________________
૧૨૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૩) નિરીશ્વરવાદીઓના મતે જડ પ્રકૃતિના સ્વીકાર માત્રથી જગતનો ખુલાસો થઈ જાય છે. તેથી ચૈતન્યનો અલગથી ખુલાસો કરવો જરૂરી નથી. આની ટીકા કરતાં આનંદશંકર જણાવે છે કે – આ ખુલાસો માન્ય રાખતાં જડ પ્રકૃતિમાં ચેતન શક્તિ છે એમ માનવું પડે. - જગતમાં હેતુલક્ષિતા છે-તેનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશની નિશ્ચિતતા ચેતનાને સિદ્ધ કરે છે. આથી જ આનંદશંકર જણાવે છે કે “વર્તમાન જડશાસ્ત્રો ચેતન શક્તિનો નિષેધ કર્યાનો દંભ રાખે છે.” (૪) જડવાદથી તદ્દન વિરુદ્ધ છતાં ઈશ્વરમાં નહિ માનનારા નિરીશ્વરવાદીઓ “સમસ્ત જગત એ મારી જ કરેલી સૃષ્ટિ છે.” એમ કહીને જગતના કારણ તરીકે “હું” ને પ્રસ્થાપતો સિદ્ધાંત રજૂ કરે છે. આ સિદ્ધાંત શંકરાચાર્યને નામે કેટલાક ચલાવે છે. પરંતુ આ સિદ્ધાંત શંકરાચાર્ય કે એમના મુખ્ય અનુયાયીઓનો નથી એમ આનંદશંકર ભારપૂર્વક જણાવે છે અને આ સિદ્ધાંતમાં રહેલી ખામી દર્શાવતાં કહે છે :
“કોણ કહેશે કે સમસ્ત જગત એ “મારી' શબ્દ – અંતર્ગત “હું” શબ્દના સંકુચિત અર્થમાં મારી જ કરેલી સૃષ્ટિ છે? “હું” જ શું એક રીતે એ સૃષ્ટિનો ભાગ નથી? એ સૃષ્ટિમાં પ્રત્યક્ષ થતા અનેક નિયમોથી “હું” અનેક રીતે નિયમિત છું, એમ પગલે પગલે અનુભવ થાય છે.” (ધર્મવિચાર -૧, પૃ.૨૨૬)
આ અનુભવનો ઈન્કાર કરી “હું” જ આ જગતનું કારણ છું એમ માનવું એ શાંકરવેદાંતની અયોગ્ય સમજ છે. કારણ હું સિવાય સર્વનો નિષેધ કરતાં “હું” પણ ઊડી જાય છે. અધિષ્ઠાન જ શેષ રહે આ અધિષ્ઠાન એ “બ્રહ્મ” – “હું નહીં. ( આ પ્રમાણે નિરીશ્વરવાદ બુદ્ધિને અને હૃદયને અગ્રાહ્ય છે એમ ઠરાવી આનંદશંકર જગતના સ્વરૂપ સંબંધી નિરીશ્વરવાદીઓના સિદ્ધાંતોનું તાર્કિક રીતે ખંડન કરે છે.
(૫) શાંકરવેદાંત અને પાશ્ચાત્યચિંતન (૧) વિવેક : આપણા અનુભવોમાં ભેળસેળ થઈ ગયેલા તત્ત્વને અલગ પાડવા, તેમની વચ્ચેનો ભેદ પ્રગટ થવો અને અનુભવવો તેનું નામ વિવેક એમ કહેવાય છે.
વેદાંતશાસ્ત્રમાં વિવેકના બે પ્રકારો વર્ણવ્યા છે : (૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક (૨) આત્મ-અનાત્મવિવેક વિવેક પરત્વે જગતના તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં કેવા કેવા સિદ્ધાંતો ઉદ્દભવ્યા છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org