી આપે છે. અને ત્યારબાદ શંકરસિદ્ધાંતમાં પ્રાપ્ત થતા નિત્યાનિત્ય વસ્તુવિવેકની સમજૂતી આપે છે. આનંદશંકર અનુસાર “શંકરાચાર્ય બ્રહ્મને વિશેષાતીત માને છે, વિશેષોમાં અનુસ્મૃત પણ માને છે, પણ વિશેષ્યોને મિથ્યા માની બ્રહ્મની નિર્વિશેષતાને અબાધિત સ્થાપે છે. બે તત્ત્વ થકી પર તૃતીય તત્ત્વ શોધી કાઢવાનું પ્રયોજન જ એ છે કે બન્ને તત્ત્વના દૃષ્ટિબિંદુને ખોટાં સમજી ઉચ્ચતર - તૃતીય-દષ્ટિબિંદુને પ્રાપ્ત કરવું. જગતને સત્ય માનીને ચાલનારા જેટલી ભૂલ કરે છે, તેટલી જીવને એકલાને સત્ય માનીને ચાલનારા પણ ભૂલ કરે છે. એકનું જીવન ઐહિકતાથી દૂષિત છે, બીજાનું મનોરાજય માત્ર છે. બંને દૃષ્ટિબિંદુનો સમન્વય ઉચ્ચતર ભૂમિકાએ ચઢ્યા વિના અશક્ય છે અને એ ભૂમિકાએ ચઢ્યા, એટલે નીચેનાં બન્ને દષ્ટિબિંદુઓ અપૂર્ણ અર્થાત્ બ્રામાત્મક સિદ્ધ થયાં. આ શંકરાચાર્યનો માયાવાદ.” (ધર્મવિચાર ૧, પૃ.૧૨૦)
અભેદાનુભવને પામવા માટે આનંદશંકરના મતે સમગ્ર આત્માની યોગ્યતા જરૂરી છે. આ વાત સ્પષ્ટ કરતાં તેઓ જણાવે છે કે:
“બ્રહ્મની સર્વાત્મકતા માત્ર બુદ્ધિથી વા હૃદયથી વા એકાદ ઈન્દ્રિય માત્રથી ગ્રહવાની નથી, ગ્રહી શકાતી જ નથી, પણ સમગ્ર - અખંડ - આત્મા જ એને યથોચિત રહી શકે છે. માટે બ્રહ્મ કોઈ પણ પ્રકારના માત્ર બુદ્ધિ - વિલાસોથી, કે હૃદયના અંધ ઉછાળાઓથી જ, કે આંખ મીંચીને કર્તવ્ય કર્યા કરવાથી જ, કે ધાર્મિક વૃત્તિથી એક દેવતાને સેવવાથી, પ્રાપ્ત થતું નથી, એની પ્રાપ્તિ માટે તો અખંડ આત્માએ અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ.” (ધર્મવિચાર ૧, પૃ.૫૯)
આ અધિકાર એટલે નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક કરતાં શીખવું. આ વિવેક સાથે વૈરાગ્ય જોડાવો જોઈએ. એટલે કે શમદમ આદિ સાધન સંપત્તિ દ્વારા વિવેક અને વૈરાગ્યને અનુસરતું આચરણ થવું જોઈએ. આચારમાં તે પ્રત્યક્ષ થવું જોઈએ અને તેની સાથે મુમુક્ષુત્વ, સર્વ સંસારને ત્યજી પરમાત્મામાં વિરામ પામવા, મુક્ત થવાનો મુમુક્ષુત્વનો ભાવ પ્રાપ્ત થાય ત્યારે સમગ્ર આત્માની યોગ્યતા પ્રાપ્ત થાય છે. આમ, સમગ્ર આત્મા બ્રહ્મની સર્વાત્મક્તાથી વ્યાપ્ત બને તે જ સાધનાની સિદ્ધિ છે.
આમ શાંકરવેદાંતમાં આપણા અનુભવોમાં સેળભેળ થઈ ગયેલાં તત્ત્વોને અલગ પાડવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org