________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૨૭
લઈ જતાં એમ જણાવે છે કે પદાર્થની સત્તાનું હાર્દ તેના પ્રત્યક્ષ જ્ઞાનમાં રહેલું છે. બર્કલેનું સૂત્ર છે કે “હોવું એટલે અનુભવવું”. લૉકે દર્શાવેલા ધર્મોને બર્કલે માત્ર માનસિક આભાસ જણાવે છે. આમ બર્કલેના ચિંતનમાં બાહ્ય વિષયમાંથી અધિષ્ઠાનનો નિષેધ થાય છે. પરંતુ જ્ઞાતા - જ્ઞાનનું અધિષ્ઠાન કાયમ રહે છે. હ્યુમ આંતરબાહ્ય સર્વ પદાર્થને આભાસરૂપ માને છે. એટલું જ નહિ પરંતુ અધિષ્ઠાનના અસ્તિત્વને માનવા માટે પણ સંશય કરે છે. આમ લૉકથી આરંભાયેલ આ ચતુર્થ ભૂમિકા હ્યુમના ચિંતનમાં આનંદશંકરના મતે “સકલ વિશ્વ, આત્મઅનાત્મ સર્વ આભાસ માત્ર થઈ રહ્યું” (ધર્મવિચાર-૧, પૃ.૧૧૬) તે કેવળ આત્માના અસ્તિત્વનો નિષેધ કરતી એવી પશ્ચિમના ચિંતનની ચોથી ભૂમિકા જેને આનંદશંકર વામખંડ કહે છે. (૫) દશ્ય જગતની પાર અનિર્વચનીય સ્વતઃસિદ્ધ પદાર્થ આત્માની બહાર હોવા અંગેની
વિચારણા :
જ્ઞાનના સંદર્ભમાં કાન્ટ એક મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે અને એ છે મનુષ્ય બુદ્ધિની જ્ઞાન મેળવવાની ક્ષમતા કેટલી ? કાન્ટના ચિંતન અનુસાર દૃશ્ય જગતનું સ્વરૂપ, તેનો આકાર માનવના અંતઃકરણથી નિર્માયેલો છે. પરંતુ દશ્યજગતનું સત્ત્વ અને સ્વતઃસિદ્ધપણું અય અને અનિર્વચનીય છે. આમ કાન્ટના ચિંતનમાં દશ્ય જગત આત્માનું બનેલું છે. પણ આ દશ્યજગતની પાર પણ કંઈક અનિર્વચનીય સ્વતઃસિદ્ધ પદાર્થ રહેલો છે જે આત્માના પ્રદેશની બહાર છે. કાન્ટના આ સિદ્ધાંતમાં આનંદશંકર ગર્ભિત વૈતવાદ છે એમ જણાવે છે. તેમના મતે પશ્ચિમના વિચારની આ પાંચમી ભૂમિકા છે. (૬) અનાત્મા આત્માની જ ઉપસ્થાપના છે એવી વિચારણા :
કાન્ટના દૈતવાદમાંથી ઉગરવા માટે ફિલ્શ અનાત્મતત્ત્વને આત્માની જ ઉપસ્થાપના તરીકે સ્વીકારે છે. અહીં ફિલ્વેનું જગત મનોવિલાસ તરીકે દૃષ્ટિ સૃષ્ટિવાદ અથવા એકજીવવાદ પ્રકારનો અદ્વૈતવાદ છે એવું આનંદશંકરનું પ્રતિપાદન છે. (૭) – ‘હું અને તેના દ્વતમાંથી સમન્વય રૂપે પ્રાપ્ત થતું અદ્વૈત (દક્ષિણખંડ) :
હેગલના ચિંતનમાં આત્મા અને અનાત્માના વૈતમાંથી સમન્વયરૂપે અદ્વૈતપ્રાપ્તિ થાય છે. તેને આનંદશંકર પશ્ચિમના વિચારની સાતમી ભૂમિકાનો દક્ષિણખંડ કહે છે.
– અજ્ઞેયવાદી વિચારણા (વામખંડ) :
પ્રત્યક્ષવાદી વિચારક ઑગસ્ટ કૉપ્ટ દશ્યમાન જગત પાછળનું અધિષ્ઠાન સ્વીકારતા નથી. કારણ જે દેખાય છે તે જ છે. આ પણ આનંદશંકરના મતે એક પ્રકારનો વિચાર છે. અલબત્ત કૉપ્ટ અને વેદાંતમાં ફેર એટલો જ છે કે કોંષ્ટ દૃષ્યમાત્રનો સ્વીકાર કરે છે અને અધિષ્ઠાનનો નિષેધ કરે છે, જયારે વેદાંત અધિષ્ઠાનનો સ્વીકાર કરે છે અને દશ્યનો નિષેધ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org