________________
દાર્શનિક ચિંતનવિશ્વ
છેવટે વિવેકની પાર જઈ અભેદ સિદ્ધાંત સ્થાપવા કેવા પ્રયત્નો થયા છે એનું અવલોકન આનંદશંકરે ‘વિવેક અને અભેદ’ નામના લેખમાં કર્યું છે. (ધર્મવિચાર -૧, પૃ.૧૧૨) નિત્યાનિત્ય વસ્તુવિવેક અને આત્મ-અનાત્મવિવેક :
બધાં સુખો જ્યારે અનિત્ય ભાસે છે ત્યારે મનુષ્યમાં નિત્ય સુખની અભિલાષાથી, અનિત્ય સુખોની પાછળ રહેલા નિત્ય સત્યને અનુભવવાની જિજ્ઞાસા જન્મે છે. આ જિજ્ઞાસામાં જ તત્ત્વવિચારનું બીજ પડેલું છે.
આ જિજ્ઞાસાના ઉત્તરમાં આપણા દેશના તેમજ ગ્રીસ વગેરે પશ્ચિમના દેશોના તત્ત્વચિંતકોએ નિત્ય અને અનિત્ય તત્ત્વ વચ્ચેનો તફાવત પાડવાના અનેક રીતે પ્રયત્નો કરેલા છે. આ સંદર્ભમાં પાશ્ચાત્ય તત્ત્વચિંતનને અનુલક્ષી આનંદશંકરે પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં વિચારની ભૂમિકાઓ નિરૂપી છે. આ ભૂમિકાઓ દ્વારા આનંદશંકર પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં પ્રાપ્ત નિત્યાનિત્ય વસ્તુવિવેક અને આત્મ-અનાત્મ વિવેકની સમજૂતી આપે છે.
પાશ્ચાત્ય તત્ત્વચિંતનના વિચારની ભૂમિકાઓ :
(૧) વિશેષોને કેન્દ્રમાં રાખીને થયેલ વિચારણા
(૨) નિત્ય સામાન્ય તત્ત્વની વિચારણા
(૩) દ્વૈતવાદી વિચારણા
(૪)
– એક જ સામાન્ય સતના વિશેષો રૂપે જડ અને ચેતનની વિચારણા. (દક્ષિણ ખંડ) આત્માના અસ્તિત્વના નિષેધની વિચારણા (વામખંડ)
(૫) દશ્ય જગતની પાર અનિર્વચનીય સ્વતઃ સિદ્ધ પદાર્થ આત્માની બહાર હોવા અંગેની
-
૧૨૫
વિચારણા
(૬) અનાત્મા આત્માની જ ઉપસ્થાપના છે એવી વિચારણા
(૭) – ‘હું’ અને ‘તું’ ના દ્વૈતમાંથી સમન્વયરૂપે પ્રાપ્ત થતું અદ્વૈત. (દક્ષિણ ખંડ) - અજ્ઞેયવાદી વિચારણા (વામખંડ)
(૧) વિશેષોને કેન્દ્રમાં રાખીને થયેલ વિચારણા :
થેલ્સથી માંડી પ્લેટો સુધીનું ગ્રીક તત્ત્વજ્ઞાન દશ્ય જગતના વિશેષોને કેન્દ્રમાં રાખીને થયેલો વિચાર છે, જેમાં વિશ્વનું આદીકરણ જલ, અગ્નિ, આકાશ, પરમાણુ વગેરેનું માનવામાં આવેલ. આનંદશંકરના મતે પાશ્ચાત્ય ચિંતનમાં દૃશ્ય જગતના વિશેષોને કેન્દ્રમાં રાખી થયેલા વિચારની આ પ્રથમ ભૂમિકા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org