________________
૧૨૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૨) નિત્ય સામાન્ય તત્ત્વની વિચારણા :
પ્રથમ ભૂમિકા અંગે ચિંતન કરતાં એ વાત સ્પષ્ટ થાય છે કે દશ્ય જગતમાં રહેલા વિશેષ પાછળ કોઈ નિત્ય એવું સામાન્ય તત્ત્વ હોવું જોઈએ. જે નિત્ય અધિષ્ઠાનરૂપ પદાર્થ તે સામાન્ય સત. આ સામાન્ય સતને અધિષ્ઠાનરૂપ કારણ તરીકે સ્વીકારવાનો વિચાર આનંદશંકરના મતે પશ્ચિમના વિચારની દ્વિતીય ભૂમિકા છે. ગ્રીક તત્ત્વજ્ઞાનમાં રહેલ વિચારની આ વ્યવસ્થામાં આનંદશંકર એક પ્રકારનો અદ્વૈતવાદ જુએ છે. (૩) વૈતવાદી વિચારણા :
આધુનિક તત્ત્વચિંતનમાં ડેકાર્ટ માનવ અનુભવોની સમીક્ષાત્મક તપાસ કરે છે. દશ્યમાન જગત અને તેના અધિષ્ઠાનરૂપ સત બન્ને શંકાસ્પદ હોવાને કારણે ડેકાર્ટ તેમને ભ્રાંતિમૂલક માને છે. આ સમીક્ષાત્મક વિચારણા દરમ્યાન ડેકાર્ટ એવું અનુભવે છે કે વિચારું છું તેથી હું છું.” ડેકાર્ટને માટે આ વિધાન આત્માના અસ્તિત્વની સ્પષ્ટ અને નિર્દાત સાબિતીરૂપ છે. આ દ્વારા ડેકાર્ટ આત્મા અને અનાત્મારૂપ વિચાર અને વિસ્તાર એમ બે અત્યંત ભિન્ન સ્વતંત્ર પદાર્થોની વિચારણા કરે છે. આનંદશંકરના મતે યુરોપના વિચારની આ તૃતીય ભૂમિકા છે. “ડેકાર્ટનો આત્મ-અનાત્મ વિવેક છેવટ સુધી વિવેક જ રહ્યો.” (ધર્મવિચાર-૧, પૃ.૧૧૪) (૪) – એક જ સામાન્ય સતના વિશેષ રૂપે જડ અને ચેતનની વિચારણા (દક્ષિણ ખંડ) :
ડેકાર્ટ પછીના ચિંતક સ્પિનોઝા આત્મ-અનાત્મને ચિત્ત અને જડ એમ બે સ્વતંત્ર અત્યંત ભિન્ન પદાર્થો તરીકે ન માનતાં બન્નેને એક જ સામાન્ય સત પદાર્થના વિશેષ રૂપે માન્યા છે. આ વિચારની ટીકા કરતાં આનંદશંકર પ્રશ્ન કરે છે કે સ્પિનોઝાના ચિંતનમાં સામાન્ય સતમાંથી જડ અને ચિત શી રીતે ફલિત થયા તેનો ખુલાસો મળતો નથી. આમ સ્પિનોઝાના ચિંતનમાં નિર્વિશેષ સત અને આત્મ-અનાત્મ એવો ભેદ ઉત્પન્ન થાય છે. આનંદશંકર આને યુરોપના વિચારની ચતુર્થ ભૂમિકાના દક્ષિણ ખંડ તરીકે ઓળખાવે છે. અહીં આનંદશંકર સ્પિનોઝાના અદ્વૈતવાદી ચિંતનમાં ગર્ભિત રીતે રહેલા તને સ્પષ્ટ કરે છે.
– આત્માના અસ્તિત્વના નિષેધની વિચારણા (વામખંડ) : અહીં આનંદશંકર લૉક, બર્કલે અને હ્યુમની વિચારણાને નિરૂપે છે.
લૉક અનુસાર આપણું આનુભવિક જગત બે પ્રકારના ધર્મો ધરાવે છે. એક વસ્તુગત અને બીજું સાપેક્ષ. વસ્તુગત ધર્મોમાં વસ્તુના મૂળભૂત ધર્મોનો સમાવેશ થાય છે જ્યારે સાપેક્ષ ધર્મો જ્ઞાતા આશ્રિત ધર્મો છે. લૉકના મતે જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ તે આ બે ધર્મોનું બનેલું છે. આ બે ધર્મોની પાછળ ધર્મી હોવો જોઈએ. પરંતુ તે આપણા જ્ઞાનની મર્યાદામાં આવતો નથી. આમ મૂળ પદાર્થ અજ્ઞેય છે.આ જ વિચારને બર્કલે તાર્કિક રીતે આગળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org